આજરોજ ભાવનગર જિલ્લામા ૮ નવા પોઝીટીવ કેસો નોંધાયા,જયારે ૨૦૨ કેસોની સામે ૩૮ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૦૨ થવા પામી છે. આજરોજ ભાવનગરના તિલકનગર ખાતે રહેતા ૩૫ વર્ષીય અમરભાઈ ભાણજીભાઈ બારૈયા, ગીતા ચોક, શિશુવિહાર સર્કલ ખાતે રહેતા ૬૦ વર્ષીય શરીફાબેન અબ્દુલકરીમ પતાણી, હિલપાર્ક સોસાયટી ખાતે રહેતા ૬૨ વર્ષીય ગોવિંદભાઈ ગીલાભાઈ સાચપરા, મહુવા તાલુકાના બાંભણીયા ગામ ખાતે રહેતા ૩૫ વર્ષીય નિલેશભાઈ શુકલભાઈ હડિયા, ભાવનગર તાલુકાના સનેસ ગામ ખાતે રહેતા ૬૫ વર્ષીય ધીરૂભાઈ પ્રેમજીભાઈ મેર, મહુવાના અવધ સોસાયટી ખાતે રહેતા ૫૨ વર્ષીય લાભુબેન દુલાભાઈ બલદાણીયા તથા તેમના ૫૫ વર્ષીય પતિ દુલાભાઈ જોધાભાઈ બલદાણીયા અને તળાજાના રેલ્વે પાટા, વાડી વિસ્તાર ખાતે રહેતા ૩૪ વર્ષીય કમલેશભાઈ ચકુરભાઈ હડિયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨૦૨ કેસ પૈકી હાલ ૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

રીપોર્ટર : શોએબ લોહીયા
તંત્રી : સલીમભાઇ બાવાણી

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