Posts

Showing posts from July, 2022

અરવલ્લી ની ગિરિમાળાઓ વચ્ચે આવેલ સુનસર ગામ,

Image
અરવલ્લી મોડાસા રિપોર્ટર. ભરત ઠાકોર  સુનસર ગામ નું નામ આવે એટલે તરતજ લોકોના મગજ માં સુનસર નો ધોધ યાદ આવી જાય. ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે લોકો ધોધ ચાલુ થવાની રાહ જોઈ રહે , અને જ્યારે ચોમાસુ જામે ત્યારે ત્રણ ચાર દિવસ વરસાદ ચાલુ રહે એટલે આ ધોધ શરૂ થાય છે. ધોધ તો વર્ષો થી પડે છે પણ હાલના સોશિયલ મીડિયા ના જમાનામાં છેલ્લા આઠ દસ વર્ષ થી આ ધોધ ખૂબ પ્રખ્યાત થયો છે. દૂર દૂર થી સહેલાણીઓ અહી ધોધ જોવા આવે છે અને આ ધોધ એમને "મીની કાશ્મીર" નો અહેસાસ કરાવે છે. ડુંગર ઉપર થી ત્રણ સ્ટેપ પર પાણી પડીને આહલાદક દૃશ્ય ઉત્પન્ન કરે છે તળેટી માં ધરતી માતાનું મંદિર આવેલ છે, જેમાં સ્થાનિક લોકો ખૂબ શ્રદ્ધા ધરાવે છે.

સણોસરા પાસેના પાડાપાણ ગામે શનિવારે શ્રી દેવજીબાપા આશ્રમે બીજ ઉત્સવ

Image
સણોસરા પાસે આવેલા પાડાપાણ ગામે શનિવારે શ્રી દેવજીબાપા આશ્રમમાં બીજ ઉત્સવ ઉજવવામાં આવશે. મહંત શ્રી પ્રેમદાસ ગોંડલિયા અને સેવક પરિવારના આયોજન સાથે અહીંયા બપોરે સંતોના સામૈયા અને રાત્રે સંતગાથા રજૂ થશે. શ્રી દેવજીબાપાની ૫૧મી પુણ્યતિથિના મહોત્સવમાં અતિથિ વિશેષ સ્થાને શ્રી રઘુનંદનદાસબાપુ રહેશે.

ભકત કવિ નરસીહ મહેતા યુનિવર્સિટી ના યુજી.સી નેટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સ્પીકર તરીકે આ.પ્રો ડૉ સચિન પીઠડીયા.

Image
જુનાગઢ તા.૨૭-૭-૨૦૨૨ ના રોજ ભકત કવિ નરસીહ મહેતા યુનિવર્સિટી ના સમાજશાસ્ત્ર વિભાગ દ્રારા આયોજીત યુ.જી.સી નેટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં(પ્રશિક્ષણ) સ્પીકર તરીકે સરકારી વિનયન કોલેજ ભેંસાણનાં આસીસ્ટન્ટન પ્રોફેસર વગૅ ૨ અઘીકારી ડૉ સચિન પીઠડીયા એ ' ગ્રામીણ સમાજશાસ્ત્ર' ના વિષય પર યુ.જી.સી નેટ - જી.સેટ સંદભૅ વ્યાખ્યાન આપ્યુ હતું.જેમાં સમાજશાસ્ત્ર સામાન્ય પરિચય, ગ્રામીણ સમાજશાસ્ત્ર ઉદવભ, પંચાયતિરાજ, જ્ઞાતિ, વિવિઘ ગ્રામિણ સામાજ ઉપયોગી પુસ્તકોનું પીપીપટી ના માઘ્યમથી પ્રઝેટે કરવામા આવ્યુ હતુ. આ પ્રોગ્રામ કોડી નેટર વિભાગીય અઘ્યક્ષ ડો.જયસીંહ ઝાલા સરે કયુ હતુ અને સમાપન આ.સી પ્રો રુશીરાજ ઉપાઘ્યાયે કયુ હતુ. આ શ્રેણીમાં ગુજરાત અલગ અલગ યુનિ.ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ શ્રેણી નેટ જીસેટ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહી હતી.

