Posts

Showing posts from July, 2020

ભાવનગર ભરતનગર મેમણ કોલોની માં ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા પ્રાથમિક ચેક-અપ કરાયું...

Image
ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ દ્વાર પ્રાથમિક ચેક-અપ કરાયું આરોગ્ય રથ દ્વારા આજરોજ ભરતનગર મેમણ કોલોની વિસ્તારમાં પ્રાથમિક ચેક-અપ હાથ ધરવામાં આવેલ જેમાં બહોળા પ્રમાણમાં લોકો જોડાયેલ અને વિસ્તારના તમામ લોકોનું ચેકઅપ અને ફ્રિ મા આયુર્વેદિક ઉકાળો તથા રોગ પ્રતિયતીકશક શક્તિ વધારે તેવી  હોમિયોપેથીક દવા નું વિતરણ કરવામાં આવેલ.. જેમાં ભાવનગર મેયર  મનભા મોરી, કોર્પોરેટર ડી ડી ગોહિલ તથા ભરતનગર મેમણ કોલોની ના પ્રમુખ હારૂનભાઈ માલકાણી ઉપસ્થિત રહેલ. રીપોર્ટર :ઇમ્તિયાઝ હવેજ  9978153574 તંત્રી:સલીમ બાવાણી. 9376404040

ઉમરગામરોટરી ક્લબ ઓફ ઉમરગામ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન ફુલ 121 યુનિટ રકત એકત્રિત કરાયું.

Image
ઉમરગામ તારીખ 27 7 2020 કોરોનાવાયરસ મહામારીને કારણે જિલ્લામાં લોહીની અછત સર્જાઇ રહી છે બ્લડ બેન્ક દ્વારા વિવિધ સામાજીક સંસ્થાઓનો સંપર્ક કરી રક્તદાન શિબિર યોજવામાં તેમજ દાતાઓ નો સંપર્ક કરી રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે રોટરી ક્લબ ઉમરગામ દ્વારા આજરોજ યુ આઇ એ કમ્યૂનિટી હોલ ખાતે ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ અન્ય ૧૩ જેટલી સંસ્થા ઓ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 121 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું રોટરી ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ દોલત ધનેશા અને પ્રોજેક્ટ ચેરમેન રોહિત શાહ એ તમામ દાતાઓનો આભાર માન્યો તો સાથે બ્લડ બેંક ના સેવાભાવી ડોક્ટરો અને સહયોગીઓ નો પણ આભાર માન્યો હતો રોટરી ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ દોલત ધનેશા એ જણાવ્યું હતું કે ગત સપ્તાહે રોટરી ક્લબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સપ્તાહે કોરોનાવાયરસ મહામારીને ધ્યાને લઇ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી આયુર્વેદિક ઉકાળા તેમજ દવાનું વિતરણ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રિપોર્ટર ધવલ વાઘેલા.  તંત્રી:...

પત્રકાર એકતા સંગઠન ના પ્રાયોજક અને ગુજરાતમા પત્રકારોને એક નવુ જોમ પુરૂ પાડનાર શ્રી સલીમભાઇ બાવાણીને ભાવનગરના પત્રકારો દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

Image
પત્રકાર એકતા સંગઠન ના પ્રાયોજક અને ગુજરાતમા પત્રકારોને એક નવુ જોમ પુરૂ પાડનાર શ્રી સલીમભાઇ બાવાણીને ભાવનગરના પત્રકારો દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ  સદા માટે પોતાનુ જીવન પત્રકારોના હીત માટે સમર્પિત કરી દરેક જિલ્લા અને તાલુકામા પત્રકારોને સંગઠિત કરવાનુ જેમણે બીડુ ઝડપયુ તેવા સલીમભાઇ બાવાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા જેની વિદાયથી ગુજરાત સહીત વિવિધ રાજ્યોના પત્રકાર આલમમા શોકની લાગણી છવાઇ હતી.  સ્વ ખર્ચે દરેક જિલ્લા અને તાલુકામા પહોચી પત્રકારોને કાયદાકીય લડત શીખવી, સંગઠીત કર્યા અને પોતાનો ભીનો સુવાસ આપી દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા ત્યારે તેમની યાદમા આજ રોજ ભાવનગર જિલ્લા પંચાયતના ગાર્ડનમા તમામ પત્રકારોએ સોસિયલ ડીસ્ટન્સનું પાલન કરી સ્વ./જન્નત નશીન. સલીમભાઇ બાવાણીના આત્માના શાંતી માટે 2 મિનીટનું મૌન પાળી તેમજ ફુલ અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. સ્વ./જન્નત નશીન. સલીમભાઇ બાવાણી સાથે વર્ષોથી પત્રકારત્વ કરતા મિત્રોએ ભીની આખે તેમની જુની યાદો પણ વર્ણવી તેમના જીવનના તબ્બકાઓને યાદ કર્યા હતા. રિપોર્ટર:જાવેદ ખોલીયા

