Posts

Showing posts from June, 2020

શિહોરી પો.સ્ટે વિસ્તારના રાનેર ગામેથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠા  તેમજ દેશીદારૂ  ગાળવાનો વોસ લીટર : 1160 તથા ભઠ્ઠા સામાન  સાથે કી. રૂ :4730/ નો ગે. કા. મુદામાલ ઝડપી  પડતી શિહોરી પોલીસ... 

Image
   પોલીસ  મહાનિરિકક્ષક  શ્રી શુભાષ ત્રિવેદી સાહેબ બોડર રેન્ચ  ભુજ તથા  પોલીસ અધિકક્ષક  શ્રી  તરુણ દુગલ  સાહેબ  બનાસકાંઠા પાલનપુર નાઓ  તથા  i/c  નાયબ પોલીસ અધિકક્ષક શ્રી કે.આર. ઓઝા સાહેબ દિયોદર વિભાગ  દિયોદર તથા સર્કલ પો. ઇન્સ  કે. એસ. ચૌધરી સાહેબ નાઓની પ્રોહી. જુગારની  બદીને  નેસ્તનાબૂત કરવા માટેની  કડક  અમલવારી કરવા સૂચના હોઇ એસ.વી. આહિર  પો. સબ. ઇન્સ. શિહોરીના તથા અ.હેડ કોન્સ  હરદાસભાઇ ભરમોલભાઈ બ.નં.1461 તથા અ. હેડ.કોન્સ  વદનાજી   ભારાજી  બ.નં.1569 તથા પો.કોન્સ રમેશભાઈ રૂપાભાઈ  બ.નં.638 તથા નાઓ શિહોરી  પો. સ્ટે. વિસ્તારમાં પ્રોહી પ્રેટોલિંગમા હતા.. દરમ્યાન પો.સ. ઇ  સાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાનેર ગામે રહેતા મેંતુભા સુંદરજી જાતે.જાદવ  પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘરની બાજુમાં આવેલ વાડામાં દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે. . સદરે હકીકત આધારે બે પંચોના માણસો સાથે હકીકતવાળી જગ્યાઓ ઉપર રેડ કરતા સદરેના ધરે કોઈ હ...

પાટણ જિલ્લા માહિતી કચેરીના ટેકનિકલ આસિસ્ટન્ટશ્રી એસ.જી.પટેલને ભાવસભર વિદાયમાન અપાયું

Image
માહિતી ખાતામાં ૩૬ વર્ષ સેવા બાદ વયનિવૃત્ત થનાર શ્રી પટેલને માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં શ્રી એસ.જી.પટેલ વયનિવૃત્ત થતાં માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી. માહિતી ખાતામાં ૩૬ વર્ષ સેવા આપી વયનિવૃત્ત થનાર શ્રી પટેલને માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. વર્ષ ૧૯૮૪માં રાજકોટ ખાતે ટેકનિકલ સુપરવાઈઝર તરીકે સેવામાં જોડાયેલા શ્રી એસ.જી.પટેલ પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજના સાડા ચૌદ વર્ષ મળી કુલ ૩૬ વર્ષના સેવાકાળ બાદ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે વયનિવૃત્ત થયા હતા. નાયબ માહિતી નિયામકશ્રી અમિતભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા શ્રી પટેલને શ્રીફળ, સાકર અને સાલ અર્પણ કરવામાં આવી. સહકર્મીઓ દ્વારા યાદગીરીરૂપે શ્રી પટેલને મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી અમિતભાઈ ગઢવીએ જણાવ્યું કે, કચેરી કામને સમયસર અને જવાબદારીપૂર્વક નિભાવનાર શ્રી એસ.જી...

ગત ૨૪ કલાકમાં જિલ્લામાં ૧૦ નવા પોઝીટીવ કેસો નોંધાયા જ્યારે ૨ દર્દી બન્યા કોરોનામુક્ત જિલ્લામાં હાલ ૨૫૭ કેસોની સામે ૭૯ દર્દીઓ સારવાર હેઠળ જિલ્લામાં આજ સુધીમાં કુલ ૯,૬૬૯ કોરોના સેમ્પલની ચકાસણી કરાઈ

Image
ભાવનગર જિલ્લામા આજરોજ ૧૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૫૭ થવા પામી છે. ભાવનગરના એશીયન પાર્ક, કાળીયાબીડ ખાતે રહેતા ૪૧ વર્ષીય અરવિંદભાઈ ઈટાલીયા, પટેલ પાર્ક-૧, કાળીયાબીડ ખાતે રહેતા ૪૨ વર્ષીય ગીતાબેન ઈટાલીયા, ક્રિષ્ના સોસાયટી, કાળીયાબીડ ખાતે રહેતા દંપતી ૫૨ વર્ષીય અલ્કાબેન શેઠ અને ૫૪ વર્ષીય ભુપતભાઈ શેઠ, કુંભારવાડા ખાતે રહેતા ૬૭ વર્ષીય ઈસાભાઈ મગરેબી, ભાવનગરમા નર્સિંગ હોસ્ટેલ ખાતે રહેતા ૨૩ વર્ષીય શિતલ સોલંકી, મહુવાના ભાદ્રા ખાતે રહેતા ૩૨ વર્ષીય રાજેશભાઈ સીસારા, શિહોરના એશીયન પાર્ક, કંસારા બજાર ખાતે રહેતા ૪૫ વર્ષીય જયેશભાઈ કંસારા, વલ્લભીપુરના ફુલવાડી ખાતે રહેતા ૭૦ વર્ષીય ચમનભાઈ દલવાડીયા અને બુધેલ ગામ ખાતે રહેતા ૪૬ વર્ષીય રમેશભાઈ મોરીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ૨ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૨૦ જુનના રોજ બોટાદના મોતી વાડી ખાતે રહેતા ૬૮ વર્ષીય મંજુલાબેન ચુડાસમા અને ત...

