શિહોરી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો તથા બીયરટીન નંગ-૨૭૫૭ કિ.રૂ.૩,૯૦,૯૯૦/- તથા મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી નંબર GJ -16- BB- 3184 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૮,૯૦,૯૯૦ /- નો ગે.કા મુદામાલ નો ગણનાપાત્ર કેસ ઝડપી પાડતી શિહોરી પોલીસ
*શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા,પાલનપુર નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એચ.ચૌધરી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.કે.એસ.ચૌધરી સાહેબ* નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી/જુગારની બદીને નેસ્તનાબુદ કરવાની સુચનાઓ આધારે *એસ.વી.આહીર પો.સબ.ઇન્સ શિહોરી પો.સ્ટે.નાઓ તથા અ.હેડ.કોન્સ વદનાજી ભારાજી બનં.૧૫૬૯ તથા પો.કોન્સ. શૈલેષકુમાર ગણપતભાઇ બ.નં.૮૧૪ તથા પો.કોન્સ. આબાદખાન ઇનાયતખાન બ.નં.૧૪૩૮ તથા પો.કોન્સ રમેશભાઇ રૂપાભાઇ બ.નં.૬૩૮* નાઓ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન એસ.વી.આહીર પો.સબ.ઇન્સ નાઓને હકિકત મળેલ કે જશાલી ગામ બાજુથી એક સ્કોપિર્યો ગાડી ભારતીય બનાવટનો પરપ્રાતિય ઇગ્લીશ દારૂ ભરી આવે છે. અને તેની આગળ પોતાની *હુડાઇ આઇટેન ગાડી નંબર GJ-08- AP- 4501 થી મુકેશસિહ મોહનસિહ ડાભી રહે.શિહોરી તા.કાંકરેજ વાળો પ્રાયલોટીગ કરી રહેલ છે.* સદરે હકીકત આધારે ગાડીઓની વોચમાં ખીમાણા પુલના નાળા નીચે ઉભા રહેલ જે દરમ્યાન ઉપરોકત હકિકતવાળી આઇટેન ગાડી આગળ અને તેની પાછળ સ્કોપિર્યો ગાડી આવતા જેને રોકવા ઇશારો કરતા આઇટેન ગાડીના ડ્રાઇવરે તેની ગાડી પુરઝડપે શિહોરી તરફ ભગાડેલ અને સ્કોર્પિર્યો ગાડી ના ચાલકે પણ તેની ગાડી પુરઝડપે શિહોરી તરફ ભગાડેલ અને સદરે ગાડીઓનો પીછો કરતા સદરે ગાડીઓ શિહોરી તરફ જતા હાઇવે ઉપર ચડી ગયેલ જે દરમ્યાન સ્કોર્પિર્યો ગાડી ના ચાલકે તેની ગાડી પાછી વાળેલ અને રોગ સાઇડમાં ભગાડેલ અને આગળ જતા ખીમાણા પુલના છેડે સદર સ્કોર્પિયો ગાડી રોડની ડીવાઇડર સાથે અથડાયેલ અને જેના કારણે તેના ખાલી સાઇડના બન્ને ટાયરો ફુટી ગયેલા હોઇ તો સદરે સ્કોર્પિયો ગાડીનો ચાલક તેની ગાડી મુકી અંઘારાનો લાભ લઇ રોડની સાઇડે આવેલ ખેતરોમાં નાશી ગયેલો અને સદરે ગાડીમાં ટોચના બેટરીના અજવાળે જોતા સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર GJ -16- BB- 3184 ની હોઇ અને તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની ખાખી કલરની પેટીઓ ભરેલ હોઇ જે પંચો સાથે રાખી ગણી જોતા ભારતીય *બનાવટનો વિદેશી દારૂની બોટલો તથા બીયરટીન નંગ-૨૭૫૭ જેની કિ.રૂ.૩,૯૦,૯૯૦/- તથા સફેદ કલરની મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી નંબર GJ -16- BB- 3184 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૮,૯૦,૯૯૦ /- નો મુદામાલ ગે.કા અને વગર પાસ પરમીટનો મળી આવેલ હોઇ તો સદરે ઇસમ મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી નંબર GJ -16- BB- 3184 નો ચાલક જે ગાડી મુકી નાશી ગયેલ હોઇ તથા હુડાઇ આઇટેન ગાડી નંબર GJ- 08- AP- 4501 માં પાયલોટીંગ કરતા મુકેશસિહ મોહનસિહ ડાભી રહે.શિહોરી તા.કાંકરેજવાળાઓ મળી ન આવી ગુનો કરેલ હોઇ તો સદરે ઇસમો વિરૂધ્ધ શિહોરી પો.સ્ટે. કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.*
રિપોર્ટ : મહેશ ડાભાણી /બનાસકાંઠા
Comments
Post a Comment