Posts

Showing posts from May, 2020

અખિલ ભારતીય કોલી/કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન

Image
31/05/2020અખિલ ભારતીય કોલી/કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન ગઢડા તાલુકાના ભીમડાદ ગામે કરવામાં આવ્યું હતુ તેમાં  ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ સોરાણી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ કોળી  વીર માંધાતા સંગઠન ભાવનગર અધ્યક્ષશ્રી રાજુભાઈ સોલંકી બોટાદ જિલ્લા  પ્રમુખ ભાજપ શ્રી સુરેશભાઈ ગોધાણી કોળી સમાજ અગ્રણી શ્રી કાંતિભાઈ ચૌહાણ સિહોર અને અખિલ ભારતીય કોલી/કોરીસમાજ (ભારત )સંગઠન ની બોટાદ જિલ્લા ની પૂરી ટીમે આપી હાજરી અને ઘણા બધા મહેમાનોએ આમંત્રણને માન આપીને આ બ્લડ કેમ્પમાં રક્તદાન મા પણ ભાગ લીધો હતો. તંત્રી:સલીમ બાવાણી મો.93764044040

*કચ્છના પ્રાણ પ્રશ્ન એવાં નર્મદાના નીર માટે ભૂતપૂર્વ રાજ્ય મંત્રી એવા તારાચંદ ભાઈ છેડાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ને લખ્યો પત્ર*

Image
*કચ્છના પ્રાણ પ્રશ્ન એવાં નર્મદાના નીર માટે ભૂતપૂર્વ રાજ્ય મંત્રી એવા તારાચંદ ભાઈ છેડાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ને લખ્યો પત્ર* *પત્ર માં કચ્છના નર્મદાના પાણી અંગે રાજ્ય સરકાર કચ્છની રજૂઆતો ઉપર ધ્યાન ન આપતી હોવાનો આક્ષેપ કર્યો* *આનંદીબેનની સરકાર હતી ત્યાં સુધી નર્મદાના પાણી વાગડ અને ટપ્પર ડેમ સુધી પહોંચ્યા હતા* *ત્યાર પછી નું કામ અનેક રજુઆત છતાં આગળ વધતું નથી તેવી રજુઆત તારાચંદ  ભાઈ એ કરી છે* આ કામના મુદ્દે વડાપ્રધાન યોગ્ય આદેશ આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે માજી રાજ્ય મંત્રીના પત્ર બાદ કચ્છભરમાં ચર્ચાનો દોર ચાલુ થઇ ગયો છે કચ્છ ભાજપના પીઢ આગેવાન એવા તારાચંદ છેડા ના પત્રને  "કોક તો કચ્છ માટે  બોલવા આગળ આવ્યો" તેમ કહી ને લોકો એ બિરદાવ્યો છે આ પત્રમાં "કચ્છ ની રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ" આ સૂચક પણ કચ્છના સત્તાધારી પક્ષના રાજકારણ માટે ઘણું બધું કહી જાય છે કચ્છના  સત્તાધારી પક્ષના પીઢ આગેવાનો ના પ્રતિભાવ મુજબ સરકાર લોકોના કામ ના કરે તો તેની ઉપલી કક્ષા એ રજુઆત કરવી એ યોગ્ય છે  ટિકિટ કે હોદો જવાની બીકે કચ્છના ઘણા નેતાઓ આવી ...

માવસરી પો.સ્ટે.વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી સ્વિફટ ડીઝાયર ગાડી સાથે એક ઈસમને પકડી પાડતી સરહદી રેન્જ-ભુજ ની ટીમ

Image
*માવસરી પો.સ્ટે.વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી સ્વિફટ ડીઝાયર ગાડી સાથે એક ઈસમને પકડી પાડતી  સરહદી રેન્જ-ભુજ ની ટીમ*                                                                 મે. પોલીસ મહાનીરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ ની સુચના અનુસંધાને તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ- ભુજના પોલીસ ઈન્સપેકટર શ્રી બી.એસ.સુથાર સાહેબના  માર્ગદર્શન મુજબ આજરોજ પો.સબ.ઇન્સ. પી.બી.ઝાલા તથા એ.એસ.આઇ.વિક્રમસિંહ ગાંડાજી તથા પો.કોન્સ નિકુંજકુમાર દશરથભાઇ  તથા આ.પો.કો.વિજયકુમાર જસવંતલાલ તથા આ.પો.કો. પ્રકાશચંન્દ્ર અમૃતલાલ આર.આર.સેલ બોર્ડર રેન્જ ભુજ નાઓ સાથે માવસરી  પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  *આ.પો.કો. પ્રકાશચંન્દ્ર અમૃતલાલ આર.આર.સેલ બોર્ડર રેન્જ ભુજ* નાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે બરડવી ગામ નજીક સીમ પાસે એક મારૂતી સુઝુકી કં૫નીની સ્વિફટ ડીઝ...

રાજકોટ જંકશન પ્લોટના રાજીવ આવાસ યોજના (કિટીપરા)ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયું.

Image
રાજકોટ શહેરના જંકશન પ્લોટના રાજીવ આવાસ યોજનાના  આશરે ૩૦૪ આવાસને કવોરંટાઇન કરાયાં અને ૨૫૦૦ લોકોને હોમ કવોરંટાઇન કરાયા ૪૦ પોલીસકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક બજાવશે ફરજ ૪ ફિક્સ પોઇન્ટ થી વિસ્તાર પર રખાશે બાઝ નજર જરૂર પડ્યે ડ્રોન કેમેરા અને ધાબા પોઇન્ટની મદદથી રખાશે નજર અને પતરાં મારીને વિસ્તારને કરાયું સીલ નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાએ કીટીપરાની મુલાકાત લઈ કરી સમીક્ષા. તંત્રી:સલીમ બાવાણી,મો.9376404040

રાજકોટ શહેર-જીલ્લામાં કોરોના વાયરસનો કહેર યથાવત: માધાપર ગામમાં પ્રથમ કેસ નોંધાયો.