બાલીસણા, તા.જિ.પાટણ‌ ખાતે વર્ષોથી યોજાતા ગુરૂ વંદના અને ભજન સત્સંગ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે.

Image
પ્રેસ નોટ.....   શ્રી અવિચલ આશ્રમ,   આથી ધર્મ પ્રેમી જનતા ને જણાવવાનું કે તા.૫/૭/૨૦૨૦ ને રવિવારે અષાઢ સુદ પૂનમ ના રોજ શ્રી અવિચલ આશ્રમ,બાલીસણા, પાટણ ખાતે ગુરૂ વંદના અને ભજન સત્સંગ કાર્યક્રમ હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસ મહામારીને કારણે લોકોની આરોગ્ય ની ચિંતા ને ધ્યાન માં રાખી ને ગુરૂ પૂર્ણિમાના ઉત્સવ ના તમામ કાર્યક્રમ બંધ રાખેલ છે. તથા          શ્રી અવિચલ આશ્રમ,  બાલીસણા માં થતી આરતી ના દર્શન લોકો લાઈવ જોઈ શકે તે માટે શ્રી અવિચલ સેવા સત્સંગ સમિતિ. બાલીસણા, પાટણ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. જેનો લાભ ભક્તો  ઘરે બેઠા લઈ શકશે તેમ મહંત શ્રી બળદેવદાસજી તથા  શ્રી રાજેન્દ્ર મહેશ્વરી પ્રમુખ,  શ્રી અવિચલ સેવા સત્સંગ સમિતિ દ્વારા  જણાવવામાં આવ્યું છે. મહંત શ્રી બળદેવદાસજી તથા  શ્રી રાજેન્દ્ર મહેશ્વરી પ્રમુખ,  શ્રી અવિચલ સેવા સત્સંગ સમિતિ. મુ.બાલીસણા તા.જિ.પાટણ.

રતડીયા સરપંચ વિરુદ્ધ થયેલ અવિશ્વાસની દરખાસ્ત પસાર ન કરવા લોકજનશક્તિ પાર્ટીના ઉપપ્રમુખ સત્તાર માંજોઠીએ કરછ કલેકટર સહિતના તંત્રને આવેદન પત્ર આપ્યુ

Image
સ્થાનિક પોલિસની ભૂમિકા તરફ અંગુલી નિર્દેષ કરી બોર્ડર રેન્જ આઇ.જી. સાહેબને પણ નકલ આપી.. તાજેતરમાં નખત્રાણા તાલુકાના રતડીયા ગામના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી જેનુ મુખ્ય કારણ  બંને જૂથો વચ્ચે ભાગબટાઇ મામલે ખટરાગ થયાનુ બહાર આવ્યુ છે.. આ બાબતે ઓડીયો ક્લપો પણ વાયરલ થઈ છે... જેમા કંપનીના પૈસા બાબતની રકઝક વિગેરે સંભળાય છે.. ગુજરાત લોકજનશક્તિ પાર્ટીના ઉપપ્રમુખ અને કરછ જિલ્લા સામાજિક આગેવાન સત્તારભાઇ માજોઠીએ રતાડીયા સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તની અમલવારી ન કરવા કરછ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે. આવેદનપત્ર શ્રી માજોઠીએ જણાવ્યું છે કે કંપનીના કોન્ટ્રાક્ટરો,અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોને  લાલચ,ધાક ધમકી આપી કરાઇ છે જે કાયદાનુ ઉલંઘન છે.. વધુમા એમણે આવેદનપત્રમા જણાવ્યું છે કે રતાડીયા સરપંચ તરીકે તેઓ સારુ કામ કરી રહ્યા છે અને રતડીયા ગામ પંચાયતની હદમા અમુક ચોક્કસ કંપનીનુ  એન.ઓ.સી કે મંજૂરી લીધા વગર કરાતુ ગેરકાયદેસર રીતે વીજલાઇન નાખવાનુ કામ જાગૃત સરપંચ તરીકે અટકાવેલ હતુ જેને કારણે રાગદ્વેષ રાખી કંપનીઓ અને મળતીયાઓ દ્વારા યે...

ડીઝલ અને પેટ્રોલ સત્તત ભાવ વધારાના વિરોધમાં ભાવનગર કોંગ્રેસ દ્વારા શબયાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો.

