સ્કૂલે જતા બાળકો આવા રસ્તાઓ ઉપર કેમ ચાલશે...???

ઇડર
અહેવાલ.રાકેશ નાયક
ઇડર ના બડોલી માં વિકાસ ગાંડો થયો...!?

જ્યાં જુવો ત્યાં પાણી ના ખાબોચિયા.વર્ષોની પાણી ભરાવવાની સમસ્યા...

 સરપંચ શાહી તો દૂર ના કરી શકી..પણ વહીવટી સાશન પણ પાણીમાં બેસ્યું...

શું ચોમાસુ પાણી ના નિકાલ ની જવાબદારી ડિઝાસ્ટર વિભાગ નિભાવશે...???

વાહન પાણીમાં ચાલે ત્યારે રાહદારીઓ ને વધુ ઉડતા પાણી નું જોખમ..
ઇડર તાલુકા ના બડોલી ગામે સામાન્ય વરસાદ પડે તો પણ બડોલી હાઇસ્કૂલ ની સામે ના રોડ પર, હનુમાનજી મંદિર ની સામે ના રોડ પર, સ્ટેટબેન્ક પાસે વડીયાવીર રોડ પર સહિત અનેક જગ્યાએ પાણી ભરાઈ જાય છે.જેને લઈ શાળામાં જતા બાળકો અને સ્થાનિકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે તેમજ વાહન ચાલકોને પણ મુશ્કેલી સહન કરવી પડે છે આ જોતા એવું લાગે છે કે બડોલી ગામે વર્ષોથી એક જ સમસ્યા સતાવી રહી છે પરંતુ બડોલી પંચાયત દ્વારા વિકાસની રકમ ખરેખર જ્યાં જરૂરી છે ત્યાં વાપરવામાં આવતી હોય તેવું દેખાતું નથી. હાલમાં વહીવટી સાશન ચાલી રહ્યું હોવા છતાં પાણી ભરાવાના જરૂરિયાતના પ્રશ્નો હલ થતા નથી. જેને લઈને લાગી રહ્યું છે કે ઇડર તાલુકા ના બડોલી ગામનો વિકાસ ખરેખર ગાંડો થયો છે..

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