Image
રાજકોટ, રાજકોટ મોરબી રોડ વિસ્તારમાં આવેલ ગોલ્ડન પોર્ટીકો એપાર્ટમેન્ટમાં રહેતા 24 વર્ષીય યુવાનને કોરોના સંક્રમિત જ્યારે રાજકોટ શહેર અને જીલ્લાનાં કુલ 114 દર્દીઓ થયા.અને રાજકોટ શહેરની ભાગોળે માધાપર ગામ  વિસ્તારમાં મોરબી રોડ પર આવેલ ગોલ્ડન  પોર્ટીકો એપાર્ટમેન્ટમાં રહેતા  સવન વાઘેલા (ઉ.વ-24) ને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે.પોઝિટિવ આવનાર દર્દી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તંત્ર દ્વારા 38 ફ્લેટના રહેવાસીઓ ને કવોરન્ટેન કરવામાં આવ્યા છે. આજે રાજકોટ ગ્રામ્ય માં આ એક કેસ નોંધાતા શહેરા ને જિલ્લાનો કુલ આંકડો 114 થયા છે. તંત્રી:સલીમ બાવાણી,મો.9376404040

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ના શાપર વેરાવળ ના ઢોલરા ગામની માંથી વિદેશી દારૂની ૧૫૭ પેટી સાથે બે શખ્સો ઝડપાયા.

Image
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ના શાપર વેરાવળ ના ઢોલરા ગામની સિમ માંથી વિદેશી દારૂની ૧૫૭ પેટી સાથે બે શખ્સો ઝડપાયા. રાજકોટ, કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન શાપર વેરાવળ પી.એસ.આઇ. એન.વી.હરિયાણી ની બાતમી ના આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૧૮૯૧ બોટલ તથા મોબાઈલ ૨ કી.રૂ.૫૫૦૦ કુલ મળીને ૬.૬૬.૩૦૦ નો.મુદ્દામાલ. જપ્ત કર્યો.રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મિણા ની સૂચના અન્વયે ગોંડલ DYSP પી.એ.ઝાલા ની સૂચના મુજબ શાપર(વે) પો સ્ટે. PSI કે.એ.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પ્રોહી પ્રવૃતિઓ નેસ્ત નાબૂત કરવા શાપર(વે) પો.સ્ટે. PSI એન.વી.હરિયાણી . તથા પો.હેડ.કોન્સ રોહિતભાઈ બકોત્રા તથા પો.કોન્સ માવજી ડાંગર તથા પો.કોન્સ રવિરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ રવુભાઈ ગિડા તથા પો.કોન્સ વિપુલભાઈ ગોહિલ પો.કોન્સ રવિરાજસિંહ વાળા અમે બધા સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે લોકડાઉન ની અમલવારી તથા પ્રોહી ડ્રાઈવની કામરીગી સબબ.પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન PSI એન.વી. હરિયાણીને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે ઢોલરાગામ મા રહેતો હિમાંશુ પટેલ પોતાની વાડીએ ઇંગ્લિશ દારૂનો મોટા પ...

આજે વધુ 4 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામા આવી છે.

Image
કચ્છ કચ્છ કોરોના અપડેટ આજ તારીખ 31-5-2020 ના રોજ કચ્છ જિલ્લા મા કોરોના પોઝીતિવ કેસ નોંધાયેલ નથી* આજે વધુ 4 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામા આવી છે.* અત્યાર સુધી નોંધાયેલ કેસો : ૮૦* અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો : ૫૬* અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો : ૨+૧ (ગાયનેક કારણોસર) એક્ટીવ પોઝીટીવ કેસો : ૨૧ ક્રીટીકલ કેસ : ૧ અહેવાલ સીદીક મિયાજી કચ્છ તંત્રી:સલીમ બાવાણી

બંગાળ જતી ટ્રેનના રહી ગયેલ ભુજ અને અંજારના મુસાફરોને અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીએ તંત્રના સહયોગથી ગાધીધામ રેલવે સ્ટેશને ટ્રેન સુધી પહોચાડ્યા

Image
તા.30/05/2020 કરછમા વિવિધ રોજગાર અર્થે કરછને પોતીકુ બનાવી રોજીરોટી રળનાર બંગાળના વતનીઓમાથી  લોકડાઉનમા માદરે વતન બંગાળ જવા ઈરછતા બંગાળી ભાઇઓ માટે સરકારશ્રી  દ્વારા ભુજ અને ગાધીધામ રેલવે સ્ટેશનેથી ટ્રેન મુકવામાં આવી હતી...જે ટ્રેનમા જવા ઈરછતા ભુજ અને અંજારના રહી ગયેલા બંગાળીભાઇઓને સમયસર ગાધીધામ રેલવે સ્ટેશન પહોચાડવાના હોઈ *અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ હાજી ઈબ્રાહીમ હાલેપોત્રાએ  એસ.ડી.એમ. ભુજ અને એસ.ડી.એમ. અંજાર તથા અંજાર મામલતદાર શ્રીના* સહયોગથી રહી ગયેલા મુસાફરોને ગાધીધામ રેલવે સ્ટેશને બંગાળની ટ્રેન સુધી પહોચાડી ઉપરોકત રહી ગયેલા મુસાફરોને પોતાના વતન પહોચાડવામા મદદરૂપ થયેલ હતા આ કામગીરીમા *અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના  પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રા સાથે સમિતીના જિલ્લા ઉપપ્રમુખ સૈયદ રફીકશા બાપુ,જિલ્લા મહામંત્રી હાજી સુલતાનભાઇ સોઢા,અંજારના સમિતીના સૈયદ અનવરશા બાપુ (અનુ બાપુ), તથા યુવા પાખના હનીફભાઇ જત, તાલીબહુસેન બાપુ વિગેરે જોડાયા હતા* અહેવાલ સીદીક નિયાજી કચ્છ તંત્રી:આલીમ બાવાણી.મો93...

