દલિત શક્તિ કેન્દ્ર દ્વારા આભડછેટ મુક્ત ભારત અભિયાન...
દલિત પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સમાનતાનો સિક્કો અર્પણ કર્યો...
---------------
સાણંદના નાનીદેવતીના દલિત શક્તિ કેન્દ્ર, નવસર્જન ટ્રસ્ટ અને દેશના જુદા જુદા સંગઠનો દ્વારા આભડછેટ મુક્ત ભારત 2047 અભિયાન હેઠળ દલિત સમુદાય દ્વારા આપેલ પિત્તળના વાસણોમાંથી 1111કિલો નો સમાનતાના સિક્કો ( ભીમ રુદન ) દેશની નવી સંસદભવનમાં અર્પણ કરવા માટે બનાવવામાં આવેલ છે.
આ સિક્કો હાલ દલિત શક્તિ કેન્દ્ર, નાનીદેવતીમાં રાખવામાં આવેલ છે. આ અભિયાનના નેજા હેઠળ તા. ૦૧/૦૮/૨૦૨૨ ના રોજ ડી.એસ.કે થી દિલ્હી સુધીની પાંચસો લોકોની ભવ્ય યાત્રા દ્વારા દિલ્હી પહોંચીને 1111 કિલોનો સમનતાનો સિક્કો નવી સંસદભવનમાં મુકવા માટે ભેટ અર્પણ કરવામાં આવનાર છે. જેને લઈને આજે ગાંધીનગર ખાતે આભડછેટ મુક્ત ભારત અભિયાનના પ્રણેતા માર્ટિનભાઈ મેકવાન અને દસાડા પાટડીના ધારાસભ્ય નૌષાદભાઈ સોલંકી, કિરીટ રાઠોડ, કાંતિલાલ પરમાર, રમીલાબેન, નરેન્દ્રભાઈ, ભરતભાઇ, શાંતાબેન, વિનુભાઈ, બળદેવભાઈ, પરેશભાઈ સહિત દલિત પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લઈને ડૉ બાબા સાહેબ આંબેડકર અને તથાગત ગૌત્તમ બુદ્ધની છબી વાળો નાનો સિક્કો જેમાં આભડછેટ મુક્ત ભારતની માંગ કરવામાં આવી છે. આ સમાનતાનો સિક્કો (ભીમ રૂદન) મુખ્યમંત્રીનેઅર્પણ કરવામાં આવ્યો હતો.
આ અભિયાન સફળ નીવડે તેવી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આભડછેટ મુક્ત ભારત અભિયાન 2047 સફળ નીવડે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Comments
Post a Comment