વનમંત્રી શ્રી રમણભાઇ પાટકર નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમના સુઆરોગ્ય માટે મહા મ્રૃત્યુંજય યજ્ઞનુ આયોજન.

આજે ઉમરગામ તાલુકા પંચાયત સભ્યશ્રી જવાહરસિંહજી પૂરોહીત દ્વારા અંબામાતા મંદિર મા અને મુક્તેશ્વર મહાદેવ ના સાનિઘ્યમા ઉમરગામ તાલુકા એમ એલ એ (ઘારાસભ્ય) તથા ગુજરાત રાજ્ય આદિજાતિ વનમંત્રી શ્રી રમણભાઇ પાટકર નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમના સુઆરોગ્ય માટે મહા  મ્રૃત્યુંજય યજ્ઞનુ આયોજન કરવામાં આવેલ આ યજ્ઞમા ઉમરગામ તાલુકા પંચાયત સભ્ય અને રાજસ્થાન સેવા સમિતિ ના પ્રમુખ શ્રી જવાહરસિંહજી પૂરોહીત. અગ્રણી બીલ્ડર્સ તથા અંબેમાતા ઘાર્મિક ટ્રષ્ટના પ્રમુખ શ્રી મુરલી ભાઈ વર્મા તથા દહાડ ગ્રામ પંચાયત સરપંચશ્રી લાલાભાઈ નાયક તથા સમાજીક સેવા કાર્યકર શ્રી તેજાભાઈ ચૌધરી તથા સોહનલાલજી જોષી બાલાજી સ્વિટ તથા રેવાશંકર ભાઈ વ્યાસ તથા પ્રકાશભાઇ જૈન ડીમ્પલ જ્વેલર્સ તથા રાજેશ હળપતિ તથા ભાગવતાચાર્ય શાસ્ત્રી ચંદુભાઈ શુકલ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમા આહુતિ આપી લોકલાડીલા નેતા શ્રી રમણભાઇ પાટકર નુ આરોગ્ય સારૂ રહે અને આ રોગ માથી મુક્ત થઈ દિર્ઘાયુ બને તેવી ભગવાન મુક્તેશ્વર મહાદેવ તથા જગત જનની મા જગદંબા ને પ્રાર્થના કરી પૂજા કરવામાં આવી હતી

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