જિંદગી નું સરવૈયું

Image
રિલેશનનું રિલેશનશિપ આપણી આસપાસ ઘણા સંબંધો હોય છે વ્યક્તિને જન્મની સાથે જ એક વસ્તુ વારસાગત રૂપે ફ્રી અને સહેલાઈથી મળે છે એ સબંધ પણ આ સબંધ કેવો રાખવો અને કેવી રીતે બનાવવો તે વ્યક્તિની આવડત ઉપર છે.સબંધમાં સહજતા રાખવી બહુ મુશ્કેલ છે જે અત્યારના યુગલોમાં જોવા નહીં મળતી પણ વધતી મુશ્કેલીઓ જોવા જરૂર મળે છે આજકાલના સંબધો સ્માર્ટફોન જેવા છે જે નવી અપડેટ્સ આવે એટલે તરત જ બદલાય જાય છે અને સાથે નવા ફેરફારમાં ભળી દે છે જૂનું હોય તેને પાછળ કરી દે છે પણ આવું તો ના જ કરાય દોસ્તો ગમે એટલો સમય બદલાય કે દાયકો બદલાય પણ આપણી સભ્યતા ન બદલાવવી જોઈએ જે સબંધ આપણને જન્મજાત સાથે મળે છે એનો બહિષ્કાર અથવા ત્યાગ કરીને શું નવું રૂપ ધારણ કરવાના છો? અને શું તમારી જનેતા કે માવતરના ઘડતરને અલગ કરી શકશો કે પછી એજ ઘડતરથી જિંદગીની નવી દીવાલ ચણશો.આ દુનિયામાં બધા સંબંધો કાંઈક ને કાંઈક માંગશે જ લગ્ન કરો કે દોસ્તીમાં પણ નિઃસ્વાર્થ ભાવ તો આવી જાય છે.ગમે એટલા મોટા કે પાકા સબંધ કેમ ના હોય પણ એમાં સ્વાર્થ તો હોય છે એમાં આજકાલના સબંધ સમય સાથે વ્યક્તિને પણ જોઈ છે જો વ્યક્તિ સારા ઘરનો કે પૈસાવાળો હોય તો તેની સાથે જ રહેશે અન...

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

Image
આપના ગુજરાત ના અગ્રણીઓ સહિત સેંકડો કાર્યકર્તાઓ ની હાજરી.. લઠ્ઠાકાંડ ઘટના બાદ પીડિતો તેમજ પીડિત પરિવારને મળવા ભાવનગર સરકારી હોસ્પિટલ પર પહોંચ્યા કેજરીવાલ. મોટી સંખ્યામાં કાર્યકરો સહિત લોકો ની ભારે ભીડ ગ્રાઉન્ડ માં કલાકો પહેલા કાર્યકર્તાઓ એકઠા થવાનું ચાલુ થઈ ગયું હતું..     કેજરીવાલ ભાવનગર હોસ્પિટલ આવે છે,તેવા સમાચાર બાદ તો કોંગ્રેસ ના જગદીશ ઠાકોર પણ આવી પહોંચ્યા હતા,જોકે તેઓ સ્મશાન યાત્રા માં હાજરી આપીને અહી આવ્યા હતા..     સરકાર માટે શરમ જનક નહિ,પરંતુ પોલીસ ને છાવરવા ની નીતિ કે કાળી કમાણી ની ભાગ બટા ઈએ શાસકો ને નાક કાપી ને હાથમાં આપી દીધા જેવડો આઘાત કહેવાય,પરંતુ પ્લાસ્ટિક હ્રદય ની શાસન વ્યવસ્થા ને ઉઘરી ને ભાગ બટાઈ મોદી સાહેબ ના શબ્દો માં કહીએ તો કટકી બટકી વાળા બાબુઓ ને સર્વોપરી બનાવી,ટાર્ગેટ આપી ઉઘરાણા નો કાળો કારોબાર ચાલે છે,ત્યારે નિવૃત્તિ બાદ વિશેષ સમય માટે રીન્યુ થયેલા, આઇ.જી માટે પણ નિવૃત્તિ સમય ની ટિલ્લી લાગી ગયા જેવી સ્થિતિ છે,પરંતુ સરકાર હોય કે તંત્ર પ્રથમ તબક્કે તો કોઈની વાત સાંભળે નહિ,કે ભરોસો મૂકે નહી,આ અવિશ્વસનીયતા ના કારણે ૩૨ કે ૩...