પાલીતાણા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

Image
આજ રોજ  પાલીતાણા ખાતે એસ.સી.એસ.ટી.ઓ.બીસી સમાજ દ્વારા જે શિહોર શહેરમાં આવેલ ડો બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને અસામાજિક તત્વો દ્વારા ડોલ પહેરાવી અને બાજુમાં દારૂ ની બોટલ મુકીને જે આ દેશના મહાપુરુષ અને ભારત દેશના બધારણ ના ધડવૈયા બાબાસાહેબ ની પ્રતિમા નું આવું અસામાજિક તત્વો દ્વારા જે હિન કરૂતય કરેલ છે તેનાં વિરૂદ્ધ માં પાલીતાણા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવા મા આવ્યું હતું.આરામ ગૃહ જી.ઇ.બી.પાછળ સવારે 10.30  વાગે તમામ સાથે રહ્યા અને આપેલ તેમાં નીચે નામ આપેલ તેમાં તમામ હાજાર રહેલ તમામ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું રાજુભાઈ ગોહિલ દિનેશભાઈ મારૂં. રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ જિલ્લા ઉપ પ્રમુખ .ભાવનગર. ધીરુભાઈ ગોવિંદભાઈ રાઠોડ . રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ તાલુકા .પ્રમુખ  ભરતભાઈ ગોહિલ . રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ તાલુકા ઉપ પ્રમુખ રેપોર્ટર:હુસેન ખોલીયા પાલીતાણા મો.91 97236 60555 તંત્રી:સલીમ બાવાણી. મો9376404040 તંત્રી:સલીમ બાવાણી

સામાન્ય લક્ષણો ધરાવતાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે હવે 'હોમ આઈસોલેશન'ની સુવિધા ઉપલબ્ધ ભાવનગર જિલ્લામાં હાલ ૧૦૪ દર્દીઓ લઈ રહ્યા છે હોમ આઇસોલેશનનો લાભ

Image
હોમ આઇસોલેશનમાં પણ મારી રાત દિવસ કાળજી લેવાઈ અને હું ઘરે રહીને જ કોરોના મુક્ત થયો - દિલીપભાઈ સેતા હવે ભાવનગર જિલ્લાના નગરપાલિકા તથા ગ્રામીણ વિસ્તારોના સામાન્ય લક્ષણો ધરાવતાં અથવા તો લક્ષણો જ ન દેખાતા હોય તેવા માઈલ્ડ કોરોના પોઝીટિવ દર્દીઓ માટે પણ 'હોમ આઈસોલેશન' ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલે કે હવે ગ્રામીણ વિસ્તારના કોરોના પોઝીટિવ દર્દી સરકારશ્રીની માર્ગદર્શિકાને આધીન પોતાના ઘરે રહીને જ કોરોનાની સારવાર લઈ શકશે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારનાં દર્દીઓ જાહેર કરાયેલ ખાનગી હોસ્પિટલ ખાતેથી સરકારી દરે હોમ આઇશોલેશનની સુવિધા મેળવી શકશે. હોમ આઇસોલેશન અંગે સરકારશ્રીની માર્ગદર્શિકા આ માટે દર્દીની ઉમર ૧૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જરૂરી છે તેમજ દર્દીને અન્ય કોઈ બિમારી ન હોવી જોઈએ. દર્દીના ઘરની બહાર હોમ આઇસોલેશનનું બોર્ડ લગાવવું ફરજિયાત છે. જે સારવાર આપનાર ફીઝીશીયન, એમ.ઓ., પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દર્દીની સારવાર કરે છે તેમણે દર્દીનું ઘરમાં એકાંત રહેવા માટેનું સંમતિ પત્રક લેવાનું રહેશે. દર્દીની સાથે કાળજી રાખવા માટે એક વ્યકિત ૨૪ કલાક તેમની સાથે કેર ગિવર તરીકે હાજ...

