ઈડરિયા ગઢ પાછળનાં ભાગે પ્રોટેક્શન દીવાલ સહિત ડામર રોડ ધોવાયો.

રાકેશ નાયક,ઇડર



મેધરાજા નાં વધામણાં ને લઇ ગઢ ઉપર જવાના રસ્તાનો સ્લેબ પાણીમાં તણાયો...

વાહન અકસ્માત જોન બની ગયો,ઈડરિયો રોડ....

રીપેરીંગ નું મુહુર્ત ક્યારે આવે તે કહેવું મુશ્કેલ....
સરકાર ની સ્થિતિ "બાર સાંધે ત્યાં તેર તુટે"

ઇડરિયા ગઢ ઉપર જવા માટે ગઢના પાછળના ભાગે બનાવેલ નવો ડામર રોડ અને પ્રોટેક્શન દીવાલ વરસાદ ના કારણે ધરાશયી થયી હતી.
પ્રવાસન વિભાગ દ્રારા વિકાસ ને લઇ ઈડરિયા ગઢ ઉપર કરોડો ની ગ્રાન્ટ વાપરી નવીન ડામર રોડ અને પ્રોટેક્શન દિવાલ સહિત અનેક કામો કરવામાં આવ્યા છે ત્યારે સોમવાર અને મંગળવાર ના રોજ પડેલ વરસાદમાં ઘરના પાછળના ભાગેથી ઉપર જવાના રોડ પર બનાવેલ પ્રોટેક્શન દિવાલ વરસાદના પાણીમાં ધસી પડી હતી અને ડામર રોડ પણ ધોવાઈ ગયો હતો.આ માર્ગ ઈડરિયા ગઢ ની મૂલાકાતે આવતાં પર્યટકો માંટે પ્રવાસન વિભાગ દ્રારા તૈયાર કરવામાં આવ્યો હતો.પ્રોટેક્શન દીવાલ પાણી માં તણાઈ જતાં હાલ ગઢ નાં પાછળનો માર્ગ બંધ કરાયો છે.સૂત્રો થી મળતી માહિતી મુજબ હવે નવીન રોડ બનશે ત્યાં સુધી પાછળ નો રોડ બંધ રાખવામાં આવશે.

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