પત્રકાર એકતા સંગઠન ના પ્રાયોજક અને ગુજરાતમા પત્રકારોને એક નવુ જોમ પુરૂ પાડનાર શ્રી સલીમભાઇ બાવાણીને ભાવનગરના પત્રકારો દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ
પત્રકાર એકતા સંગઠન ના પ્રાયોજક અને ગુજરાતમા પત્રકારોને એક નવુ જોમ પુરૂ પાડનાર શ્રી સલીમભાઇ બાવાણીને ભાવનગરના પત્રકારો દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ
સદા માટે પોતાનુ જીવન પત્રકારોના હીત માટે સમર્પિત કરી દરેક જિલ્લા અને તાલુકામા પત્રકારોને સંગઠિત કરવાનુ જેમણે બીડુ ઝડપયુ તેવા સલીમભાઇ બાવાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા જેની વિદાયથી ગુજરાત સહીત વિવિધ રાજ્યોના પત્રકાર આલમમા શોકની લાગણી છવાઇ હતી. સ્વ ખર્ચે દરેક જિલ્લા અને તાલુકામા પહોચી પત્રકારોને કાયદાકીય લડત શીખવી, સંગઠીત કર્યા અને પોતાનો ભીનો સુવાસ આપી દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા ત્યારે તેમની યાદમા આજ રોજ ભાવનગર જિલ્લા પંચાયતના ગાર્ડનમા તમામ પત્રકારોએ સોસિયલ ડીસ્ટન્સનું પાલન કરી સ્વ./જન્નત નશીન. સલીમભાઇ બાવાણીના આત્માના શાંતી માટે 2 મિનીટનું મૌન પાળી તેમજ ફુલ અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. સ્વ./જન્નત નશીન. સલીમભાઇ બાવાણી સાથે વર્ષોથી પત્રકારત્વ કરતા મિત્રોએ ભીની આખે તેમની જુની યાદો પણ વર્ણવી તેમના જીવનના તબ્બકાઓને યાદ કર્યા હતા.
રિપોર્ટર:જાવેદ ખોલીયા
Comments
Post a Comment