આજરોજ ભુજ ખાતેથી 1650 મુસાફરો લઇને ભુજ-મિદનાપુર શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પશ્ચિમ બંગાળના મિદનાપુર ખાતે રવાના કરવામાં આવી હતી.

Image
જિલ્લા વહીવટી તંત્ર, રેલવે અને પોલીસ તેમજ ભુજ સ્વામીનારાયણ મંદિર, તેરા તુજકો અર્પણ સંસ્થા અને સરકાર દ્વારા વિવિધ સહકાર આપવામાં આવ્યો હતો* *ભુજ રેલ્વે સ્ટેશન ખાતે સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખી સૌપ્રથમ તમામ શ્રમિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ રેલ્વે અધિકારીઓએ તાળીઓ પાડી તમામ શ્રમિકોનું અભિવાદન કર્યું હતું, *ત્યારે વતન પહોંચવાની ખુશીની લાગણી સાથે પરપ્રાંતિય શ્રમિકોના ચહેરા ઉપર સ્મિત રેલાતું જોવા મળ્યું હતું તંત્રી:સલીમ બાવાણી.મો9376404040

૩૧મી મેં ૨૦૨૦ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવી

Image
૩૧મી મેં ૨૦૨૦ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવી  સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૩૧ મી મે, ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. જે માટે WHO દ્વારા દર વર્ષે થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે ઉજવવામાં આવનાર ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ ની થીમ “Protecting Youth from Industry Manipulation and Preventing them from Tobacco & Nicotine use”  છે.જેનો અર્થ એ છે કે “યુવાનોને તમાકુ ઉદ્યોગોની ચાલાકીથી તેમજ તમાકુ અને નિકોટીનના ઉપયોગથી બચાવવા”. ચાલુ વર્ષે COVID-19 વૈશ્વિક મહામારીના કારણે ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ ની ઉજવણી નિમિતે મીટીંગ, વર્કશોપ, રેલી વગેરેનું આયોજન કરવું શક્ય નથી.જેથી આ વર્ષેની ઉજવણી સોશ્યલ મીડિયા મારફતે કરવામાં આવેલ છે.જેમાં જીલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તા,જીલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણસિંહ સાંદુ તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.એસ.કનોરીયા અને ઈ.એમ.ઓ.શ્રી ડૉ.આર.આર.ચૌહાણના માર્ગદર્શન નીચે તમામ સોશ્યલ મીડિયાના ઉપયોગ થકી માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે.જેમાં ફેસબુક,ટેલીગ્રામ,ટ્વીટર,વોટ્સઅપ વગેરે માધ...

રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં સસ્તા અનાજના દુકાનદારનું કૌભાંડ ઝડપાયું હતું.

Image
રાજકોટ, રાજ્યમાં કોરોનાની મહામારી અને લોકડાઉનના કારણે મોટા ભાગના ધંધા ઉદ્યોગો બંધ હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. ત્યારે લોકોને ખાવા માટે પણ ફાંફા હતા.ત્યારે રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન પર બીપીએલ અને એ.પી.એલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.પરંતુ તેનો ગેરલાભ  સસ્તા અનાજની દુકાનદારો ઉઠાવી રહ્યા છે.અને અનાજ બારોબાર વેચી ને કાળીબજાર કરી રહ્યા છે.તેવામાં  આજે રાજકોટ શહેરના બજરંગવાડીમાં સસ્તા અનાજના દુકાનદારનું કૌભાંડ ઝડપાયું છે. દુકાનદારે ૧ હજારથી વધુ કાર્ડધારકોના માલને બારોબાર વેંચ્યો. રાજકોટના જામનગર રોડ પર બજરંગવાડી-૨ માં આવેલી બી.ડી.જોશી સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરતા છેલ્લા બે મહિનામાં ૧૦૦૨ કાર્ડધારકોને રેશનિંગનો જથ્થો આપ્યો ન હોવા છતાં બિલ બનાવી નાખી ચોપડે ચડાવ્યાની હકીકત બહાર આવતા અને ઓનલાઇન સ્ટોકપત્રક તથા હાજર જથ્થામાં તફાવત મળી આવતા રૂ.૬૮ હજારનો માલ સીઝ કર્યો હતો. D.S.O. એ તાત્કાલિક અસરથી બી.ડી.જોશી સસ્તા અનાજની દુકાનનું લાઈસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યું છે. તંત્રી:સલીમ બાવાણી મો.9376...

