ઉમરગામરોટરી ક્લબ ઓફ ઉમરગામ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન ફુલ 121 યુનિટ રકત એકત્રિત કરાયું.
ઉમરગામ તારીખ 27 7 2020 કોરોનાવાયરસ મહામારીને કારણે જિલ્લામાં લોહીની અછત સર્જાઇ રહી છે બ્લડ બેન્ક દ્વારા વિવિધ સામાજીક સંસ્થાઓનો સંપર્ક કરી રક્તદાન શિબિર યોજવામાં તેમજ દાતાઓ નો સંપર્ક કરી રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે રોટરી ક્લબ ઉમરગામ દ્વારા આજરોજ યુ આઇ એ કમ્યૂનિટી હોલ ખાતે ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ અન્ય ૧૩ જેટલી સંસ્થા ઓ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 121 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું રોટરી ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ દોલત ધનેશા અને પ્રોજેક્ટ ચેરમેન રોહિત શાહ એ તમામ દાતાઓનો આભાર માન્યો તો સાથે બ્લડ બેંક ના સેવાભાવી ડોક્ટરો અને સહયોગીઓ નો પણ આભાર માન્યો હતો રોટરી ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ દોલત ધનેશા એ જણાવ્યું હતું કે ગત સપ્તાહે રોટરી ક્લબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સપ્તાહે કોરોનાવાયરસ મહામારીને ધ્યાને લઇ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી આયુર્વેદિક ઉકાળા તેમજ દવાનું વિતરણ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
રિપોર્ટર ધવલ વાઘેલા.
તંત્રી:સલીમભાઈ બાવાણી
Comments
Post a Comment