Image
કોવિડ 19 કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશ ત્રણ માસ જેટલો લોકડાઊન હતો જેના કારણે દેશની અને લોકો ની આર્થિક સ્થિતી ડામાડોળ બની છે. લોકોને પુરુતુ એક સમયનું ભોજન મેળવવા માટે પણ વલખા મરવા પડતા હોય ત્યારે દુષ્કાળ મા અધિક માસ ની જેમ સરકાર દ્વારા લોકો ને વિવિધ પ્રકારની સહાય કરી પરંતુ જીવન જરૂરી  ચીઝ વસ્તુઓ અને પ્રેટોલ ડીઝલ ના ભાવ આસ્માને પહોચયા છે. ત્યારે લોકો ને કપરી પરીસ્થિતી નો સામનો કરી પોતાનુ ગુજરાન ચલાવવા મા પારાવાર મુશ્કેલીઓ નો પણ સામનો કરવો પડતો હોય ત્યારે દેશ ભર મા વિવિધ સામાજીક  સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન કરી કાળા ભાવ વધારા નો વિરોધ કરવામા આવી રહ્યો છે   ત્યારે આજે ભાવનગર ખાતે કોંગ્રેસ પક્ષ ના કાર્યકર્તાઓ દ્વારા પેટ્રોલ-ડિઝલ ના ઐતિહાસિક ભાવ વધારાનો વિરોધ કરી ભાવનગર ઘોઘાગેટ ચોકમા મોંઘવારીની શબયાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો હતો.  ન્યુઝ એડિટિંગ ચીફ : શોએબ લોહીયા  તંત્રી : સલીમભાઇ બાવાણી  x

ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે પંચવટી વિકાસ કેન્‍દ્રનું ઉદ્‌ઘાટન કરતા વન મંત્રી રમણલાલ પાટકર

Image
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે ખાસ અંગભૂત યોજના હેઠળ નિર્માણ થયેલા પંચવટી વિકાસ કેન્‍દ્રનું વન અને *આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર* ના હસ્‍તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ અવસરે વનમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, સાંસ્‍કૃતિક વન હેઠળ ધાર્મિક, સાંસ્‍કૃતિક સહિત અનેક વનો સમગ્ર રાજ્‍યમાં નિર્માણ કરવામાં આવ્‍યાં છે. વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે આમ્રવનનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. સામાજિક વનીકરણ હેઠળ ખેડૂત, નર્સરી સહિત રીઝર્વ ફોરેસ્‍ટ દ્વારા લાખોની સંખ્‍યામાં રોપાઓ રોપવામાં આવે છે. સામાજિક વનીકરણ હેઠળની વિવિધ યોજનાઓનો લાભ આવવા માટે વન વિભાગના કર્મીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી. વન વિભાગ દ્વારા થઇ રહેલી કામગીરીને બિરદાવતાં તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, ખેડૂત દ્વારા નર્સરી બનાવવામાં આવે તો તેમને પણ રાજ્‍ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. પડતર જમીનમાં પણ વિભાગીય વનીકરણ થકી વધુમાં વધુ વૃક્ષો વાવવામાં સામાજિક વનીકરણ દ્વારા કામગીરી કરવામાં આવ...

રૂપાણી રાજ મા "નેટવર્ક ન્યુઝ ગુજરાત " ચેનલ બંધ કરાવી, પ્રેસ મીડિયા ને ગુલામ બનાવવા નો થયો પ્રયાસ.

Image
*ગાંધીનગર કલેકટરે ચેનલ બંધ કરવી,પરંતુ કોર્ટ દ્વારા તે હુકમ સામે મનાઈ હુકમ થયો...પણ અમલ નહિ...* """""""""""""""""""""""'"""""""""""""" *મીડિયા ની સ્વતંત્રતા નું ગળું ઘોટવા ના પ્રયાસ સામે પત્રકાર એકતા સંગઠન લાલ ઘૂમ.           ગાંધીનગર માથી એક નેટવર્ક ન્યુઝ ગુજરાત ચેનલ જી.ટી.પી. એલ.દ્વારા સમગ્ર ગુજરાત મા પ્રસારણ નાં અધિકારો મેળવી ગાંધીનગર કલેકટર ની મંજૂરી મેળવી ન્યુઝ ચેનલ ચાલુ કરી હતી.         ખેડૂતોના પ્રશ્નો તેમજ ગરીબો ના પ્રશ્નો ઉઠાવવાના શરૂ થયા ને સિક્કા વિનાનો કલેકટર નો લેટર વોટસ એપ મા મોકલી જી.ટી.પી. એલ.ને જાણ કરી પ્રસારણ બંધ કરાવી દેવામાં આવ્યું.કોઈ ભૂલ નહીં,કોઈ કારણ નહિ,કોઈ કવેરી નહિ છતાં રાજકીય ઇશારે ચેનલ બંધ..        રાજ્ય વ્યાપી પ્રસારણ* *વ્યવસ્થા માટે ના માણસો,* *સાધનો, સ્ટુડિયો,ઑફિસો,* *ડિપોઝિટો નું કરોડો નું રોકાણ કર્યા પછી તાળા મારવાનો વારો આવે તો ગુજરાત મા નવા ઉદ્યોગો પણ આવતા પહેલ...

સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ખેડા જિલ્લાની મીટીંગ શ્રી દંડીસ્વામી આશ્રમ ડાકોર મુકામે યોજાઇ

Image
જેમાં આઈ સી સી આર ભારત સરકારના ડિરેક્ટર તથા એમ એસ યુનિવર્સિટી વડોદરાના સેનેટ સિન્ડીકેટ સભ્ય શ્રી જીગરભાઈ ઈનામદાર, ઝોન સંયોજક શ્રી મનોજભાઈ તથા જિલ્લા સંયોજક શ્રી પ્રણવ સાગરના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો ની કામગીરી ને સમીક્ષા તથા આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા માટે ખેડા જિલ્લા ની મીટીંગ યોજાઇ. સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો દ્વારા સરકારની વિવિધ યોજનાઓ ને ગામે ગામ સુધી લઈ જઈ લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે અને યોજનાઓ વિશે માહિતગાર કરવા માટે નો એક અભિયાન શરૂ કરવામાં આવ્યું ,જેના ભાગરૂપે આજની મીટીંગ લોકડાઉન ના સમયગાળા બાદ પ્રથમ વખત રાખવામાં આવી હતી. જેમાં શ્રી જીગરભાઈ ઇનામદાર અને પ્રણવ સાગર ના હસ્તે ડાકોર રણછોડરાયજી મંદિર માં ધજા ચડાવવામાં આવી અને રણછોડરાયજીના દર્શન બાદ પૂજ્ય શ્રી વિજય દાસજી મહારાજ શ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ મીટીંગ ની શરૂઆત કરવામાં આવી હતી. ખેડા જિલ્લામાં ૧૦૮૧ યુવા કેન્દ્રો ની સ્થાપના કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેમાં ૧૦,૦૦૦ કરતાં વધુ સંખ્યા વાળા ગામમાં પાંચ યુવા કેન્દ્રો, ૭૦૦૦થી ૧૦,૦૦૦ લક્ષ્યાંક વાળા વસ્તી વાળા...

શું નવી પેઢી માટે બચતનો ખ્યાલ વિસરાઈ ગયો.??

શું નવી પેઢી માટે બચતનો ખ્યાલ વિસરાઈ ગયો.???? મારા વાચક મિત્રોને મારા સ્નેહ હદય પ્રણામ. દુનિયા અવિરત શરૂ રહેશે. પરંતુ જમાનો બદલતો રહે છે.આપણે અવાર-નવાર જુનો જમાનો અને આધુનિક જમાનો એમ બે તફાવતના આધારે વાત-ચીત કરતા હોઈએ છીએ. આ વાત ને ધ્યાનમાં રાખીએ તો શીર્ષક જ ઘણું કહી જાય છે. “ શું નવી પેઢી માટે બચતનો ખ્યાલ વિસરાઈ ગય.????..” વર્તમાન સ્થિતિમાં જોતા ભારત સહીત વિશ્વનાં મોટા ભાગના દેશો COVID-19 (કોરોના) ની ગંભીર બીમારીથી સપડાયા છીએ. ભારત સરકારે પ્રજા માટે જીવન જરૂરિયાતની ઘણી સામાજિક અને આર્થિક સવલતો આપણને પહોચાડી.પરંતુ પ્રશ્નએ થાય છે કે લોક-ડાઉન નાં ૫૩(53) દિવસ અંતર્ગત મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના મોટા ભાગ ના લોકો પોતાની બચતનો હિસ્સો ઘર-ખર્ચમાં વાપરાય ગયો .એનો અર્થ એ થયો કે લોકો પાસે જીવન ચલાવવા માટે બચત ઘણી નજીવી છે. કુદરત ન કરે જો આવી પરિસ્થિતિ આવનાર સમયમાં વધી જાય તો જીવન ચલાવવું મુશ્કેલ ભર્યું બનશે.      પહેલાના જમાનામાં લોકો આવકનો પ્રથમ ઉપયોગ પ્રાથમિક જરૂરીયાત માટે કરતા.બાકીની આવકની આવક બચત સ્વરૂપે રાખતા. હાલ આધુનિક જમાનામાં લોકો આવકનો મોટા ભાગે ઉપયોગ મોજ્શોખ પાછળ ખર્ચે છ...

માનવી માટે ૧૦૮ તો પશુ માટે ૧૯૬૨ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ૮ મોબાઈલ પશુ વાનનું લોકાર્પણ કરાયુ

Image
માનવી જેટલુ જ પશુનુ જીવન પણ અમુલ્ય જેને રક્ષિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ- રાજયમંત્રીશ્રી તબક્કાવાર કુલ ૧૯ મોબાઈલ પશુ વાન ભાવનગર જિલ્લાને ફાળવાશે,ગુજરાત સરકાર જીવદયા અને કરૂણાને વરેલી છે. એના પગલે મૂંગા જીવોની જીવન રક્ષા માટે વ્યાપક કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ કરુણા અભિયાનના જાણે કે એક સશક્ત કદમના રૂપમાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક માનવ સારવાર માટેની ૧૦૮ સેવા જેવી જ પશુઓની જીવન રક્ષક સારવાર ૧૯૬૨ આધારિત ફરતા પશુ દવાખાનાની પહેલરૂપ સેવા શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લાને પણ ૮ પશુ વાન અર્પણ કરાઈ હતી. જેને લીલી ઝંડી આપી રાજ્ય શિક્ષણમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અંને ભાવનગરને સૌથી વધુ પશુ મોબાઈલ વાન ફાળવાઈ છે. ૧૦ ગામ દિઠ ક્લસ્ટર મુજબ ૧ એમ્બ્યુલન્સ પશુઓની સેવામા કાર્યરત રહેશે અને હજુ પણ તબક્કાવાર કુલ ૧૯ ફરતા પશુ દવાખાના ભાવનગર જિલ્લાને મળશે. શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત...

ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી પત્તા પ્રેમીઓને પકડી પાડતી ઉપલેટા પોલીસ

Image
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ નાઓની સુચના  અનુસંધાને તેમજ એ.એસ.પી. શ્રી સાગર બગમાર સા. નાઓના માર્ગદર્શન હેઠળ આઈ. સી.પો.ઇન્સ વી.એમ.લગારીયા તથા પો.સબ. ઇન્સ.આર. એલ.ગોયલ તથા એ.એસ.આઈ. દેવાયતભાઈ કળોતરા તથા પો.હેડ કોન્સ. નિલેશ ભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. જયંતીભાઈ  મજીઠીયા તથા પો.કોન્સ. મેરૂભાઈ મકવાણા તથા દિનેશભાઈ ગોંડલિયા તથા ગગુભાઈ ચારણ તથા વનરાજભાઈ રગિયા નાઓ ઉપલેટા પો.સ્ટે. ટાઉન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઉપલેટા, ફુલારા બગીચા, બગદાદી કોલોની સામે શેરી માં જુગાર રમતા પકડી પાડેલ.  આરોપીઃ- **(૧) અલ્તાફભાઈ  ઉમેરભાઈ સોરવદી જાતે.ફકીર ઉ.વ.૩૬ રહે. ઉપલેટા , પાટણવાવ રોડ, મકા મસ્જિદ સામે *  *(૨) કરીમભાઈ હનીફભાઇ જગદા જાતે.સિપાઈ ઉ.વ.૩૫ રહે.ઉપલેટા, ફૂલારા મેન્શન મા *(૩)અમીર અબાસભાઈ  કોઇચા જાતે.વોરા ઉ.વ.૫૯ રહે ઉપલેટા નાગનાથ ચોક કોળીવાડા * *(૪) તૈયદભાઈ ઓસમાણ ભાઈ ઘુઘા જાતે.સંધી ઉ.વ.૫૮ રહે.ઉપલેટા ફૂલારા બગીચા  * *મુદ્દામાલ*  :-   (૧) રોકડા રૂ. ૧૪,૭૫૦/- *મળી કુલ મુદ્દામાલઃ- કિં.રૂ.૧૪,૭૫૦/-* *કામગીરી કરનાર ટીમ* *...

પાલીતાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના વીર જવાનોને ૨ મીનીટનુ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

Image
આજ રોજ પાલીતાણા શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર ના મધ્યમાં એવા ડો.બાબા સાહેબ આંબેડક્ટર સર્કલ પર ૨ મિનિટ મૌન પાળી  આપણા વીર જવાનો જે ગલવાન ઘાટી-લદાખ ખાતે ચીન ના સૈનિકો દ્વારા જે હુમલો થયો તેમાં આપણા વીર બહાદુર સૈનિકો લડતા લડતા વીરગતિ ને પામ્યા છે.જેમાં કમાન્ડર સંતોષબાબુ ને ૧૬-બિહાર રેજીમેન્ટના ૨૦ જાંબાઝ જવાનો શહીદ થયા તેમને કોટી કોટી વંદન, આ પ્રસંગે પ્રવીણભાઈ ગઢવી,કિરીટભાઈ ગોહિલ,કરણશંગ મોરી,કનુભાઈ મારૂ, પ્રવીણભાઈ મકવાણા,દિનેશભાઇ મારુ,વિનુભાઈ ગોહિલ,જેરામભાઈ રાઠોડ, જીતુભાઇ ગોહિલ,સફિશા પઠાણ, શબિરભાઈ સૈયદ,કેતનભાઈ મકવાણા, ભવદીપ ભાઈ પંચોલી,હુસેનભાઇ ખોલિયા(પત્રકાર),અર્શમાનખાન બલોચ,અમિત રાઠોડ, ને બીજા ઘણા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : શોએબ લોહીયા તંત્રી : સલીમભાઇ બાવાણી 

જૂનાગઢ ના મેંદરડામાં એક જ પરિવારના 6 જેટલા સભ્યોને કોરોના પોઝિટિવ આવેલ હતા ત્યારે આજ પરિવારના :ચાર સભ્યોને આજે ડિસ્ચાર્જ કરવામાં આવિયા