પત્રકાર એકતા સંગઠન ની તાપી ટીમ દ્વારા નિઝરના ધારાસભ્ય શ્રી સુનિલભાઈ ગામીતને રૂબરૂ મળી પત્રકારોની સમસ્યા અંગે રજૂઆત કરી

Image
પત્રકાર એકતા સંગઠન ના કાર્યક્રમ મુજબ ધારાસભ્યો અને સાંસદો ને પત્રકારોના પ્રશ્નો રજૂ કરતું આવેદન પત્ર તાપી જિલ્લા ની ટીમ નિઝર ના ધારાસભ્ય શ્રી..સુનિલભાઈ ગામીત ને રૂબરૂ મળી રજૂ કરી ચર્ચા કરી..      ફેબ્રુઆરી મા મુખ્ય મંત્રી શ્રી ને એક પત્ર ના માધ્યમથી એક ડઝન માગણી કે પ્રશ્નો રજૂ કર્યા હતા..તેનો યાદી પત્ર તેમજ ધારાસભ્ય ને લખેલ પત્ર એનાયત કરી..પ્રશ્નો ની ચર્ચા કરતા..ધારાસભ્ય શ્રી એ સરકાર મા લેખિત રજૂઆત કરવા તેમજ વિધાનસભા સુધી રજૂ કરવા ખાતરી આપી હતી...      તાપી પત્રકાર એકતા સંગઠન ના ઝોન -૪ ના પ્રભારી શ્રી એસ.વાય. ભદોરિયા ની સૂચના થી તાપી જિલ્લા પ્રમુખ શ્રી વિશ્વાસ ભાઈ દેસ્લે અને સાથે સોનગઢ તાલુકાના પ્રમુખ શ્રી બિંદેશ્વરી શાહ જોડાયા હતા....લાભુભાઈ કાત્રોડીયા.. ,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,, રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ મો 99 78 15 35 74 તંત્રી:સલીમ બાવાણી મો. 93 76 40 40 40

ગુજરાતના સીએમ વિજયભાઇ રૂપાણીએ ગુજરાત નિ જનતાને આપિ મોટી છૂટછાટ જાણો કેવી કેવી છૂટછાટ આપવામાં આવી

Image
-: મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય માટે જાહેર કરેલી અનલોક-૧ની ગાઇડ લાઇન્સ :- રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ-રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને આધિન છૂટછાટો આપવાનો અપનાવ્યો આગવો વ્યૂહ ..... તા.૧લી જૂન-૨૦૨૦થી ગાઇડલાઇન્સનો રાજ્યમાં અમલ કરાશે ..... :: અનલોક-૧ની ગાઇડ લાઇન્સની મહત્વપૂર્ણ જાહેરાતો :: • કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. • કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.  • સમગ્ર રાજ્યમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે. • રિજયોનલને બદલે સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો ૬૦ ટકા સિટિંગ કેપિસિટી સાથે ચાલશે • સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ • સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ • મોટરસાઈકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યક્તિને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત  • મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ ...

પાલનપુર બી એસ એન એલ ના કર્મચારીઓ વિદાય સન્માન સમારોહ યોજાયો

Image
પાલનપુર બી એસ એન એલ ના કર્મચારીઓ વિદાય સન્માન સમારોહ યોજાયો  પાલનપુર તાલુકાના ભાગલ પી ના રમણભાઈ ડી નાયક આજે વય મર્યાદામાં પુર્ણ થતા આજે પાલનપુર બી એસ એન એલ ઓફીસ ખાતે આજે વિદ્યવત રીતે નિવૃત્ત થયા હતા આજે કચેરી ખાતે તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં ફુલહાર અને મેમોટો અને સાલ અને શ્રીફળ સાકર આપી જી ડી સોલંકી(જેટીઓ)  આજેના દિવસે સન્માન કરી તેઓ  વિદાય આપી હતી જેઓ પોતાની નોકરી શરૂવાત 1/1/2002 માં અમીરગઠ ટેલિફોન એકચન ખાતે નોકરી શરૂવાત કરી હતી જેઓ ને 1/9/2014 ખાતે અમીરગઠબદલી થઈ પાલનપુર કચરી ખાતે ફરજ ઉપર હાજર થયા હતા  નોકરી પૂર્ણ થઈ ત્યાર સુધી પાલનપુર ખાતે પોતાની ફરજ અદા કરી હતી આજે તેઓ વરયમર્યાદ પૂર્ણ થતાં આજે બી એસ એન એલ ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો હતો તેઓ પરિવાર અને અને કર્મચારીઓ દ્વારા પુષ્પગૂંચ આપી સન્માન કર્યું હતું હાલમાં ચાલતી કોરોના વાઇરસ ની મહામારી ધ્યાનમાં રાખી તમામ કર્મચારીઓ અને પરિવાર ડિસ્ટર અને માશ અને સેટેટાઇઝ ની વિષય પણ જગુતિઓ સંદેશો પાઠવ્યો હતો આ બાબત ની કાળજી રાખી ને આજે વિદાય આપવામાં આવી તેઓને પોતાની ઓફીસ ગાડી માં બેસાડી પો...

શંખેશ્વર માં ટેકા ના ભાવે ચણા ની ખરીદી નું સેન્ટર ચાલુ થતાં શંખેશ્વર તાલુકા ના ખેડૂતો માટે ખુશી ના સમાચાર

