અરવલ્લી ની ગિરિમાળાઓ વચ્ચે આવેલ સુનસર ગામ,
અરવલ્લી મોડાસા રિપોર્ટર. ભરત ઠાકોર સુનસર ગામ નું નામ આવે એટલે તરતજ લોકોના મગજ માં સુનસર નો ધોધ યાદ આવી જાય. ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે લોકો ધોધ ચાલુ થવાની રાહ જોઈ રહે , અને જ્યારે ચોમાસુ જામે ત્યારે ત્રણ ચાર દિવસ વરસાદ ચાલુ રહે એટલે આ ધોધ શરૂ થાય છે. ધોધ તો વર્ષો થી પડે છે પણ હાલના સોશિયલ મીડિયા ના જમાનામાં છેલ્લા આઠ દસ વર્ષ થી આ ધોધ ખૂબ પ્રખ્યાત થયો છે. દૂર દૂર થી સહેલાણીઓ અહી ધોધ જોવા આવે છે અને આ ધોધ એમને "મીની કાશ્મીર" નો અહેસાસ કરાવે છે. ડુંગર ઉપર થી ત્રણ સ્ટેપ પર પાણી પડીને આહલાદક દૃશ્ય ઉત્પન્ન કરે છે તળેટી માં ધરતી માતાનું મંદિર આવેલ છે, જેમાં સ્થાનિક લોકો ખૂબ શ્રદ્ધા ધરાવે છે.