સૂફીસંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝ ની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું


ભારત દેશ હંમેશા કોમી એકતા માટે વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે આપણા ભારત દેશમાં કોમી એકતા નું સ્થાન અજમેર શરીફમાં ખ્વાજા ગરીબ નવાજ નું આસ્થાનું છે જ્યાં હિન્દુ મુસ્લીમ શીખ ઇસાઇ તેમજ દરેક ધર્મના લોકો આસ્થા રાખી હંમેશા દર્શન માટે હાજરી આપતા હોય છે આ એવું સ્થાન છે જ્યાં દરેક ધર્મના લોકોની મનોકામના પૂર્ણ થાય છે આ દરબારમાં નાત જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી આ દરબારમાં કાયમ માટે હજારો શ્રદ્ધાળુઓ આવે છે જેમાં તમામ ધર્મના લોકો સામેલ હોય છે ભારત દેશની આવી મહાન હસ્તી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ન્યૂઝ 18ના એન્કર વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ એન્કર દ્વારા ગરીબ નવાઝની શાનમાં અભદ્ર ભાષામાં તદ્દન ખોટી વાત કરી ગરીબ નવાઝની શ્રદ્ધા ધરાવતા તમામ ધર્મના લોકોને ઠેસ પહોંચાડેલ છે આવા લોકો દ્વારા કોમી એકતા તોડવા નો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હોય માટે આવા લોકોને કાયદાનું ભાન અપાવી તાત્કાલિક ધોરણે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે મદારે મહેઝર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપી  સપ્ત કાર્યવાહી કરવા સરકારશ્રી નું ધ્યાન દોરવામાં આવ્યું હતું,આવેદનપત્ર આપતી વેળાએ મુસ્લિમ સમાજ વતી ઓલાદે સાહેઆલમ બુખારી..સૈયદ મોહમ્મદ કાઝીમ બાવા. એ. બુખારી તેમજ ટ્રસ્ટના પ્રમુખ અકબર શાહ દિવાન સાથે એડવોકેટ ઈમ્તિયાઝ હુસેન કોરેજા મુસ્લિમ અગ્રણીહાજી યુસુફ પરાસરા મુસ્લિમ અગ્રણી  રહીમભાઈ સોઢા તેમજ સિરાજ ખાન પઠાણ તેમજ ડોક્ટર રજાકભાઈ રફાઈ તેમજ અલ્ફાઝ ભાઈ જિનાણી તેમજ અસીન ખાન બ્લોચ તેમજ ઈશા બાપુ રફાઈ પ્રમુખ ફકીર જમાત બેડીતેમજ હારૂનભાઇ સોઢા તેમજ અક્રમભાઇ ખીરા  વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : શોએબ લોહીયા
તંત્રી : સલીમભાઇ બાવાણી

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..