Image
*શંખેશ્વર માં ટેકા ના ભાવે ચણા ની ખરીદી નું સેન્ટર ચાલુ થતાં શંખેશ્વર તાલુકા ના ખેડૂતો માટે ખુશી ના સમાચાર*   *શંખેશ્વર માં કાર્યરત વઢિયાર કિશાન પ્રોડ્યુસર કંપની ને ટેકા ના ભાવે ચણા ખરીદી ની જવાબદારી સોંપવામાં આવેલ.*  હાલ માં સરકાર શ્રી દ્વારા ટેકા ના ભાવે ચણા ની ખરીદી કરવા મારકેટિંગ યાર્ડ માં ખરીદી કેન્દ્રો ચાલુ કરેલ જેમાં પાટણ જિલ્લા માં પણ ઘણા સેન્ટર ચાલુ કરેલ જેમાં હારીજ અને સમી માં પણ ચણા ની ખરીદી માટે સેન્ટરો ચાલુ કરેલ પરંતુ શંખેશ્વર તાલુકા ના દૂર ના ગામો ના ખેડૂતો ને આ સેન્ટર માં ચણા વેચાણ કરવા જવા માટે વધુ સમય અને વધુ ખર્ચ કરવો પડતો અને ત્યાં વધુ ગામો ના વધુ ખેડૂતો હોવાના કારણે તેમનો વારો પણ ખુબજ મોડો આવતો ચણા વેચવા માટે આવતા રોજ ખેડૂતો ની સંખ્યા અને વરસાદ નો સમય ગાળો જોતા રજીસ્ટ્રેશન થયેલા બધા ખેડૂતો નો વારો નહિ આવે એવી ચિંતાઓ વચ્ચે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે ઓનલાઈન રજિસ્ટર થયેલા ખેડૂતો ના માત્ર 25% ચણા ખરીદી કરવામાં આવશે અને પછી આ સેન્ટર બંધ કરી દેવાશે ત્યારે શંખેશ્વર તાલુકા ના ખેડૂતો ની ચિંતા માં વધારો થયેલ જેના નિરા...

કચ્છ મા વિમાની સેવા શરૂ થતાં પ્રવાસીઓ પણ વિમાન ની મુસાફરી તરફ વળતા થયા.

Image
કચ્છ મા વિમાની સેવા શરૂ થતાં પ્રવાસીઓ પણ વિમાન ની મુસાફરી તરફ વળતા થયા. ત્રણ દિવસ પછી ભુજ મા ફ્લાઇટ આવી લોકલ વિમાની સેવાને મળેલી છૂટ છાટ  પછી કચ્છ ભુજમાં માત્ર એક જ દિવસ મુંબઇથી ફ્લાઇટ આવ્યા બાદ સતત ત્રણ દિવસ સુધી પેન્સેન્જર ન મળવાથી બંધ રહી હતી. શુક્રવારે સવારે મુંબઇથી ભુજ આવી પહોંચેલી ફ્લાઇટમાં મુંબઇથી 25 યાત્રીઓ આવ્યા હતા તો 23 લોકોએ મુંબઇ ભણી પ્રસ્થાન કર્યું હતું. ત્રણ દિવસ બાદ પ્રવાસીઓમાં વધારો થતાં શુક્રવારે મુંબઇથી ભુજ ફ્લાઇટ આવી પહોંચી હતી જેમાં મુંબઇથી 25 યાત્રી ભુજ આવ્યા હતા તો વળી 23 લોકો પરત મુંબઇ ગયા હતા.  ભુજ એરપોર્ટ પર તમામ યાત્રીઓનું થર્મલ ગનથી સ્ક્રીનિંગ કરાયું હતું. વધુમાં તમામ લોકોની મેડિકલ તપાસણી પણ કરવામાં આવી હતી. અહેવાલ સિધિક મિયાજી તંત્રી: સલીમ બાવાણી

ગઢડા- ઢસા ના ૪૦ પરપ્રાંતિય કામદારો ને વતન મોકલાયા

Image
બસ દ્વારા તમામને  બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે પહોચાડવામાં આવ્યાં  તમામ પં.બંગાળ  જવા રવાના_  ગુજરાત રાજ્યના રોજી-રોટી મેળવવા પરપ્રાંતિય કામદારો મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય માં આવેલા હતા અને ગુજરાત માં ઉદ્યોગ વેપાર ધંધાઓ માં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ લોકડાઉન ના કારણે ધંધા રોજગાર ની સ્થિતિ બગાડતાં પરપ્રાંતિય કામદારો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.જેના કારણે પરપ્રાંતિય કામદારો એ પોતાના વતન તરફ નીકળી ગયાં હતાં ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવા પરિવારો ને પોતાના વતન પરત જવા માટે સ્પેશ્યલ ટ્રેન તથા બસો ની વ્યવસ્થા કરવામાં આવી હતી.  ગઢડા તાલુકાના ઢસા આજુબાજુ વસ્તા પરપ્રાંતિય કામદારો ને પોતાના વતન પરત જવા માટે ઓનલાઈન અરજી કરી હતી જેમાં  બોટાદ જીલ્લા તંત્ર ના સહયોગથી  ગઢડા તાલુકાના અધિકારીઓ ટીડીઓ નાકીયા સાહેબ ઢસા જંકશન સરપંચ ભરતભાઇ કટારીયા  તેમજ સોશિયલ ડિસ્ટન્સ જણાવાઇ રહે તેમજ તમામ પરપ્રાંતિય કામદારો નુ મેડીકલ ચેકપ  સ્કીનંગ કરાવી બસ દ્વારા રેલ્વે સ્ટેશને પહોચાડવાની  વ્યવસ્થા કરવામાં આવી હતી... તંત્રી સલીમ બાવાણી મ...

