પ્રભારી મંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

પાટણ જિલ્લાના તાલુકાઓ અને નગરપાલિકાઓના વિવિધ વિકાસ કાર્યોને અપાઇ મંજૂરી

પાટણ જિલ્લા આયોજન મંડળની બેઠક તા.૨૨ જૂન, ર૦૨૦ના રોજ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને ગાંધી સ્મૃતિ હોલ, પાટણ ખાતે આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, પાટણના ધારાસભ્યશ્રી ર્ડા.કિરીટભાઇ પટેલ, સિધ્ધપુરના ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્યશ્રી રઘુભાઇ દેસાઇ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ અને નિરીક્ષક શ્રીમતી ગીતાબેન ગોઠી, ઉપસચિવશ્રી(આયોજન) ઉપસ્થિત રહ્યા હતા. 
વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વર્ષ ર૦૨૦-૨૧ના કામો મંજૂર કરવા માટે આ બેઠકમાં એજન્ડા પ્રમાણે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે રૂા.૯૨૩.૬૧ લાખના ૫૪૪ કામો અને શહેરી વિસ્તારના ૧૦૭.૫૦ લાખના ૧૯ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યોમાં જિલ્લાના સ્થાનિક સ્તરે વિકાસને ધ્યાને રાખી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, પેવર બ્લોક, પ્રાથમિક શિક્ષણ, પાણી પુરવઠા, ગ્રામ્ય વિજળીકરણ, ગંદા વસવાટ તેમજ વાતાવરણ લક્ષી સુધારણા અને ભૂમિ સંરક્ષણ જેવા કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી હતી. 
પાટણ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વાસણભાઇ આહિરે કોરોના મહામારી સમયે પાટણ જિલ્લા વહીવટી તંત્રએ ખડેપગે કરેલી કામગીરીને બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે તેઓએ મંજૂર થયેલા કાર્યો ઝડપથી પૂર્ણ થાય અને ગુણવત્તાયુક્ત થાય એ બાબત પર ભાર મૂક્યો હતો અને અધિકારીશ્રીઓને આ બાબત ધ્યાને રાખવા સૂચન કર્યું હતું. પાટણ જિલ્લા આયોજન મંડળની બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી શ્રીમતી જી.એન.દેસાઇએ કર્યું હતું. આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તથા ચીફ ઓફિસરશ્રીઓ અને જિલ્લાના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 
..........................

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..