ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ
રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ત્રિરંગાને વંદન કરી સલામી ઝીલી ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ધ્વજવંદન કરી સલામી ઝીલી હતી અને જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવાં વિર સપુતો થકી જ રાષ્ટ્ર એકતાના બંધને બંધાયુ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્રના વિકાસની ગતીને બમણા વેગથી આગળ ધપાવી રહ્યા છે. રામ જન્મભુમિ મંદીર શિલાન્યાસ થકી આજે સૌ ભારતવાસી અનેરા સંતોષની લાગણી અનુભવી રહ્યા છે તેમજ કલમ ૩૭૦ની નાબુદીના હિંમતભર્યા પગલાને કારણે આજે સાચા અર્થમા એક અને અખંડ ભારતનુ સ્વપ્ન મુર્તિમંત થઈ શક્યુ છે. કોરોના મહામારીમા વડાપ્રધાનશ્રીના દુરંદેશી પગલાઓની નોંધ સમગ્ર વિશ્વએ લીઘી છે. લોકડાઉન બાદ સાષ્ટ્રના વિકાસને પુન: ગતીવાન કરવા જાહેર કરેલા રૂ.૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ થકી દેશવાસીઓમા પુન: ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયેલ છે. રાજ્ય સરકારે કોરોના મહામારીમા લોકોનુ સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી ધન્વંતરી રથ, ડોર ટુ ડોર સર્...