Image
જેમાં મેંદરડા ના કોરોના પોઝિટિવ એવા પ્રથમ દર્દી અરવિંદભાઈ મગનભાઈ સરવૈયા તેમજ તેમના  પત્ની હીનાબેન એ.સરવૈયા તેમજ તેમના પુત્ર મીત એ.સરવૈયા તેમજ તેમના મોટાભાઈ ધીરુભાઈ મગનભાઈ સરવૈયા સહિતના આમ કુલ ૬ માંથી કુલ પાંચ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. આ  દર્દીઓ ડિસ્ચાર્જ થઇને આજરોજ બપોરના સમયે મેંદરડા પાદર ચોક માં આવેલ અલ્કાપુરી શોપિંગ સેન્ટર માં રહેતા તેમના હોમ ગ્રાઉન્ડ ખાતે પહોચતા  વાજતે ગાજતે ફુલહાર પહેરાવી ફૂલો વરસાવી ભાવભર્યું સ્વાગત કરવામાં આવેલ હતું જેમાં મેંદરડા પંચાયતના સરપંચ દિનેશભાઈ વેકરીયા,પત્રકાર કમલેશભાઇ મહેતા,મયુર જોષી, કૈલાશ વાઘેલા,નરશી મહેતા યુનિવર્સિટી ના ડોલીબેન અજમેરા  સહિતના મેંદરડા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તમામ જ્ઞાતિ-જાતિના આગેવાનો દ્વારા કોરોના ને માત આપી જિંદગી સામેની જંગ સામે લડી પરત ઘરે ફરતા  મેંદરડા શહેરના તમામ લોકોની પ્રાર્થનાથી સાજા થઇ આવતા શહેરમાં આનંદ ની ખુશી જોવા મળે હતી

શિહોરી પો.સ્ટે. વિસ્તારના લક્ષ્મીપુરા તથા અરણીવાડા ગામેથી જુગારના બે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શીહોરી પોલીસ

Image
શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા,પાલનપુર નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એચ.ચૌધરી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.કે.એસ.ચૌધરી સાહેબ* નાઓના માર્ગદર્શન હેઠળ  તેમજ પ્રોહી/જુગારની પ્રવૃતીઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના હોઇ જે અનુસંધાને એસ.વી.આહિર પો.સબ.ઇન્સ શિહોરી નાઓ તથા UHC હરદાસભાઇ ભારમોલભાઇ બ.નં.૧૪૬૧ તથા પો.કોન્સ.શૈલેષકુમાર ગણપતભાઇ બ.નં.૮૧૪ તથા પો.કોન્સ.આબાદખાન ઇનાયતખાન બ.નં.૧૪૩૮ તથા પો.કોન્સ.જગુભા રણછોડજી બ.નં.૬૭૮ તથા  પો.કોન્સ. રમેશભાઇ રૂપાભાઇ બ.નં.૬૩૮ તથા ગોબરભાઇ ડામરાભાઇ બ.નં.૩૭૩ તથા પો.કો.સંજયકુમાર બાબુલાલ બ.નં.૧૮૨૨ નાઓ પો.સબ.ઇન્સ. શિહોરી પો.સ્ટે. નાઓની બાતમી હકીકત આધારે  લક્ષ્મીપુરા ગામે પંચો સાથે સદરે જગ્યાએ જુગારની રેઇડ કરતા કાળકા માતાજીના મંદિર સામે આવેલ પીપળાના ઝાડ નીચે ખુલ્લામાં કેટલાક ઇસમો ભેગા થઇ ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમતા હોઇ જેઓ અમો પોલીસને જોઇ પતા ફેકી નાશવા જતા અમો પોલીસે કોર્ડન કરી (૧) ભાવસંગજી ગણેશજી ઠાકોર મુળ રહે.મોટ...

રાણીકા કંસારા શેરી તકવા ફલેટની સામેથી સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા છ શકુનીઓ ને રૂ.૩૯,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Image
નગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ નાઇટ રાઉન્ડમાં તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રાણીકા કંસારા શેરી તકવા ફલેટની સામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં ગંજી પતાના પના વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં (૧) અમીનભાઇ યુનુસભાઇ માલકાણી/મુસ્લીમ ઉવ.૨૮ રહે.રાણીકા કંસારા શેરી તકવા ફલેટ નં-૧૦૩ ભાવનગર (૨) સઇદભાઇ ઉસ્માનભાઇ બિનીસાર/મુસ્લીમ ઉવ.૨૫ રહે.જમનાકુંડ ફિરદોસ સોસાયટી ભાવનગર (૩) સાલમબિન ઉર્ફે અબાજી અબ્દુલાભાઇ/મુસ્લીમ ઉવ.૨૮ રહે.રાણીકા આરબવાડ લીંબડી વાળી સડક ભાવનગર (૪) આબીદભાઇ રજાકભાઇ કાદરી/મુસ્લી...

