છાપી પ્રેસ યુનિટી દ્વારા કોરોના વોરિયર્સ નો સન્માન સમારોહ યોજાયો.
છાપી પ્રેસ યુનિટી ના હોદ્દેદારો દ્વારા આજુબાજુના ગામડાઓમાં કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરવા બદલ સરપંચ તથા સમાજના અગ્રણીઓ ની સાલ ઓઢાડી તેમજ ફુલહાર કરી સન્માન કરાયું.
વડગામ તાલુકામાં છાપી વિસ્તારમાં બનેલ નવીન પ્રેસ યુનિટી ટ્રસ્ટ ના સભ્યો દ્વારા તથા હોદ્દેદારો દ્વારા આજરોજ ભરકાવાડા પાટિયા પર આવેલ રોયલ ડેરીના કેમ્પસમાં કોરોના વોરિયર્સ નુ સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છાપી વિસ્તારના અને પીરોજપુરા મુકામે રહેતા ઈ.ડી.આર.ગ્રુપ ના માલિક શહીદ ભાઈ રાજેડિયા ના અધ્યક્ષ સ્થાને તથા છાપી પ્રેસ યુનિટી ના પ્રમુખ દશરથસિંહ સોલંકી તેમજ છાપી પ્રેસ યુનિટીમાં નવીન દાખલ થયેલ તમામ સભ્યોનું સ્વાગત અને શુભેચ્છા મુલાકાત નું આયોજન કરેલ હતું. જેમાં સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરી સેનેટાઈઝર થઈ અને સોશિયલ ડિસ્ટંટ સાથે તમામ સભ્યો તેમજ મહેમાનો હાજર રહ્યા હતા પત્રકાર મિત્રો દ્વારા આ યુનિટીને ટ્રસ્ટમાં પરિવર્તન કરી સમાજના અને વંચિત લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાના હેતુથી આ યુનિટીની ટ્રસ્ટમાં પરિવર્તન કરવાની તજવીજ હાથ ધરાઇ હતી જેમો છાપી, માહી તેનીવાડા ,ભરકાવાડા ટીંબાચુડી, ચંગવાડા તથા આજુબાજુના સરપંચો તથા સમાજના આગેવાન શ્રીઓ હાજર રહ્યા હતા તેમજ આ યુનિટી ખૂબ આગળ વધે અને ગરીબ અને વંચિત લોકોનો અવાજ બને લોકોને ન્યાય મળે એ પ્રમાણે ના કાર્યો કરે એવા આશીર્વચન આપ્યા હતા આવેલ મહેમાનો ને છાપી પ્રેસ યુનિટી વતીથી સાલ અને ફુલહાર ઓઢાડી એક કોરોના વોરિયર્સ તરીકે તેમની કરેલી કામગીરીને બિરદાવા માં આવી હતી.યુનિટી ના પ્રમુખ દશરથસિંહ સોલંકી ,ઉપ.પ્રમુખ જગદીશ સોની, મંત્રી દિલીપ ગોહીલ, સહ મંત્રી જયેશ મોદી ખજાનચી સચિન શેખલિયા દ્વારા શુભ્ભૈચ્છાઓ પાઠવી હતી .આ પ્રસંગે આવેલ મહેમાન તથા યુનિટી ના તમામ સભ્યો ને સમુહ ભોજન યુનિટી ના પ્રમુખ દશરથસિંહ સોલંકી તરફ થી રાખવા માં આવ્યો હતો.ત્યાર બાદ છુટા પડ્યા હતા . આ તમામ કાર્યક્રમ નુ સંચાલન વડગામ વિ.જે.પટેલ હાઇસ્કુલ ના આચાર્ય રાકેશ પ્રજાપતિ અને યુનિટી ના મંત્રી દિલીપ ગોહીલે કર્યુ હતુ.
Comments
Post a Comment