દલિત શક્તિ કેન્દ્ર દ્વારા આભડછેટ મુક્ત ભારત અભિયાન...

Image
 દલિત પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સમાનતાનો સિક્કો અર્પણ કર્યો... --------------- સાણંદના નાનીદેવતીના દલિત શક્તિ કેન્દ્ર, નવસર્જન ટ્રસ્ટ અને દેશના જુદા જુદા સંગઠનો દ્વારા આભડછેટ મુક્ત ભારત 2047 અભિયાન હેઠળ દલિત સમુદાય દ્વારા આપેલ પિત્તળના વાસણોમાંથી 1111કિલો નો સમાનતાના સિક્કો ( ભીમ રુદન ) દેશની નવી સંસદભવનમાં અર્પણ કરવા માટે બનાવવામાં આવેલ છે.  આ સિક્કો હાલ દલિત શક્તિ કેન્દ્ર, નાનીદેવતીમાં રાખવામાં આવેલ છે. આ અભિયાનના નેજા હેઠળ તા. ૦૧/૦૮/૨૦૨૨ ના રોજ ડી.એસ.કે થી દિલ્હી સુધીની પાંચસો લોકોની ભવ્ય યાત્રા દ્વારા દિલ્હી પહોંચીને 1111 કિલોનો સમનતાનો સિક્કો નવી સંસદભવનમાં મુકવા માટે ભેટ અર્પણ કરવામાં આવનાર છે. જેને લઈને આજે ગાંધીનગર ખાતે આભડછેટ મુક્ત ભારત અભિયાનના પ્રણેતા માર્ટિનભાઈ મેકવાન અને દસાડા પાટડીના ધારાસભ્ય નૌષાદભાઈ સોલંકી, કિરીટ રાઠોડ, કાંતિલાલ પરમાર, રમીલાબેન, નરેન્દ્રભાઈ, ભરતભાઇ, શાંતાબેન, વિનુભાઈ, બળદેવભાઈ, પરેશભાઈ સહિત દલિત પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લઈને ડૉ બાબા સાહેબ આંબેડકર અને તથાગત ગૌત્...

સ્કૂલે જતા બાળકો આવા રસ્તાઓ ઉપર કેમ ચાલશે...???