ન્યુઝ ,18,ના પત્રકાર અમીસ દેવગન દ્વારા હીન પ્રયાસ કર્યો છે એના વિરોધ મા આજ રોજ પાલિતાણા ખાતે આવેદન અપાયુ

Image
પાલિતાણા  સમગ્ર ભારત મા લોકો એક જુધ થય દેશ ભરમા જે કોરોના મહામારી ની સંક્રમણ ની સામે લડી રહ્યા હોય એવામા પ્રત્ર કારી તા ની ઓથ એઠળ  હિન્દુ મુસ્લિમ કરી દેશ ની એકતા અને ભાઈ ચારા નુ વાતાવરણ તોટવા નો પ્રયાસ કરતા ન્યુઝ ,18,ના પત્રકાર અમીસ દેવગન દ્વારા હીન પ્રયાસ કર્યો છે એના વિરોધ મા આજ રોજ પાલિતાણા ખાતે મુસ્લિમ એકતા મંચ ના ગુજરાત ના કન્વીનર જનાબ ઇમ્તીયાઝ ભાઈ પઠાણ ની સુચના થી પાલિતાણા તાલુકા સોસીયલ મીડિયા કન્વીનર જનાબ શબ્બીર શા અશરફશા પઠાણ દ્વારા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન તેમજ પાલિતાણા કલેકટર સાહેબ ની કચેરી એ એક આવેદનપત્ર આપીને ન્યુઝ 18,ના પત્રકાર અમીસ દેવગન પર સખ્ત કાર્ય વાહી થાય તેવી રજૂઆત કરવા મા આવી હતી

આજરોજ ભાવનગર જિલ્લામા ૮ નવા પોઝીટીવ કેસો નોંધાયા,જયારે ૨૦૨ કેસોની સામે ૩૮ દર્દીઓ સારવાર હેઠળ

Image
ભાવનગર જિલ્લામા આજરોજ ૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૦૨ થવા પામી છે. આજરોજ ભાવનગરના તિલકનગર ખાતે રહેતા ૩૫ વર્ષીય અમરભાઈ ભાણજીભાઈ બારૈયા, ગીતા ચોક, શિશુવિહાર સર્કલ ખાતે રહેતા ૬૦ વર્ષીય શરીફાબેન અબ્દુલકરીમ પતાણી, હિલપાર્ક સોસાયટી ખાતે રહેતા ૬૨ વર્ષીય ગોવિંદભાઈ ગીલાભાઈ સાચપરા, મહુવા તાલુકાના બાંભણીયા ગામ ખાતે રહેતા ૩૫ વર્ષીય નિલેશભાઈ શુકલભાઈ હડિયા, ભાવનગર તાલુકાના સનેસ ગામ ખાતે રહેતા ૬૫ વર્ષીય ધીરૂભાઈ પ્રેમજીભાઈ મેર, મહુવાના અવધ સોસાયટી ખાતે રહેતા ૫૨ વર્ષીય લાભુબેન દુલાભાઈ બલદાણીયા તથા તેમના ૫૫ વર્ષીય પતિ દુલાભાઈ જોધાભાઈ બલદાણીયા અને તળાજાના રેલ્વે પાટા, વાડી વિસ્તાર ખાતે રહેતા ૩૪ વર્ષીય કમલેશભાઈ ચકુરભાઈ હડિયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૨૦૨ કેસ પૈકી હાલ ૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે. રીપોર્ટર : શોએબ લોહીયા તંત્રી : સલીમભા...

પ્રભારી મંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

Image
પાટણ જિલ્લાના તાલુકાઓ અને નગરપાલિકાઓના વિવિધ વિકાસ કાર્યોને અપાઇ મંજૂરી પાટણ જિલ્લા આયોજન મંડળની બેઠક તા.૨૨ જૂન, ર૦૨૦ના રોજ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને ગાંધી સ્મૃતિ હોલ, પાટણ ખાતે આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, પાટણના ધારાસભ્યશ્રી ર્ડા.કિરીટભાઇ પટેલ, સિધ્ધપુરના ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્યશ્રી રઘુભાઇ દેસાઇ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ અને નિરીક્ષક શ્રીમતી ગીતાબેન ગોઠી, ઉપસચિવશ્રી(આયોજન) ઉપસ્થિત રહ્યા હતા.  વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વર્ષ ર૦૨૦-૨૧ના કામો મંજૂર કરવા માટે આ બેઠકમાં એજન્ડા પ્રમાણે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે રૂા.૯૨૩.૬૧ લાખના ૫૪૪ કામો અને શહેરી વિસ્તારના ૧૦૭.૫૦ લાખના ૧૯ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યોમાં જિલ્લાના સ્થાનિક સ્તરે વિકાસને ધ્યાને રાખી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, પેવર બ્લોક, પ્રાથમિક શિક્ષણ, પાણી પુરવઠા, ગ્રામ્ય વિજળીકરણ, ગંદા વસવાટ તેમજ વાતાવરણ લક્ષી સુધારણા અને ભૂમિ સંરક્ષણ જ...

શિહોરી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો તથા બીયરટીન નંગ-૨૭૫૭ કિ.રૂ.૩,૯૦,૯૯૦/- તથા મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી નંબર GJ -16- BB- 3184 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૮,૯૦,૯૯૦ /- નો ગે.કા મુદામાલ નો ગણનાપાત્ર કેસ ઝડપી પાડતી શિહોરી પોલીસ