ભાવનગર મા શ્રી આરત્રીક મહિલા વિકાસ મંડળ દ્વારા 14 મો સમુહ લગન સમારોહ યોજવામાં આવ્યો હતો

Image
શ્રી આરત્રિક મહિલા વિકાસ મંડળ (ભાવનગર) અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો (ભારત) ના સંયુક્ત ઉપક્રમે 14 મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. સમૂહ લગ્ન સરકારશ્રી ની ગાઈડ લાઈન અને તેમના નિયમો મુજબ યોજવામાં આવ્યો હતો સેનિટાઇઝર,માસ્ક,સોશ્યિલ ડીસ્ટન્ટ વગેરે નું ધ્યાન રાખી સમૂહ લગન કરવામાં આવ્યા હતા, સમૂહ લગન માં 33 દુલ્હા દુલ્હન જોડાયા હતા, 1 દુલ્હા દુલ્હન  સાથે ફક્ત 4 જ વ્યક્તિઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેમજ દુલ્હા દુલ્હનની સાથે આવનાર તમામ વ્યક્તિઓ પણ સાથ અને સહકાર આપી સરકારશ્રી ના નિયમો નું ચુસ્ત પણે પાલન કર્યું હતું, રશીદાબેન શેખ,પારૂલબેન ત્રિવેદી,ઈદ્રીશભાઈ ચૌહાણ,શોએબભાઈ લોહીયા,હાજી આરીફભાઈ લોહીયા,સંગ્રામભાઈ ડાંગર,હાજી યુનુસભાઇ રાયતા,ઝુબેરભાઈ હાલારી,હુઝેફાભાઈ હાલારી, યુસુફભાઇ લોહીયા,મહંમદહુસેનભાઈ માલકાણી,વાહીદભાઈ લોહીયા,મેહબૂબખાન પઠાણ,તન્વીરભાઈ લોહીયા,હારૂનભાઇ લોહીયા,મુસ્તુફાભાઈ લંઘા,વગેરે લોકોએ જેહમત ઉઠાવીને 14 મો સમૂહ લગન સરકારના નિયમો ને ધ્યાન માં રાખી ને પૂર્ણ કરવામાં આવ્યો હતો 🅖🅤🅙🅐🅡🅐🅣 🅜🅞🅢🅣 🅦🅞🅝🅣🅔?...

પાટણ ખાતે કોવિડ-૧૯ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક

Image
શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે પ્રકારની વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવે તો સંક્રમણનું પ્રમાણ અને પરિણામે મૃત્યુદર પણ ઘટાડી શકાશે જિલ્લામાં કોવિડ-૧૯ની સમગ્રતયા પરિસ્થિતિ અને વહિવટી તંત્રની કામગીરી અંગે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે મુખ્ય સચિવશ્રીને અવગત કર્યા કોરોના વાયરસ મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમના અધ્યક્ષસ્થાને પાટણ જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોવિડ-૧૯ સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી મુખ્ય સચિવશ્રીએ ભવિષ્યની પરિસ્થિતિને પહોંચી વળવા ઉચ્ચ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમે પાટણ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીને નિયંત્રણમાં રાખવા તમામ વિભાગના અધિકારીશ્રીઓએ ટીમવર્ક દ્વારા ઉત્તમ કામગીરી કરી છે. આ જ પ્રકારે આગામી સમયમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે. મુખ્ય સચિવશ્રીએ આ સંદર્ભે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે રજૂ કરવા અનુરોધ કરી, જરૂર...

છાપી પ્રેસ યુનિટી દ્વારા કોરોના વોરિયર્સ નો સન્માન સમારોહ યોજાયો.