Image
ઇડર અહેવાલ.રાકેશ નાયક ઇડર ના બડોલી માં વિકાસ ગાંડો થયો...!? જ્યાં જુવો ત્યાં પાણી ના ખાબોચિયા.વર્ષોની પાણી ભરાવવાની સમસ્યા...  સરપંચ શાહી તો દૂર ના કરી શકી..પણ વહીવટી સાશન પણ પાણીમાં બેસ્યું... શું ચોમાસુ પાણી ના નિકાલ ની જવાબદારી ડિઝાસ્ટર વિભાગ નિભાવશે...??? વાહન પાણીમાં ચાલે ત્યારે રાહદારીઓ ને વધુ ઉડતા પાણી નું જોખમ.. ઇડર તાલુકા ના બડોલી ગામે સામાન્ય વરસાદ પડે તો પણ બડોલી હાઇસ્કૂલ ની સામે ના રોડ પર, હનુમાનજી મંદિર ની સામે ના રોડ પર, સ્ટેટબેન્ક પાસે વડીયાવીર રોડ પર સહિત અનેક જગ્યાએ પાણી ભરાઈ જાય છે.જેને લઈ શાળામાં જતા બાળકો અને સ્થાનિકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે તેમજ વાહન ચાલકોને પણ મુશ્કેલી સહન કરવી પડે છે આ જોતા એવું લાગે છે કે બડોલી ગામે વર્ષોથી એક જ સમસ્યા સતાવી રહી છે પરંતુ બડોલી પંચાયત દ્વારા વિકાસની રકમ ખરેખર જ્યાં જરૂરી છે ત્યાં વાપરવામાં આવતી હોય તેવું દેખાતું નથી. હાલમાં વહીવટી સાશન ચાલી રહ્યું હોવા છતાં પાણી ભરાવાના જરૂરિયાતના પ્રશ્નો હલ થતા નથી. જેને લઈને લાગી રહ્યું છે કે ઇડર તાલુકા ના બડોલી ગામનો વિકાસ ખરેખર ગાંડો થયો છ...

ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડનો બનાવ બન્યો...શક્તિસિંહ

Image
 રોજીદ ગામના સરપંચે દારૂનું વેચાણ બંધ કરાવવા પોલીસ સ્ટેશનમાં જાતે જઈ ફરિયાદ આપી જેની નકલ DSP અને ગૃહ મંત્રીને પણ મોકલી. શા માટે કાર્યવાહી કરવામાં ન આવી ? શું દારૂના અડ્ડાઓ સરકારના આશીર્વાદ, પોલીસના હપ્તાઓ અને ભાજપના મીલીપણાથી ચાલી રહ્યા છે ? અત્યંત દુઃખદ છે, 23 વ્યકતિઓના મૃત્યુ જેરી દારૂ (લઠ્ઠો) પીવાથી થયા છે. ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો. નીચેથી ઉપર તમામને જાણ કરાઈ હતી. હજુ સુધી જવાબદાર સામે કોઈ પગલાં નહીં કે સરકારની નૈતિક જવાબદારીનો સ્વીકાર નહીં તે શું દર્શાવે છે? શું લઠ્ઠા કાંડને નવું નામ આપી સરકાર અવસરમાં ફેરવાશે ?

કારગિલ વિજય દિવસ નિમિત્તે જય જવાન નાગરિક સમિતિ- સુરત દ્વારા શહીદોને પુષ્પાંજલિ....

Image
તિરંગાયાત્રા, કલાંજલી અને રકતાંજલી દ્વારા અપાઇ ભાવભીની શ્રદ્ધાંજલિ.... અહેવાલ:  નરેશ વિરાણી સુરત શહેરમાં છેલ્લા 23 વર્ષથી કાર્યરત જય જવાન નાગરિક સમિતિ જે કારગિલ વિજય દિવસ નિમિત્તે ગુજરાતનાં શહિદ પરિવારજનો ને આર્થિક સહાય તેમજ અનેક પ્રકારે મદદ કરતી સંસ્થા છે. આજે 26 જુલાઈનાં દિવસે આ સંસ્થા દ્વારા જુદી જુદી રીતે લોકોમાં દેશભક્તિ વધુ પ્રજવલિત થાય તેવા કાર્યો કરવામાં આવ્યા. જેમકે સરથાણા ખાતે શહીદ સ્મારકે પુષ્પાંજલિ, તિરંગાયાત્રા, કલાંજલી તેમજ ભવ્યાતિ ભવ્ય મેગા બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં સવારે મોટી સંખ્યામાં લોકોએ સરથાણા શહીદ સ્મારક ખાતે ઉપસ્થિત રહીને શહિદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તમામ કાર્યક્રમ વ્યવસ્થા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવા ટીમ, યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, સુ-સંસ્કારદીપ યુવા મંડળ દ્વારા થઈ હતી. ત્યારબાદ સરથાણાથી સૌરાષ્ટ્ર પટેલ ભવન મિનિબજાર સુધી નિકળેલી ત્રિરંગા યાત્રામાં પર્યાવરણનો સંદેશ આપવા 800 જેટલી ઈ-બાઇકો જોડાઈ હતી અને અત્યાર સુધી ક્યારેય ના જોવા મળ્યો એટલા મોટા પ્રતિસાદ સાથે વરાછાએ વીરોને વીરાંજલી આપી હતી. આની સમગ્ર ...

