સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ખેડા જિલ્લાની મીટીંગ શ્રી દંડીસ્વામી આશ્રમ ડાકોર મુકામે યોજાઇ
જેમાં આઈ સી સી આર ભારત સરકારના ડિરેક્ટર તથા એમ એસ યુનિવર્સિટી વડોદરાના સેનેટ સિન્ડીકેટ સભ્ય શ્રી જીગરભાઈ ઈનામદાર, ઝોન સંયોજક શ્રી મનોજભાઈ તથા જિલ્લા સંયોજક શ્રી પ્રણવ સાગરના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો ની કામગીરી ને સમીક્ષા તથા આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા માટે ખેડા જિલ્લા ની મીટીંગ યોજાઇ. સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો દ્વારા સરકારની વિવિધ યોજનાઓ ને ગામે ગામ સુધી લઈ જઈ લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે અને યોજનાઓ વિશે માહિતગાર કરવા માટે નો એક અભિયાન શરૂ કરવામાં આવ્યું ,જેના ભાગરૂપે આજની મીટીંગ લોકડાઉન ના સમયગાળા બાદ પ્રથમ વખત રાખવામાં આવી હતી. જેમાં શ્રી જીગરભાઈ ઇનામદાર અને પ્રણવ સાગર ના હસ્તે ડાકોર રણછોડરાયજી મંદિર માં ધજા ચડાવવામાં આવી અને રણછોડરાયજીના દર્શન બાદ પૂજ્ય શ્રી વિજય દાસજી મહારાજ શ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ મીટીંગ ની શરૂઆત કરવામાં આવી હતી. ખેડા જિલ્લામાં ૧૦૮૧ યુવા કેન્દ્રો ની સ્થાપના કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેમાં ૧૦,૦૦૦ કરતાં વધુ સંખ્યા વાળા ગામમાં પાંચ યુવા કેન્દ્રો, ૭૦૦૦થી ૧૦,૦૦૦ લક્ષ્યાંક વાળા વસ્તી વાળા ગામોમાં ચાર યુવા કેન્દ્રો, ૫૦૦૦ થી ૭૫૦૦ની વસ્તીવાળા ગામમાં ત્રણ યુવા કેન્દ્રો, ૩૦૦૦ થી ૫૦૦૦ ની વસ્તીવાળા ગામોમાં બે યુવા કેન્દ્રો અને ૨૫૦૦ થી ઓછી વસ્તીવાળા ગામો માં એક સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર બનાવવું અને એના દ્વારા સરકારની વિવિધ યોજનાઓ નો પ્રચાર કરવો, લોકોને યોજનાઓનો લાભ અપાવવો, સરકાર શ્રી જિલ્લા વહીવટીતંત્ર તથા સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ગામડે ગામડે લોકોને સહાય કરવી, એવા અનેક અભિયાન ની શરૂઆત અને એની ચર્ચા આજની જિલ્લા મિટિંગમાં કરવામાં આવી હતી. જેનું સંપૂર્ણ માર્ગદર્શન શ્રી જીગરભાઈ ઇનામદાર દ્વારા આપ્યું હતું.
Comments
Post a Comment