Image
છાપી પ્રેસ યુનિટી ના હોદ્દેદારો દ્વારા આજુબાજુના ગામડાઓમાં કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરવા બદલ સરપંચ તથા સમાજના અગ્રણીઓ ની સાલ ઓઢાડી તેમજ ફુલહાર કરી સન્માન કરાયું. વડગામ તાલુકામાં છાપી વિસ્તારમાં બનેલ નવીન પ્રેસ યુનિટી ટ્રસ્ટ ના સભ્યો દ્વારા  તથા હોદ્દેદારો દ્વારા આજરોજ ભરકાવાડા પાટિયા પર આવેલ રોયલ ડેરીના કેમ્પસમાં કોરોના વોરિયર્સ નુ સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છાપી વિસ્તારના અને પીરોજપુરા મુકામે રહેતા ઈ.ડી.આર.ગ્રુપ ના માલિક શહીદ ભાઈ રાજેડિયા ના અધ્યક્ષ સ્થાને તથા છાપી પ્રેસ યુનિટી ના પ્રમુખ દશરથસિંહ સોલંકી તેમજ છાપી પ્રેસ યુનિટીમાં નવીન દાખલ થયેલ તમામ સભ્યોનું સ્વાગત અને શુભેચ્છા મુલાકાત નું આયોજન કરેલ હતું. જેમાં સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ  માસ્ક પહેરી સેનેટાઈઝર થઈ અને સોશિયલ ડિસ્ટંટ સાથે તમામ સભ્યો તેમજ મહેમાનો હાજર રહ્યા હતા પત્રકાર મિત્રો દ્વારા આ યુનિટીને ટ્રસ્ટમાં પરિવર્તન કરી સમાજના અને વંચિત લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાના હેતુથી આ યુનિટીની ટ્રસ્ટમાં પરિવર્તન કરવાની તજવીજ હાથ ધરાઇ હતી જેમો છાપી, માહી તેનીવાડા ,ભરકાવા...

બાબરા તાલુકામાં એકજ દિવસમાં 2 કોરોના કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ

Image
અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો આવી રહ્યા છે ત્યારે બાબરાના ઉંટવડ ગામે રહેતા ૨૦ વષૅય યુવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરત ની છે  4-7-20 ના રોજ સુરત થી  બાબરાના ઉંટવટ ગામે આવેલ જેને તંત્ર દ્વારા હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ હોય તેને તાવ, શરદી, ઉધરસ, જેવા લક્ષણો જોવા તે સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ગયેલ ત્યા તેની લેબોરેટરી કરવામાં આવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે બીજો એક કેસ બાબરાના દરેડ ગામે રહેતા 75 વષૅય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેને તાવ શરદી ઉધરસ જેવા લક્ષણો જોવા મળતા તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયેલ ત્યા તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યારે એક જ દિવસમા 2 કોરોના કેસ નોંધતા તંત્ર દોડતું થયું હતું બાબરા શહેર મામલતદાર સહીત તાલુકા હેલ્થ ઓફિસર .ડો  વિરાટ અગ્રાવત ,એ .ટી .ડી .ઓ  શ્રી  કે .યુ .ભરાડ ,પી .આઈ  શ્રી  ગોહિલ સાહેબ ,તાલુકા સુપર વાઈઝર  શ્રી રાજેશભાઈ...

યુ.એસ.એફ, સાયન્સ ક્ષેત્રે ઉત્તમ કૃતિઓ રજૂ કરતા બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષક ભરતભાઈ પરમાર

