*કચ્છના પ્રાણ પ્રશ્ન એવાં નર્મદાના નીર માટે ભૂતપૂર્વ રાજ્ય મંત્રી એવા તારાચંદ ભાઈ છેડાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ને લખ્યો પત્ર*

*કચ્છના પ્રાણ પ્રશ્ન એવાં નર્મદાના નીર માટે ભૂતપૂર્વ રાજ્ય મંત્રી એવા તારાચંદ ભાઈ છેડાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ને લખ્યો પત્ર*

*પત્ર માં કચ્છના નર્મદાના પાણી અંગે રાજ્ય સરકાર કચ્છની રજૂઆતો ઉપર ધ્યાન ન આપતી હોવાનો આક્ષેપ કર્યો*

*આનંદીબેનની સરકાર હતી ત્યાં સુધી નર્મદાના પાણી વાગડ અને ટપ્પર ડેમ સુધી પહોંચ્યા હતા*

*ત્યાર પછી નું કામ અનેક રજુઆત છતાં આગળ વધતું નથી તેવી રજુઆત તારાચંદ  ભાઈ એ કરી છે*

આ કામના મુદ્દે વડાપ્રધાન યોગ્ય આદેશ આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે

માજી રાજ્ય મંત્રીના પત્ર બાદ કચ્છભરમાં ચર્ચાનો દોર ચાલુ થઇ ગયો છે

કચ્છ ભાજપના પીઢ આગેવાન એવા તારાચંદ છેડા ના પત્રને  "કોક તો કચ્છ માટે  બોલવા આગળ આવ્યો" તેમ કહી ને લોકો એ બિરદાવ્યો છે

આ પત્રમાં "કચ્છ ની રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ" આ સૂચક પણ કચ્છના સત્તાધારી પક્ષના રાજકારણ માટે ઘણું બધું કહી જાય છે

કચ્છના  સત્તાધારી પક્ષના પીઢ આગેવાનો ના પ્રતિભાવ મુજબ સરકાર લોકોના કામ ના કરે તો તેની ઉપલી કક્ષા એ રજુઆત કરવી એ યોગ્ય છે  ટિકિટ કે હોદો જવાની બીકે કચ્છના ઘણા નેતાઓ આવી રજૂઆતો કરતાં ડર અનુભવે છે
તંત્રી:સલીમ બાવાણી
મો.9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