ઉમરગામ દહેરી ખાતે આકસ્‍મિક મૃત્‍યુ સહાયનો ચેક અર્પણકરતા આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

ઉમરગામ દહેરી ખાતે આકસ્‍મિક મૃત્‍યુ સહાયનો ચેક અર્પણ
કરતા આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

વલસાડઃ તા.૦૭ ઉમરગામ તાલુકાના દહેરી ગામના ભંડારવાડ ફળીયાના વતની ઋતિક દયારામ ભંડારી ઉં.૨૦ વર્ષ તા.૦૫/૦૮/૨૦૨૦ ના રોજ ભારે વરસાદ અને વાવાઝોડા દરમ્‍યાન અવકાશી વિજળી પડવાથી કુદરતી આફતમાં મૃત્‍યુ પામ્‍યા હતા. તેઓના પિતા દયારામ કેશવ ભંડારીને રાજય સરકાર દ્વારા કુદરતી આફત અન્‍વયે આકસ્‍મિક મૃત્‍યુ સહાયના ભાગ રૂપે રૂપિયા ચાર લાખની સહાયનો ચેક વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે આપવામાં આવ્‍યો હતો. મંત્રીશ્રીએ પરિવાર પર આવી પડેલી કુદરતી આફતમાં દુખદ ઘટનાને સહન કરવાની એમના પરિવારને શકિત આપે તેવી સાંત્‍વના પાઠવી હતી.

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