યુ.એસ.એફ, સાયન્સ ક્ષેત્રે ઉત્તમ કૃતિઓ રજૂ કરતા બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષક ભરતભાઈ પરમાર
યુનિવર્સ સાયન્સ ફોરમ (USF) દ્વારા COVID-19 મહામારીના લોકડાઉન દરમિયાન એપ્રિલ-મે માસમાં આયોજિત Science Cultivation ઑનલાઇન "કોરોના વાયરસ રોગચાળો" વિષય પર સાયન્સ શોર્ટ ફિલ્મ, સાયન્સ કાર્ટૂન અને કાવ્ય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં સાયન્સ ક્ષેત્રે રસ ધરાવતા વ્યક્તિઓએ ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે દાંતીવાડા તાલુકાની પાંથાવાડા પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા ભરતકુમાર વી. પરમારે ત્રણેય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિજ્ઞાન ક્ષેત્રે તેમણે ઉઠાવેલ સર્જનાત્મક પગલાં બદલ અને વિજ્ઞાનને સ્પર્શતા કાર્યક્રમોમાં સહભાગી બની ઉત્તમ કૃતિઓ પ્રસ્તુત કરવા બદલ યુનિવર્સ સાયન્સ ફોરમ (USF) દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાયન્સ ક્ષેત્રે તેમણે સુંદર કામગીરી કરી પાંથાવાડા પે સેન્ટર શાળા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરેલ છે. કોરોના મહામારીના સમય ગાળામાં વિવિધ ક્ષેત્રે તેમણે ઉમદા અને નોધનીય કામગીરી કરેલ છે. ભરતભાઈ પરમારની ઉમદા કામગીરીને બિરદાવતાં તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે
Comments
Post a Comment