રાજકોટ શહેર કિસાન સંઘ દ્વારા ચણાના ટેકાના ભાવની ખરીદીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે.અને રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. For

Image
રાજકોટ શહેર કિસાન સંઘ દ્વારા ચણાના ટેકાના ભાવની ખરીદીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે.અને રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર  આપવામાં આવ્યું છે. રાજકોટ, રાજકોટ શહેરમાં ચણાની ટેકાના ભાવે ખરીદીને લઇને કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે સરકાર પહેલા ખેડૂતો પાસેથી ચણાની ટેકાની ૧૨૫ મણ ખરીદી કરતી હતી. અને જ્યારે હવે ૧.૫ એક્ટર નીચેના ખેડૂતો માટે માત્ર અઢાર મણ અને ૧.૫ હેક્ટરથી ઉપરના ખેડૂતો માટે ૨૭ મણની જ ખરીદી કરીને સરકાર ખેડૂતો સાથે મજાક કરી રહી છે. અને ત્યારે કિસાન સંઘ દ્વારા  વિરોધ વિરોધ કરીને પુરી ખરીદી કરવા માંગ કરી છે. ત્યારે કિસાન સંઘે ચણાના ટેકાના ભાવની ખરીદીને લઈને વિરોધ કર્યો છે. અને આ સાથે  રાજકોટ શહેર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. તંત્રી:સલીમ બાવાણી મો.9376404040

કચ્છમાં ૪ થી ૫ જૂને વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી ખાનગી વેબસાઈટ Windy કરી

Image
*જોકે ભારતીય હવામાન વિભાગે આ ડિપ્રેશન  ઓમાન-યમન તરફ છે અને  ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે* *બીજી તરફ  ખાનગી વેબસાઈટ Windy દ્વારા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધે તેવો સંભવિત ચાર્ટ દર્શાવાયો છે* *વેબસાઈટની આગાહી પ્રમાણે આગામી 4 અને 5 જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડુ ફંટાય તેવી શકયતા છે* *કચ્છમાં વાવાઝોડું ત્રાટક્યા પછી રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે* *આની અસર તળે કચ્છમાં ૪ જૂન પછી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી Windy કરી છે*

રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા સ્વ સહાય જુથના આગેવાનો સાથે ડાયલ આઉટ દ્વારા યોજનાકીય માહિતી થકી આત્મનિર્ભર અંગેની સમજ ઉભી કરવામા આવી

Image
આત્મનિર્ભર વિષય સાથે રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા સ્વ સહાય જુથના આગેવાનો સાથે ડાયલ આઉટ દ્વારા મિટિંગ કરી.*  પાટણ જિલ્લાના રાધનપુર,સાંતલપુર,સમી અને શંખેશ્વરમા  રીલાયન્શ ફાઉન્ડેશન ઘણા સમયથી છેવાડા ગામ સુધી પહોંચી અવનવા માધ્યમોથી ગ્રામ વિકાસના કાર્યો કરવામા આવી રહ્યા છે. તાજેતરમા કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા પોતાના કાર્ય વિસ્તારના ગામો સાથે ડીઝીટલ માધ્યમ થી સંપર્કમા રહી સ્વ સહાય જુથના આગેવાનો સાથે જિલ્લા ગ્રામીણ વિકાસ એજંસી, દેના આર સે ટી પાટણ સાથે સંકલન કરી ડાયલ આઉટ દ્વારા કૌશલ્ય વિકાસ અંગેની તાલીમોની અને તાલીમબાદ શરૂ કરી શકાય તેવા અલગ અલગ ગ્રુહ ઉધોગોની માહિતીઆપવામા આવી.  આયોજિત ડાયલ આઉટમા જિલ્લા ગ્રામ વિકાસ એજ્ન્સી પાટણના જિલ્લા લાઇવલીહુડ મેનેજર શ્રી સંકેતભાઇ જોષી દ્વારા કોરોના -૧૯ અંગેની સાવચેતીની માહિતગાર કર્યા ત્યારબાદ સ્વ સહાય જુથ  પોતાની બચત,ફરતુ ભંડોળ અને લોન દ્વારા લઘુ ઉધોગ શરૂ કરી આત્મનિર્ભર બહેનો કઇ રીતે બની શકે તેની ખુબ જ વિગતેથી વાત કરી હતી. સંકેતભાઇએ એ પણ વાત કરી હતી કે જો કોઇ સ્વ સહાય જુથ સેનેટરી પેડ બનાવવા ...

પત્રકાર એકતા સંગઠનમાં પત્રકારોના હિતમાં હર હંમેશા આગળ દોડનારા ઝોન-૩ પ્રભારી અને ભરૂચ જિલ્લા પ્રમુખ દ્વારા ધારાસભ્ય છોટુભાઇ વસાવાની લીધેલી મુલાકાત

Image
પત્રકાર એકતા સંગઠન ઝોન -૩ ના પ્રભારી અને ભરૂચ જિલ્લા ના પ્રમુખ ની ટીમ ધારાસભ્ય શ્રી છોટુભાઈ વસાવા ને રૂબરૂ મળી પત્રકાર એકતા સંગઠન નો પત્ર આવેદન સ્વરૂપે આપ્યો જેમાં પત્રકાર એકતા સંગઠન દ્વારા ફેબ્રુઆરી માસ મા એક પત્ર થી મુખ્ય મંત્રી શ્રી ને પત્રકારો ના નાના મોટા પ્રશ્નો ની લેખિત રજૂઆત કરવામાં આવી હતી..એ પત્ર પણ આપી...પત્રકારોના પ્રશ્નો વાચી વિચારી સત્ય ને સહકાર આપવા..તેમજ વર્ષો થી ગુજરાત ના પત્રકારો અન્યાય નો સામનો કરી રહ્યા છે..       પત્રકારો ની માગણી વાચી મુખ્ય મંત્રી શ્રી ને લેખિત પત્ર થી રજૂઆત કરી...પત્રકારો ના પ્રશ્નો વર્ષો થી પેન્ડિંગ હોય તેનો નિકાલ વહેલી તકે કરવા ભલામણ કરવા વિનંતી કરી છે... - લાભુભાઈ કાત્રોડીયા.. ,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,, *રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ &મો 99 78 15 35 74 * *તંત્રી:સલીમ બાવાણી* *મો. 93 76 40 40 40

