રતડીયા સરપંચ વિરુદ્ધ થયેલ અવિશ્વાસની દરખાસ્ત પસાર ન કરવા લોકજનશક્તિ પાર્ટીના ઉપપ્રમુખ સત્તાર માંજોઠીએ કરછ કલેકટર સહિતના તંત્રને આવેદન પત્ર આપ્યુ

સ્થાનિક પોલિસની ભૂમિકા તરફ અંગુલી નિર્દેષ કરી બોર્ડર રેન્જ આઇ.જી. સાહેબને પણ નકલ આપી..

તાજેતરમાં નખત્રાણા તાલુકાના રતડીયા ગામના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી જેનુ મુખ્ય કારણ  બંને જૂથો વચ્ચે ભાગબટાઇ મામલે ખટરાગ થયાનુ બહાર આવ્યુ છે.. આ બાબતે ઓડીયો ક્લપો પણ વાયરલ થઈ છે... જેમા કંપનીના પૈસા બાબતની રકઝક વિગેરે સંભળાય છે..
ગુજરાત લોકજનશક્તિ પાર્ટીના ઉપપ્રમુખ અને કરછ જિલ્લા સામાજિક આગેવાન સત્તારભાઇ માજોઠીએ રતાડીયા સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તની અમલવારી ન કરવા કરછ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્ર શ્રી માજોઠીએ જણાવ્યું છે કે કંપનીના કોન્ટ્રાક્ટરો,અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોને  લાલચ,ધાક ધમકી આપી કરાઇ છે જે કાયદાનુ ઉલંઘન છે.. વધુમા એમણે આવેદનપત્રમા જણાવ્યું છે કે રતાડીયા સરપંચ તરીકે તેઓ સારુ કામ કરી રહ્યા છે અને રતડીયા ગામ પંચાયતની હદમા અમુક ચોક્કસ કંપનીનુ  એન.ઓ.સી કે મંજૂરી લીધા વગર કરાતુ ગેરકાયદેસર રીતે વીજલાઇન નાખવાનુ કામ જાગૃત સરપંચ તરીકે અટકાવેલ હતુ જેને કારણે રાગદ્વેષ રાખી કંપનીઓ અને મળતીયાઓ દ્વારા યેનકેન પ્રકારે પરેશાન કરવામાં આવતા હતા જેની ઓડિયો ક્લિપ પણ છે આ બાબતે અગાઉ  પંચાયતના તમામ સભ્યો અને સરપંચ દ્વારા કરછ ડી.એસ.પી.ને રજૂઆત પણ થયેલ છે. જે રજૂઆત બાબતે સ્થાનિક નખત્રાણા પોલીસ વડા દ્વારા કોઈ કાર્યવાહી ન થવાના કારણે કંપનીઓ ફાવી જાય છે. અગાઉ પણ આવી રીતે કંપનીઓ દ્વારા સભ્યોને લોભ,પ્રલોભન આપીને એક સરપંચનો ભોગ.લઈ ચુકી છે... આખા પ્રકરણમાં અનેક ઓડિયો ક્લિપ એવી છે કે જેના પરથી સાબિત થાય છે કે કંપનીની મેલી મુરાદ બર ન આવવા દેનાર સરપંચ વિરુદ્ધના કાવતરામાં કંપનીના અધિકારીઓ, મળતીયાઓ અને ક્યાંક અમુક પોલીસ અધિકારીઓ  સામેલ જણાય છે. 
જેથી લોકજનશકિત પાર્ટીના ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ સત્તારભાઇ માજોઠીએ રતાડીયા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી ગામપંચાયતના સભ્યો, કપનીના અધિકારીઓ અને મળતીયાઓની અને નખત્રાણાના એક પોલીસ અધિકારીની કોલ ડીટેઈલ અને નેટ કોલ ડીટેઈલ કઢાવી ઝીણવટભરી તપાસ કર્યા પછી જ સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તનો નિર્ણય લેવામાં આવે અને હાલે થયેલ અવિશ્વાસની દરખાસ્તનુ અમલીકરણ ન કરી સરપંચનો ભોગ ન લેવા તકેદારી રાખવામા નહી.આવે તો નામદાર કોર્ટમાં જવાની ફરજ પડશે..

આ સમગ્ર મામલે પોલીસની ભૂમિકા બાબતે બોર્ડર રેન્જ આઇ.જી. સાહેબને પણ નકલ અપાઇ છે..

આજના આવેદનપત્ર આપવાના કાર્યક્રમમા સોશિયલ ડીસ્ટન્સના પાલન સાથે  લોકજનશક્તિ પાર્ટી ગુજરાતના ઉપપ્રમુખ સત્તાર માજોઠી, હોદ્દેદારો સોનલ રાજેશ જોષી,મીત રાજેશ જોષી તથા રતડીયા સરપંચ હલીમાબેન જોડાયા હતા

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..