૩૧મી મેં ૨૦૨૦ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવી

૩૧મી મેં ૨૦૨૦ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવી 
સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૩૧ મી મે, ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. જે માટે WHO દ્વારા દર વર્ષે થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે ઉજવવામાં આવનાર ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ ની થીમ “Protecting Youth from Industry Manipulation and Preventing them from Tobacco & Nicotine use”  છે.જેનો અર્થ એ છે કે “યુવાનોને તમાકુ ઉદ્યોગોની ચાલાકીથી તેમજ તમાકુ અને નિકોટીનના ઉપયોગથી બચાવવા”.
ચાલુ વર્ષે COVID-19 વૈશ્વિક મહામારીના કારણે ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ ની ઉજવણી નિમિતે મીટીંગ, વર્કશોપ, રેલી વગેરેનું આયોજન કરવું શક્ય નથી.જેથી આ વર્ષેની ઉજવણી સોશ્યલ મીડિયા મારફતે કરવામાં આવેલ છે.જેમાં જીલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તા,જીલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણસિંહ સાંદુ તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.એસ.કનોરીયા અને ઈ.એમ.ઓ.શ્રી ડૉ.આર.આર.ચૌહાણના માર્ગદર્શન નીચે તમામ સોશ્યલ મીડિયાના ઉપયોગ થકી માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે.જેમાં ફેસબુક,ટેલીગ્રામ,ટ્વીટર,વોટ્સઅપ વગેરે માધ્યમો દ્વારા જીલ્લા અને તાલુકાના સરકારી-અર્ધસરકારી એકમો, તમામ ઈલેક્ટ્રોનિક-પ્રેસ મીડિયા,તમામ એન.જી.ઓ.,તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક વેપારી-એસોસીએશન દ્વારા તમાકુ સેવનની આડઅસર,સમર્થનરૂપ તથ્યો અને હકીકતો,તમાકુનું વ્યસન છોડવાથી થતા સામાજિક,આર્થિક,સામાજિક અને માનસિક ફાયદા,વ્યસન છોડવાના ઉપાયો/સૂચનો વગેરે વિષે માહિતી આપવામાં આવેલી છે.જેમાં એક લાખથી પણ વધારે લોકો સુધી આ માહિતી શેર કરવામાં આવેલી છે.જીલ્લા કલેકટરશ્રી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જીલ્લાની સમગ્ર સંસ્થાઓ ,ઈલે.મીડિયા/પ્રેસ મીડિયા,સમાજના વિવિધ વર્ગ અને ધર્મના આગેવાનો અને છેવાડાના લોકોને આ વ્યસન રૂપી રાક્ષસથી દુર રહેવા અને યુવાનો ખાસ આ વ્યસન મુક્તિ અભિયાનની આગેવાની લઇ જિલ્લાને વ્યસન મુક્ત બનાવે તેવી વિનંતી કરેલ છે.   
તમાકુનું સેવન કરી જાહેરમાં થુંકવાથી COVID-19 નો ફેલાવો થાય છે.આમ કરનારા સામે બોટાદ જીલ્લામાં તમામ નગરપાલિકા,તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા જાહેરમાં થુકનાર સામે કાર્યવાહી કરેલ છે.બોટાદ જીલ્લામાં કુલ ૧૧૯ ઇસમો પાસેથી રૂ.૩૧,૨૮૦/-નો દંડ વસુલવામાં આવેલ છે.
તંત્રી:સલીમ બાવાણી
મો.9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..