Image
યુનિવર્સ સાયન્સ ફોરમ (USF) દ્વારા COVID-19 મહામારીના લોકડાઉન દરમિયાન એપ્રિલ-મે માસમાં આયોજિત Science Cultivation ઑનલાઇન "કોરોના વાયરસ રોગચાળો" વિષય પર સાયન્સ શોર્ટ ફિલ્મ,   સાયન્સ કાર્ટૂન અને કાવ્ય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં સાયન્સ ક્ષેત્રે રસ ધરાવતા વ્યક્તિઓએ ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે દાંતીવાડા તાલુકાની પાંથાવાડા પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા ભરતકુમાર વી. પરમારે ત્રણેય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિજ્ઞાન ક્ષેત્રે તેમણે ઉઠાવેલ સર્જનાત્મક પગલાં બદલ અને વિજ્ઞાનને સ્પર્શતા કાર્યક્રમોમાં સહભાગી બની ઉત્તમ કૃતિઓ પ્રસ્તુત કરવા બદલ યુનિવર્સ સાયન્સ ફોરમ (USF) દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાયન્સ ક્ષેત્રે તેમણે સુંદર કામગીરી કરી પાંથાવાડા પે સેન્ટર શાળા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરેલ છે. કોરોના મહામારીના સમય ગાળામાં વિવિધ ક્ષેત્રે તેમણે ઉમદા અને નોધનીય  કામગીરી કરેલ છે. ભરતભાઈ પરમારની ઉમદા કામગીરીને બિરદાવતાં તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ...

સોમનાથ દાદાના દર્શન-મહાપૂજા કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

Image
કોરોના મૂકત ગુજરાત બનવા સાથે સૈાના કલ્યાણની મુખ્યમંત્રીશ્રીએ કરી પ્રાર્થના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને મૂકત કરવા સાથે સૈાના કલ્યાણ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે પરિવાર સાથે પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના દર્શન-મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.  મુખ્યમંત્રીશ્રીએ ધ્વજાના દર્શન કરી દેવાધીદેવ સોમનાથ ભગવાનને સૈાના કલ્યાણ માટે પ્રાર્થના કરી પત્રકારો સાથે સંવાદ કરતા કહયુ કે, લોકડાઉન બાદ મંદિરો ખુલતા દર્શન પુજા કરવા આવવાની ઇચ્છા હતી જે આજે પુરી થઇ છે. સાથે-સાથે સોમનાથ દાદા સૌની રક્ષા કરે અને ગુજરાત વહેલી તકે કોરોના મૂકત બનશે તવી શ્રધ્ધા વ્યકત કરી હતી.  કોરોનાના કેસ વધી રહયા છે, ત્યારે સર્વેલન્સ લોકોના ઘરે ઘરે જઇ દવા આપવી સહિતના ઘનીષ્ઠ આરોગ્ય વિષયક પગલા લેવા ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય સત્તાવાળાઓને સ્પષ્ટ સુચના આપવા સાથે વિશેષ તકેદારી લેવા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.  મુખ્યમંત્રીશ્રીના સોમનાથ દર્શન પૂજનમાં સાસંદશ્રી રાજેશભાઇ ચુડાસમા, ગુજરા...

જિલ્લામા ૭૧ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૫ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન જિલ્લામાં હાલ ૫૧૯ કેસોની સામે ૩૦૦ દર્દીઓ સારવાર હેઠળ

Image
ભાવનગર જિલ્લામા આજરોજ ૭૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૫૧૯ થવા પામી છે. જેમાં ભાવનગરના જ્વેલ્સ સર્કલ, મેધદુત સોસાયટી ખાતે રહેતા ૫૮ વર્ષીય ગુણવંતભાઈ ખુંટ, ભાવનગર પરા, અક્ષરપાર્ક ખાતે રહેતા ૫૦ વર્ષીય દનાભાઈ માલકીયા, સંસ્કાર મંડળ ખાતે રહેતા ૪૫ વર્ષીય ધર્મેન્દ્રભાઈ અખ્યાણી, મામાની દેરી પાસે, કુંભારવાડા ખાતે રહેતા ૩૮ વર્ષીય સુરેશભાઈ બારૈયા, પોપટભાઈની વાડી, બોરતળાવ ખાતે રહેતા ૨૮ વર્ષીય સતીષભાઈ મજેઠીયા, આખલોલ જકાતનાકા ખાતે રહેતા ૪૫ વર્ષીય રમેશભાઈ મીઠપરા, કાનજી કડિયાનો ખાંચો, વડવા ચોરા ખાતે રહેતા ૨૭ વર્ષીય કક્ષાબેન અંધારીયા, એંગી વિલાપ, તખ્તેશ્વર ફ્લેટ ખાતે રહેતા ૩૭ વર્ષીય પ્રણવ શાહ, પ્લોટ નં.૨૬૬૦, ગાયત્રીનગર ખાતે રહેતા ૪૫ વર્ષીય હુનાબેન રાજાઈ, ન્યુ રીંગરોડ, પંચાલ ખાતે રહેતા ૩૫ વર્ષીય મનિષભાઈ કરગઠિયા, કાળીયાબીડ, નંદનવન ખાતે રહેતા ૫૭ વર્ષીય કમલેશભાઈ પારાગડા, સંત કવરામ ચોક, રસલા કેમ્પ ખાતે રહેતા ૪૨ વર્ષીય વિહાયભાઈ ગુરૂમુકુંદભાઈ, વિજયરાજનગર ખાતે રહેતા ૯૦ વર્ષીય છોટાલાલ શાહ, એસ.બી.આઈ. બેંક, પાનવાડી ખાતે રહેતા ૭૭ વર્ષીય હર્ષરાય રાઠોડ, ગઢેચી વડલા, મ...