પત્રકાર એકતા સંગઠન ઝોન ૩ ના પ્રભારી અને ભરૂચ જિલ્લા પ્રમુખ દ્વારા જંબુસરના ધારાસભ્ય શ્રી સંજયસિંહ સોલંકીની મુલાકાત કરી પત્રકારની સમસ્યાઓ જણાવેલ

Image
પત્રકારોના હિત અંગે પત્રકાર એકતા  સંગઠન હર હંમેશા તત્પર રહે છે આજે ભરૂચ જિલ્લા ના જંબુસર નાં ધારાસભ્ય શ્રી સંજયસિંહ સોલંકી ને પત્રકાર એકતા સંગઠન ઝોન -૩ ની ટીમ ના પ્રભારી,ભરૂચ જિલ્લા ના પ્રમુખ, ઉપ પ્રમુખ,તાલુકા પ્રમુખ સહિત પત્રકારો એ રૂબરૂ મુલાકાત લઈ પત્રકારો ના વર્ષો જૂના પ્રશ્નો...માગણીઓ કે જે ફેબ્રુઆરી મા મુખ્ય મંત્રી શ્રી ને લેખિત રજૂઆત કરી એક ડઝન માગણીઓ રજૂ કરી છે..        આવેદન સ્વરૂપે પત્ર આપી તેની સાથે અગાઉ રજૂ કરેલ માગણી નો પત્ર પણ આપી..પત્રકારો ની સમસ્યાઓ ની ચર્ચા રૂબરૂ કરતા...ધારાસભ્ય શ્રી દ્વારા સારો પ્રતિભાવ મળ્યો હતો..સને પત્રકાર એકતા સંગઠન ની માગણીઓ વિધાનસભા સુધી લઈ જવા ખાતરી આપી હતી.... - લાભુભાઈ કાત્રોડીયા.. *,,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,* *રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ* &મો 99 78 15 35 74 * *તંત્રી:સલીમ બાવાણી* *મો. 93 76 40 40 40

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત ભાઇ પટેલને પત્રકાર એકતા સંગઠનના ઝોન ૩ ના પ્રભારી અને પ્રમુખ દ્વારા મુલાકાત કરેલ

Image
પત્રકાર એકતા સંગઠન હરહંમેશા પત્રકારોની ચિંતા કરતું સંગઠન છે કોરો નાની મહામારી વચ્ચે પણ પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોની ચિંતા કરવામાં આવેલ અને પત્રકાર એકતા  સંગઠનના હોદ્દેદારો આવી મહામારી વચ્ચે પણ ધારાસભ્યોને રૂબરૂ મળી અને નાના મોટા પત્રકારોનો ભેદભાવ મૂકી તમામ પત્રકારો અંગે રજુઆત કરવામાં આવેલ આ અંગે હરહંમેશા સંગઠનમાં ઉત્સાહભેર કામ કરતાં ઝોન પ્રભારી ધર્મેશ મિસ્ત્રી તેમજ  ભરૂચ પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ દ્વારા ધારાસભ્યની મુલાકાત લઇ  પત્રકાર એકતા સંગઠન ઝોન -૩ ની ટીમ ના પ્રભારી શ્રી ધર્મેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા ના પ્રમુખ અતુલ મુલાની ની ટીમ પત્રકાર એકતા સંગઠન નો પત્ર લઇ ભરૂચ ના ધારાસભ્ય શ્રી દુષ્યન્તભાઇ પટેલ ને રૂબરૂ મળી પત્ર રૂપી આવેદન અને ફેબ્રુઆરી મા મુખ્ય મંત્રી શ્રી ને લખાયેલ પત્ર કે જેમાં પત્રકારો ની વર્ષો જૂની એક ડઝન જેટલી નાની મોટી માગણીઓ રજૂ કરવામાં આવી છે...તે પત્ર પણ સોંપ્યો અને પત્રકારો ની સમસ્યાઓ રૂબરૂ રજૂ કરી ચર્ચા કરી...     ધારાસભ્ય શ્રી પત્રકારોના પ્રશ્નો અંગે મુખ્ય મંત્રી શ્રી ને ભલામણ કરી પ્રશ્નો નાં ઉકેલ ની ભલામણ કરે તેવી રજૂઆત કરવ...

વાગરાના ધારાસભ્યોને મળવા પત્રકાર એકતા સંગઠન ઝોન-૩ના પ્રભારી અને ભરૂચ જિલ્લા પ્રમુખ પત્રકારોની સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચ્યા

Image
પત્રકાર એકતા સંગઠન ઝોન -૩ ના પ્રભારી અને ભરૂચ જિલ્લા ના પ્રમુખ ની ટીમ પહોંચી વાગરા ના ધારાસભ્ય ને મળવા...      પત્રકારો ના એક ડઝન પ્રશ્નો વર્ષો થી અણ ઉકેલ છે..જેનો એક પત્ર ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ને ફેબ્રુઆરી માસ મા લખ્યો હતો...આજ સુધી નથી કોઈ ચર્ચા કે નથી કોઈ ઉકેલ...       સમગ્ર ગુજરાત મા આવેદન પાત્રો કલેકટર, ડે કલેકટર અને મામલતદાર દ્વારા અપાયા બાદ..દરેક ઝોન અને જિલ્લા પ્રમુખો ને સોંપાયેલ જવાબદારી મુજબ ભરૂચ જિલ્લા ના વાગરા ના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા ને રૂબરૂ મળી...પત્ર રૂપી આવેદન તેમજ અગાઉ મુખ્યમંત્રી ને લખાયેલ પત્ર ની નકલ આપી...પ્રશ્નો ની ચર્ચા કરી...પત્રકારો ના પ્રશ્નો ઉકેલવા મુખ્ય મંત્રી શ્રી ને ભલામણ કરવા વિનંતી કરી હતી...ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે... - લાભુભાઈ કાત્રોડીયા.. ,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,, રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ મો 99 78 15 35 74 તંત્રી:સલીમ બાવાણી મો. 93 76 40 40 40

