રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં સસ્તા અનાજના દુકાનદારનું કૌભાંડ ઝડપાયું હતું.
રાજકોટ,
રાજ્યમાં કોરોનાની મહામારી અને લોકડાઉનના કારણે મોટા ભાગના ધંધા ઉદ્યોગો બંધ હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. ત્યારે લોકોને ખાવા માટે પણ ફાંફા હતા.ત્યારે રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન પર બીપીએલ અને એ.પી.એલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.પરંતુ તેનો ગેરલાભ સસ્તા અનાજની દુકાનદારો ઉઠાવી રહ્યા છે.અને અનાજ બારોબાર વેચી ને કાળીબજાર કરી રહ્યા છે.તેવામાં આજે રાજકોટ શહેરના બજરંગવાડીમાં સસ્તા અનાજના દુકાનદારનું કૌભાંડ ઝડપાયું છે. દુકાનદારે ૧ હજારથી વધુ કાર્ડધારકોના માલને બારોબાર વેંચ્યો. રાજકોટના જામનગર રોડ પર બજરંગવાડી-૨ માં આવેલી બી.ડી.જોશી સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરતા છેલ્લા બે મહિનામાં ૧૦૦૨ કાર્ડધારકોને રેશનિંગનો જથ્થો આપ્યો ન હોવા છતાં બિલ બનાવી નાખી ચોપડે ચડાવ્યાની હકીકત બહાર આવતા અને ઓનલાઇન સ્ટોકપત્રક તથા હાજર જથ્થામાં તફાવત મળી આવતા રૂ.૬૮ હજારનો માલ સીઝ કર્યો હતો. D.S.O. એ તાત્કાલિક અસરથી બી.ડી.જોશી સસ્તા અનાજની દુકાનનું લાઈસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યું છે.
તંત્રી:સલીમ બાવાણી
મો.9376404040
Comments
Post a Comment