વિવાદિત વીટકોસ ચેનલન હેડ ની ધમકી આપવાના ગુનામાં પોલીસે કરિ ધરપકડ

Image
ભાવનગર શહેરમાં વીટકોસ ન્યૂઝ નામની  ચેનલનિ હાટડી ખોલી લોકોને બદનામ કરવાનો ધંધો કરી રોકેટ ગતિએ તરક્કી કરનાર પ્રદીપ શુક્લની એ ડિવીઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે થોડા દિવસ અગાઉ કાળાનાળા વિસ્તારમા ડોક્ટર તેમજ એક મહિલાને સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારબાદ આ સમગ્ર મામલો એ ડિવીઝન પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસની સમજાવટ બાદ બંને પક્ષે સમાધાન નું વલણ અપનાવતા સમગ્ર મામલો થાળે પડી ગયો હતો ત્યારબાદ પ્રદીપ શુક્લાએ પોતાની જાત બતાવી અને ખોટા સમાચારો ચલાવ તા ફરી સમગ્ર મામલો ગરમાયો હતો અને ડોક્ટર દ્વારા સમાધાન થઇ ગયું હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી કેમ કે પોલીસ ફરિયાદ થઇ છે તેવા સમાચાર વિટકોસ ન્યૂઝમાં પ્રદીપ શુક્લા અે ખોટા ચલાવેલા હતા આ સમાચારમાં પ્રદીપ તેની આદત મુજબ એક સમાજને બદનામ કરવા હલ કટાઇ પર ઉતર્યો હોય તે રીતે સમાચારો બનાવેલા હતા જાણે કે પ્રદીપ શુક્લાએ પોતાનું પોત પ્રકાશી સમાચાર બનાવેલા ત્યારે બંને પક્ષે ફરિયાદ કરવામાં આવેલ ન હતી અને સમાધાન થઇ ગયેલ હતું પરંતુ પત્રકારનો ધર્મ ભૂલી આગને ઠારવાને બદલે ફરિયાદ થઇ છે તેવા ખોટા સમાચારો દેખાડી પોતે પીળું પત્રકારત્વ  કરતો હોય તે...

આજ રોજ સદ્દભાવ યુવા વિકાસ ટ્રસ્ટ , કલ્યાણા આયોજિત પ્રથમ તેજસ્વી તારલાઓ, નવનિયુક્ત  કર્મચારી, અને વય નિવ્રુત કર્મચારીઓ નો સન્માન સમારંભ યોજાયો

