શંખેશ્વર માં ટેકા ના ભાવે ચણા ની ખરીદી નું સેન્ટર ચાલુ થતાં શંખેશ્વર તાલુકા ના ખેડૂતો માટે ખુશી ના સમાચાર

*શંખેશ્વર માં ટેકા ના ભાવે ચણા ની ખરીદી નું સેન્ટર ચાલુ થતાં શંખેશ્વર તાલુકા ના ખેડૂતો માટે ખુશી ના સમાચાર* 

 *શંખેશ્વર માં કાર્યરત વઢિયાર કિશાન પ્રોડ્યુસર કંપની ને ટેકા ના ભાવે ચણા ખરીદી ની જવાબદારી સોંપવામાં આવેલ.* 

હાલ માં સરકાર શ્રી દ્વારા ટેકા ના ભાવે ચણા ની ખરીદી કરવા મારકેટિંગ યાર્ડ માં ખરીદી કેન્દ્રો ચાલુ કરેલ જેમાં પાટણ જિલ્લા માં પણ ઘણા સેન્ટર ચાલુ કરેલ જેમાં હારીજ અને સમી માં પણ ચણા ની ખરીદી માટે સેન્ટરો ચાલુ કરેલ પરંતુ શંખેશ્વર તાલુકા ના દૂર ના ગામો ના ખેડૂતો ને આ સેન્ટર માં ચણા વેચાણ કરવા જવા માટે વધુ સમય અને વધુ ખર્ચ કરવો પડતો અને ત્યાં વધુ ગામો ના વધુ ખેડૂતો હોવાના કારણે તેમનો વારો પણ ખુબજ મોડો આવતો ચણા વેચવા માટે આવતા રોજ ખેડૂતો ની સંખ્યા અને વરસાદ નો સમય ગાળો જોતા રજીસ્ટ્રેશન થયેલા બધા ખેડૂતો નો વારો નહિ આવે એવી ચિંતાઓ વચ્ચે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે ઓનલાઈન રજિસ્ટર થયેલા ખેડૂતો ના માત્ર 25% ચણા ખરીદી કરવામાં આવશે અને પછી આ સેન્ટર બંધ કરી દેવાશે ત્યારે શંખેશ્વર તાલુકા ના ખેડૂતો ની ચિંતા માં વધારો થયેલ જેના નિરાકરણ માટે શંખેશ્વર તાલુકા ના ખેડૂત આગેવાનો સક્રિય થયા અને અને તેમણે સરકારી અધિકારીઓ અને રાજકીય આગેવાનો ને ભલામણ કરેલ કે શંખેશ્વર ને અલગ થી સેન્ટર ફાળવવું પરંતુ શંખેશ્વર માં માર્કેટિંગ યાર્ડ ના હોવા ના કારણે આ કાર્ય માટે કોને જવાબદારી સોંપવી એ પણ એક ચિંતા નો વિષય હતો ત્યારે રીલાયન્સ ફાઉન્ડેશન ના માર્ગદર્શન માં કાર્યરત શંખેશ્વર ની વઢિયાર ખેડૂત કંપની દ્વારા પાછલા બે ત્રણ વર્ષ માં ખેડૂત અને ખેતીના વિકાસ માટે કરેલી કામગીરી ના કારણે આ કાર્ય તેમને  સોંપવામાં આવે તેવી ભલામણો પણ કરેલી કારણ કે ખેડૂતો ના હિત માટે કાર્ય કરી રહેલ ખેડૂતો દ્વારા બનેલી અને જેનું સંચાલન પણ ખેડૂતો કરે છે એવી વઢિયાર કિશાન પ્રોડ્યુસર કંપની લિમિટેડ ખરા અર્થ માં ખેડૂતો નું આ કાર્ય સુજબુજ અને સાથ સહકાર થી કરી સકસે એવો એમને પણ વિશ્વાસ વ્યક્ત કરેલ જેના કારણે આ સર્વે અધિકારીઓ અને આગેવાનો ના સાથ સહકાર બાદ નાફેડ અને ગુજકોમાંસોલ  દ્વારા શંખેશ્વર ને ચણા ખરીદી માટે અલગ થી સેન્ટર ની ફાળવણી કરવામાં આવી જે શંખેશ્વર તાલુકા ના ખેડૂતો માટે આનંદ ની વાત છે..

તારીખ 24.05.20 થી શંખેશ્વર ના ખંડીયાં રોડ પર આવેલ શિંધવાઈ નગર શિશુ મંદિર સ્કુલ ના કેમ્પસ માં વઢિયાર કિશાન પ્રોડ્યુસર કંપની દ્વારા ટેકા ના ભાવે ચણા નું ખરીદી કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ જેમાં રોજ ના 40 ખેડૂતો ના વધુમાં વધુ બે હેકટર ની મર્યાદામાં 125 મણ  ની ખરીદી કરવામાં આવે છે પરંતુ દરોજ 100 થી 150 ખેડૂતો ના ચણા જોખવામાં આવે તો વરસાદ પહેલા આ કાર્ય પૂર્ણ થઈ સકે અને બધા ખેડૂતો ચણા નું વેચાણ કરી સકે તે માટે હાલ માં મંજૂરી માંગવામાં આવી છે જો તે મંજૂરી મળી જાય તો ચણા ની ખરીદી માં દરોજ વધુ ખેડૂતો નો સમાવેશ કરવામાં આવશે  કોરોના ની મહામારી માં સરકાર. શ્રી ના આદેશોનું પાલન કરતા માસ્ક સોશ્યલ ડિસ્ટન્સ અને સેનીટાઈઝેસં સીસીટીવી કેમેરા અને શંખેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા ફાળવેલી સુરક્ષા સુવિધાઓ સાથે  ગુજકોમાંસોલ ના અધિકારીઓ ની હાજરી માં તમામ તકેદારી સાથે સરકાર ના લગતા વળગતા તમામ વિભાગો ને જાણ કરી ને આ કાર્ય ખુબજ સારી રીતે કરવામાં આવી રહ્યું છે જેમાં વઢિયાર ખેડૂત કંપની ના ડાયરેકટરો હોદ્દેદારો અને ઘણા જાગૃત ખેડૂતો ની મદદ થી દરેક કામ જવાબદરી પૂર્વક કરવામાં આવી રહ્યું છે જેનાથી ચણા વેચવા આવેલા ખેડૂતો પણ ખુબજ ખુશી અનુભવી રહ્યા છે એવું વઢિયાર ખેડૂત કંપની ના ચેરમેન દજુભાઇ નાડોદા એ જણાવેલ..

તંત્રી:સલીમ બાવાણી
મો.9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..