Image
*શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી      સુભાષ ત્રીવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા,પાલનપુર નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એચ.ચૌધરી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.કે.એસ.ચૌધરી સાહેબ* નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી/જુગારની બદીને નેસ્તનાબુદ કરવાની સુચનાઓ આધારે *એસ.વી.આહીર પો.સબ.ઇન્સ શિહોરી પો.સ્ટે.નાઓ તથા અ.હેડ.કોન્સ વદનાજી ભારાજી બનં.૧૫૬૯ તથા પો.કોન્સ. શૈલેષકુમાર ગણપતભાઇ બ.નં.૮૧૪ તથા પો.કોન્સ. આબાદખાન ઇનાયતખાન બ.નં.૧૪૩૮ તથા પો.કોન્સ રમેશભાઇ રૂપાભાઇ બ.નં.૬૩૮* નાઓ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન એસ.વી.આહીર પો.સબ.ઇન્સ નાઓને હકિકત મળેલ કે જશાલી ગામ બાજુથી એક સ્કોપિર્યો ગાડી ભારતીય બનાવટનો પરપ્રાતિય ઇગ્લીશ દારૂ ભરી આવે છે. અને તેની આગળ પોતાની *હુડાઇ આઇટેન ગાડી નંબર GJ-08- AP- 4501 થી મુકેશસિહ મોહનસિહ ડાભી રહે.શિહોરી તા.કાંકરેજ વાળો પ્રાયલોટીગ કરી રહેલ છે.* સદરે હકીકત આધારે ગાડીઓની વોચમાં ખીમાણા પુલના નાળા નીચે ઉભા રહેલ જે દરમ્યાન  ઉપરોકત હકિકતવાળી આઇટેન ગાડી આગળ અને તેની પાછળ સ્કોપિર્યો ગાડી આવતા જેને રોકવ...

બનાસકાંઠા વડગામ મામલતદાર શ્રી તેમજ ટીડીઓ શ્રી દ્વારા કોરાના વોરીયૅર્સ ના સન્માન પત્ર અપાયા

Image
જયારે સમગ્ર વિશ્વ માં COVID 19 કોરાના મહામારી જેમાં દેશ અને રાજ્ય માં કોરાના મહામારી અને લોક ડાઉન ન ના સમયે જે માનવતા દાખવી ને દેશ હીત માં ભુખ્યા ને ભોજન આપી ને સરાહનીય કામગીરી કે પોતાના જાનની પરવા કર્યા વગર તેમજ પોતાના પરીવાર જનો ની ચિતા કર્યા જે માનવ સેવા એજ પ્રભુ સેવા ના સંકલ્પ સાથે રાત દિવસ ખડે પગે સેવા કરતા રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ શ્રી મોબીન ભાઈ ( MP) તેમજ બાલ કૃષ્ણ જીરાલા અને  માહી સંરપચ શ્રી અ હમીદભાઈ મીયાજી મરેડીયા તેમજ તેમની ટીમ ને કોરાના વાઈરસ જેવી કપરી મહામારી અને લોક ડાઉન ન ના સમયે જે જરૂરીયાત મંદ લોકો ને જયારે ધંધા રોજગાર બંધ થવાથી કોરાના વાઈરસ અને લોક ડાઉન ન ના કપરા સમયે જે માનવતા દાખવી ને કોમી એકતા અને ભાઈ ચારા સાથે સેવા કરવા બદલ વડગામ મામલતદાર શ્રી આર સી ઠાકોર અને ટીડીઓ શ્રી અભિષેક ભાઈ પરમાર ના હસ્તે કોરાના વોરીયૅર્સ ના સન્માન પત્ર આપવામાં આવેલ અને વડગામ તાલુકા માં કોરાના વાઈરસ જેવી કપરી મહામારી અને લોક ડાઉન ન ના સમયે જે રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ મોબીનભાઈ ઈદ્ભીશભાઈ પટેલ (MP)  મેતા તેમજ તેમની ટીમ ને ધન્...

સૂફીસંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝ ની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું

Image
ભારત દેશ હંમેશા કોમી એકતા માટે વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે આપણા ભારત દેશમાં કોમી એકતા નું સ્થાન અજમેર શરીફમાં ખ્વાજા ગરીબ નવાજ નું આસ્થાનું છે જ્યાં હિન્દુ મુસ્લીમ શીખ ઇસાઇ તેમજ દરેક ધર્મના લોકો આસ્થા રાખી હંમેશા દર્શન માટે હાજરી આપતા હોય છે આ એવું સ્થાન છે જ્યાં દરેક ધર્મના લોકોની મનોકામના પૂર્ણ થાય છે આ દરબારમાં નાત જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી આ દરબારમાં કાયમ માટે હજારો શ્રદ્ધાળુઓ આવે છે જેમાં તમામ ધર્મના લોકો સામેલ હોય છે ભારત દેશની આવી મહાન હસ્તી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ન્યૂઝ 18ના એન્કર વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ એન્કર દ્વારા ગરીબ નવાઝની શાનમાં અભદ્ર ભાષામાં તદ્દન ખોટી વાત કરી ગરીબ નવાઝની શ્રદ્ધા ધરાવતા તમામ ધર્મના લોકોને ઠેસ પહોંચાડેલ છે આવા લોકો દ્વારા કોમી એકતા તોડવા નો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હોય માટે આવા લોકોને કાયદાનું ભાન અપાવી તાત્કાલિક ધોરણે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે મદારે મહેઝર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપી  સપ્ત કાર્યવાહી કરવા સરકારશ્રી નું ધ્યાન દોરવામાં આવ્યું હતું,આવેદનપત્ર આપતી વેળાએ મુસ્લિમ સમાજ વતી ઓલાદે...