Image
 તથા ચોપડા નોટબુક,બેગ સાથે તમામ શિક્ષણ લગતી સાધન સામગ્રી વિતરણ કાર્યકમ  યોજાયો હતો. જેમાં  પરસોમતભાઇ ચૌહાણ,ખેંગાર ભાઈ ચૌહાણ,મહેશભાઈ ચૌહાણ સરપંચશ્રી,તુલસીભાઈ,પિયુષભાઈ જાદુગર,નરેન્દ્રભાઈ અશોકભાઈ,વિનોદભાઈ, સરદાર ભાઈ ,તેવા તમામ લોકો એ હાજરી આપી કાર્યકમ ની શોભા વધારી હતી ત્યારે સમગ્ર કાર્યકમ નું  આપી તથા કાર્યક્રમ અનુરૂપ સ્પીચ આપી મહેમાનો તથા દાતાશ્રી ઓ નું શાલ બુકે અને સન્માનપત્ર થી સન્માન કરવામા આવેલ. તેજસ્વી વિધ્યાર્થી ભાઈઓ બહેનો નું ટ્રોફી થી સન્માન કરવામાં આવેલ તથા તમામ વિધ્યાર્થી ઓ ને બેગ તથા ચોપડા વિતરણ કરવામાં આવેલ. ખાસ મહેમાન તરીકે પિયુષભાઈ જાદુગર એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ સમારંભ ના મુખ્ય મહેમાનો અશોકભાઈ પરમાર નરેન્દ્રભાઈ પરમાર નવા સર્જન ટ્રસ્ટ પાટણ મહેશભાઈ ચૌહાણ વિનોદભાઇ શ્રીમાલી સરદારભાઈ પુરબીયા વિગેરે હાજર રહેલ કાર્યક્રમ નું સંચાલન કાલેડા પ્રા સ્કૂલ ના આચાર્ય પ્રવિણભાઇ પરમાર દ્વારા કરવામા આવેલ તમામ મહેમાનો દ્વારા શિક્ષણ મા વધુ મહત્વ આપવા અને બાલકો ને વધારે મા વધારે શિક્ષણ આપવા અનુરોધ કરેલ  સદભાવ યુવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી...

દામનગર ના બસ સ્ટેન્ડમા ઇન્ટરનેટ નું બીલ નહી ભરવાથી કામગીરી ઓરંભે ચડી

Image
ગુજરાત સરકારનું સાહસ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (G.S.R.T.C.) દ્રારા પ્રજા માટે બનાવતા નવા બસ સ્ટેશનો મુસાફરો માટે આશીર્વાદરૂપ હોય છે,પરંતું અમરેલી જીલ્લાના દામનગર શહેરમાં રૂ.૯૦ લાખના ખર્ચે બનાવી તા.૨૨-૬-૨૦૧૯ નાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ(ઓન લાઈન)લોકાર્પણ કરેલ. અમરેલી નાં બેજવાબદાર અધિકારીના અણઘડ વહીવટને કારણે દામનગર નાં નવા બસ સ્ટેશનમાં છેલ્લાં ૬ મહિનાથી નેટ નું  બીલ નહીં ભરવાને કારણે બુકિંગ,વિદ્યાર્થીઓના અપ-ડાઉનનાં પાસ ની કામગીરી બંધ છે. તેમજ ભાવનગર ડિવિઝનની પાલીતાણા-ગારિયાધાર ડેપોની દામનગર રૂટની બસનું બુકિંગ દામનગર થી થતુ નથી. આવડું મોટુ આધુનિક બસ સ્ટેશનને નેટ બંધ રહેતું હોય તાત્કાલિક અમરેલીના અધિકારી નેટ નું બીલ ભરીને નેટ ને લગતી તમામ કામગીરી શરૂ કરાવે તેવી બુલંદ માંગ ઉઠી છે.આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ,દામનગર નાં પદાધીકારીઓ આ પ્રશ્ને રસ લઈ પ્રજાના હિત માટે અવાજ ઉઠાવે તે આવશ્યક છે

ઉમરગામ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટે કારોના યોદ્ધાઓને સન્માન અને ટ્રોફીના પત્રો આપીને પ્રોત્સાહિત કર્યા હતા