ઈડરિયા ગઢ પાછળનાં ભાગે પ્રોટેક્શન દીવાલ સહિત ડામર રોડ ધોવાયો.

Image
રાકેશ નાયક,ઇડર મેધરાજા નાં વધામણાં ને લઇ ગઢ ઉપર જવાના રસ્તાનો સ્લેબ પાણીમાં તણાયો... વાહન અકસ્માત જોન બની ગયો,ઈડરિયો રોડ.... રીપેરીંગ નું મુહુર્ત ક્યારે આવે તે કહેવું મુશ્કેલ.... સરકાર ની સ્થિતિ "બાર સાંધે ત્યાં તેર તુટે" ઇડરિયા ગઢ ઉપર જવા માટે ગઢના પાછળના ભાગે બનાવેલ નવો ડામર રોડ અને પ્રોટેક્શન દીવાલ વરસાદ ના કારણે ધરાશયી થયી હતી. પ્રવાસન વિભાગ દ્રારા વિકાસ ને લઇ ઈડરિયા ગઢ ઉપર કરોડો ની ગ્રાન્ટ વાપરી નવીન ડામર રોડ અને પ્રોટેક્શન દિવાલ સહિત અનેક કામો કરવામાં આવ્યા છે ત્યારે સોમવાર અને મંગળવાર ના રોજ પડેલ વરસાદમાં ઘરના પાછળના ભાગેથી ઉપર જવાના રોડ પર બનાવેલ પ્રોટેક્શન દિવાલ વરસાદના પાણીમાં ધસી પડી હતી અને ડામર રોડ પણ ધોવાઈ ગયો હતો.આ માર્ગ ઈડરિયા ગઢ ની મૂલાકાતે આવતાં પર્યટકો માંટે પ્રવાસન વિભાગ દ્રારા તૈયાર કરવામાં આવ્યો હતો.પ્રોટેક્શન દીવાલ પાણી માં તણાઈ જતાં હાલ ગઢ નાં પાછળનો માર્ગ બંધ કરાયો છે.સૂત્રો થી મળતી માહિતી મુજબ હવે નવીન રોડ બનશે ત્યાં સુધી પાછળ નો રોડ બંધ રાખવામાં આવશે.

આમ આદમી પાર્ટી તાપી જિલ્લા માં જોડતા આગેવાનો....

Image
આજ રોજ તાપી જિલ્લા પ્રમુખ શ્રી સાગર ભાઈ વસાવા, જિલ્લા મહામંત્રી શ્રી રીમુ ભાઈ ગામીત જિલ્લા મંત્રી શ્રી જયેશ ભાઈ નિઝર વિધાનસભા સંગઠન મંત્રી રમેશ ભાઈ ગામીત, વિમલ ભાઈ ગામીત.માંડવી વિધાનસભા સંગઠન મંત્રી રુસ્તમ ગામીત જી તેમજ સોનગઢ તાલુકા ના કાર્યકર્તા ઉપસ્થિતિ રહી કોંગ્રેસ પાર્ટીના બાહુબલી નેતા, સોનગઢ APMC ના ચેરમેન શ્રી અરવિંદ ગામીત જી દિલ્હી ના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ જી ની ઉપસ્થિતિ માં આમ આદમી પાર્ટી માં જોડાયા તે માટે સોનગઢ તાલુકા આપ ના કાર્યકર્તા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આમ આદમી પાર્ટી  તાપી સોશિયલ મીડિયા