લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

આપના ગુજરાત ના અગ્રણીઓ સહિત સેંકડો કાર્યકર્તાઓ ની હાજરી..


લઠ્ઠાકાંડ ઘટના બાદ પીડિતો તેમજ પીડિત પરિવારને મળવા ભાવનગર સરકારી હોસ્પિટલ પર પહોંચ્યા કેજરીવાલ.
મોટી સંખ્યામાં કાર્યકરો સહિત લોકો ની ભારે ભીડ ગ્રાઉન્ડ માં કલાકો પહેલા કાર્યકર્તાઓ એકઠા થવાનું ચાલુ થઈ ગયું હતું..

    કેજરીવાલ ભાવનગર હોસ્પિટલ આવે છે,તેવા સમાચાર બાદ તો કોંગ્રેસ ના જગદીશ ઠાકોર પણ આવી પહોંચ્યા હતા,જોકે તેઓ સ્મશાન યાત્રા માં હાજરી આપીને અહી આવ્યા હતા..
    સરકાર માટે શરમ જનક નહિ,પરંતુ પોલીસ ને છાવરવા ની નીતિ કે કાળી કમાણી ની ભાગ બટા ઈએ શાસકો ને નાક કાપી ને હાથમાં આપી દીધા જેવડો આઘાત કહેવાય,પરંતુ પ્લાસ્ટિક હ્રદય ની શાસન વ્યવસ્થા ને ઉઘરી ને ભાગ બટાઈ મોદી સાહેબ ના શબ્દો માં કહીએ તો કટકી બટકી વાળા બાબુઓ ને સર્વોપરી બનાવી,ટાર્ગેટ આપી ઉઘરાણા નો કાળો કારોબાર ચાલે છે,ત્યારે નિવૃત્તિ બાદ વિશેષ સમય માટે રીન્યુ થયેલા, આઇ.જી માટે પણ નિવૃત્તિ સમય ની ટિલ્લી લાગી ગયા જેવી સ્થિતિ છે,પરંતુ સરકાર હોય કે તંત્ર પ્રથમ તબક્કે તો કોઈની વાત સાંભળે નહિ,કે ભરોસો મૂકે નહી,આ અવિશ્વસનીયતા ના કારણે ૩૨ કે ૩૫ ગુમાવવાનો સમય આવ્યો છે,તે દૂધે ધોયેલું સત્ય છે..

     કેજરીવાલ હોસ્પિટલ નું જે બિલ્ડિંગ તોડી પાડવાનું છે,તે ટ્રોમા સેન્ટરમાં પહોંચ્યા હતા અને દાખલ દર્દીઓ ના ખબર અંતર પૂછ્યા હતા..
    મેડિકલ કોલેજ કે ટ્રોમા સેન્ટર ના બિલ્ડિંગ તોડી પાડવા નિર્ણય થઈ ચૂક્યો છે,૪૦ લાખ ખર્ચીને રિપોર્ટ તૈયાર થયા ત્યારે ખબર પડી આતો જન્મ ની ખોડ ખપણ છે..
     શું આ પાપ કર્મ કરનાર ને ભોગવવા ની ચિંતા નહિ હોય...??

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