Image
વૈશ્વિક કોરોના વાયરસ રોગચાળામાં, ઉમરગામ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પોલીસ, ડોકટરો, હોસ્પિટલ સ્ટાફ, આશાવર્કર, મીડિયાકર્મી ઓ અને સફાઇ કામદારોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. તાજેતરમાં, કોરોના વાયરસ દિવસેને દિવસે વધી રહ્યો છે અને આવી ગંભીર પરિસ્થિતિમાં ડોકટરો, હોસ્પિટલ સ્ટાફ, આશાવકૅર, મીડિયાકર્મી ઓ અને સફાઇ કામદારો તેમના જીવનને ધ્યાનમાં લીધા વિના, જેઓ રાત-દિવસ તેમના જીવનનું જોખમ ઉઠાવી રહ્યા છે અને તેમની રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે, સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સંજય યાદવ અને તેમની ટીમે તેમણે કોરોના વોરિયર્સનું પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા છે. આ નિર્ણાયક પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ બજાવવામાં પાછળ ન રહેનારા યોદ્ધાઓની હિંમતને પ્રોત્સાહન આપવા, અને આ ટ્રસ્ટ દ્વારા સામાન્ય નાગરિકો માટે કરવામાં આવતા કાર્યને પ્રોત્સાહિત કરવા સારા કાર્ય કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉમરગામ પોલીસ સ્ટેશનમાં વલસાડના ડીવાયવાયએસપી બી.એન. પટેલ સાહેબ, પી.એસ.આઇ. જે.જે. ડાભી સાહેબ, જમાદાર પ્રેસિત ગામીત અને તેમની ટીમને કોરોના વોરિયર્સનું પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્...

વનમંત્રી શ્રી રમણભાઇ પાટકર નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમના સુઆરોગ્ય માટે મહા મ્રૃત્યુંજય યજ્ઞનુ આયોજન.

Image
આજે ઉમરગામ તાલુકા પંચાયત સભ્યશ્રી જવાહરસિંહજી પૂરોહીત દ્વારા અંબામાતા મંદિર મા અને મુક્તેશ્વર મહાદેવ ના સાનિઘ્યમા ઉમરગામ તાલુકા એમ એલ એ (ઘારાસભ્ય) તથા ગુજરાત રાજ્ય આદિજાતિ વનમંત્રી શ્રી રમણભાઇ પાટકર નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમના સુઆરોગ્ય માટે મહા  મ્રૃત્યુંજય યજ્ઞનુ આયોજન કરવામાં આવેલ આ યજ્ઞમા ઉમરગામ તાલુકા પંચાયત સભ્ય અને રાજસ્થાન સેવા સમિતિ ના પ્રમુખ શ્રી જવાહરસિંહજી પૂરોહીત. અગ્રણી બીલ્ડર્સ તથા અંબેમાતા ઘાર્મિક ટ્રષ્ટના પ્રમુખ શ્રી મુરલી ભાઈ વર્મા તથા દહાડ ગ્રામ પંચાયત સરપંચશ્રી લાલાભાઈ નાયક તથા સમાજીક સેવા કાર્યકર શ્રી તેજાભાઈ ચૌધરી તથા સોહનલાલજી જોષી બાલાજી સ્વિટ તથા રેવાશંકર ભાઈ વ્યાસ તથા પ્રકાશભાઇ જૈન ડીમ્પલ જ્વેલર્સ તથા રાજેશ હળપતિ તથા ભાગવતાચાર્ય શાસ્ત્રી ચંદુભાઈ શુકલ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમા આહુતિ આપી લોકલાડીલા નેતા શ્રી રમણભાઇ પાટકર નુ આરોગ્ય સારૂ રહે અને આ રોગ માથી મુક્ત થઈ દિર્ઘાયુ બને તેવી ભગવાન મુક્તેશ્વર મહાદેવ તથા જગત જનની મા જગદંબા ને પ્રાર્થના કરી પૂજા કરવામાં આવી હતી

લાખણકા ગામે સગર્ભા બહેનોને મચ્છરદાની વિતરણ કરવામાં આવી

Image
ગઢડા(સ્વા) તાલુકાના પ્રા.આ.કેન્દ્ર ખોપાળાના લાખણકા ગામે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય તે અનુસંધાને મચ્છર કરડવાથી થતા મચ્છરજન્ય રોગો મેલેરિયા, ચિકનગુનિયા તથા ડેન્ગ્યુથી બચવા તથા માતામરણ અટકાવવા માટે સગર્ભા બહેનોને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું. દરેક સગર્ભા બહેનોને આરોગ્ય કર્મચારી મુકેશભાઈ મારુ, કુંજલબેન ગોહિલ તથા આશા વર્કર, આંગણવાડી વર્કરના હસ્તે મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું. રિપોર્ટર:ઇમ્તિયાઝ હવેજ.મો.9998153574 તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040