(આલમ નો અવાજ) પાલીતાણામા એક માસ પહેલા યુવતીએ આત્મહત્યા કરી હતી જે આત્મહત્યામાં આવ્યો નવો વળાંક

Image
આ કામના ફરિયાદીની દિકરી......ને આરોપી અવાર નવાર બિભત્સ માંગણી કરી તેમજ વારંવાર ફોન તથા મેસેજ કરી .....ની માગણી કરી સતત માનસિંક ત્રાસ આપતા ....થી સહન નહી થતા મરવા મજબુર કરી તેના સતત માનસિંક ત્રાસથી ....ગત તા . ૧/૪/૨૦ ના વહેલી સવારના કલાક ૬/૩૦ દરમ્યાન પોતાને ઘરે બાથરૂમમાં જાતેથી પેટ્રોલ છાંટી સળગી જઈ મરણ જઇ ગુન્હો કર્યા બાબત Complaint ( ફરિયાદ ) તા -૨૮ / ૦૫ / ૨૦૨૦ મારુ નામ  રૂબરૂમા પુછવાથી જાહેર કરી મારી ફરિયાદ હકિક્ત લખાવુ છુ કે ઉપર લખાવેલ સરનામે મારા કુટુંબ પરિવાર સાથે રહુ છુ અને  નોકરી કરૂ છુ  તારીખ ૩૧/૦3/૨૦૨૦ ના  દિવસે વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ મારી દીકરી નો ફોન આવેલ રડતી  બોલેલ કે પપ્પા જલદી ઘરે આવો એટલે હું તાત્કાલિક અમારા ઘરે ગયેલ ત્યારે મારી દીકરી ... અમારા બાથરૂમમાં દાઝી ગયેલ હાલતમાં પડેલ હતા અને અમારા ઘરે મારા પત્ની મારો દીકરો તથા મારી ભાઇ  એ રીતેના હાજર હતા એટલે તુરત જ મારા દિકરા અે ૧૦૮ ને ફોન કરી ને બોલાવેલ અને ૧૦૮ આવતા તેમાં સુવડાવીને હુ તથા મારા પત્ની વિગેરે પાલીતાણા માનસિહજી હોસ્પિટલે લઇ ગયેલ અને ડો સાહેબે મરણ ગયેલાનું જણાવે...

કચ્છમુંદરાના પાવડીયારા ભદ્રેશ્વર ખાતે 17 વર્ષીય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ગામ મા પોલીસ પ્રશાસન

Image
કચ્છ મુંદરાના પાવડીયારા ભદ્રેશ્વર ખાતે 17 વર્ષીય યુવાનનો કોરોના રીપોર્ટ  પોઝીટીવ આવતા ગામ મા પોલીસ પ્રશાસન ગોઠવી દેવામા આવ્યો છે પાવડીયારા ગામ મા પોઝીટીવ કેસ નોંધાતા તે રહેણાંક વિસ્તાર ને પણ સીલ કરી દેવામા આવ્યો છે. તંત્ર દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામા આવી હતી. તંત્રી સલીમભાઈ બાવાણી

મહુવાના સમાજસેવી અલ્તાફભાઈ પે દ્વારા હોમગાર્ડ ઓફિસર જવાનો તેમજ સમાજ સેવી લોકોનું સન્માન કરી એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ

Image
પૂરા વિશ્વની સાથે ભારત દેશમાં કોરોનાની મહામારીઅે પગપેસારો કરતાં દેશના વડાપ્રધાન દ્વારા લોકડાઉન  જાહેર કરવામાં આવેલ આ જાહેર કરેલા લોક ડાઉનમાં અનેક જાતની સેવાકીય પ્રવૃત્તિ જોવા મળેલ જેમાં ભાવનગર નજીકના મહુવા શહેરમાં પોલીસ હોમગાર્ડ જી આરડી જવાનો જે દિવસ રાત પોતાની સ્વાસ્થની પરવા કર્યા વગર કારોના સામેની લડાઇમાં પ્રજાની વચ્ચે ઢાલ બનીને ઉભા રહેછે અને કારોના વોરિયર તરીકેની જેને ઉપમા આપવામાં આવી છે તે લોકોનું શું ? આ વિચાર મહુવાના સેવાભાવી લોકોના મગજમાં આવતા આ તમામ લોકોએ ડ્યૂટીમાં તહેનાત જવાનોને દિવસે અને રાત્રે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ અને આખા મહુવામાં જે કોઇ જગ્યાએ જવાની તેનાતિ હોય તે જગ્યાએ જઈ આ યુવાનો દ્વારા પોલીસ જવાન હોમગાર્ડ જવાન તેમજ જીઆરડી જવાનોને ચા નાસ્તો અને ઠંડા પાણી પહોંચાડવામાં આવેલ આ ઉમદા કામગીરીને લઇ મહુવાના લોકોએ પણ આ સેવાભાવી લોકોને મદદમાં સાથે હોવાનો સુર પુરાવામા આવેલ પરંતુ આ સેવાભાવી યુવાનોએ કોઈની રાતીપાઇ પણ નહીં લેવાનું નક્કી કર્યું હોય તેમ પોતાના પાસે રહેલા પૈસાનો જ ઉપયોગ કરી અને જવાનોને ચા નાસ્તાનો બંદોબસ્ત કર...