ઉમરગામ ખાતે આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

ઉમરગામ ખાતે આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ
આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્‍ય સરકાર કટિબધ્‍ધ છે- સામાજિક અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર.
  ઉમરગામ નગરપાલિકા ખાતે ની કન્‍યાશાળા ખાતે રવિવારે સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની અધ્‍યક્ષતામાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ આદિવાસીઓના કૂળદેવી અને દેવીદેવતાઓને પુષ્‍પ અર્પણ સાથે મંગલ દીપપ્રાગટય થકી કરવામાં આવ્‍યો હતો. 
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

ઉમરગામ નગરપાલિકા ખાતે ની કન્યાશાળા ખાતે ના વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ના પ્રસંગે જ્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઉમરગામ આવેલ હોઈ તેવા પ્રસંગે ભાજપા શાસિત ઉમરગામ નગરપાલિકા ના સભ્યો, હોદેદારો અને શહેર ભાજપા સંગઠન ના કોઈ પણ હોદેદારો  જોવા મળ્યા ન હતા.પાલિકા ના પ્રમુખ ની એકલો જા રે ની કાયમી નીતિ  આવા મહત્વ ના પ્રસંગે પણ જોવા મળતા નગર માં આચાર્ય.

   રવિવારે ઉમરગામ નગર પાલિકા ખાતે ની પોસ્ટ ઓફીસ ની બાજુ માં આવેલ કન્યા શાળા ખાતે  વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી સામાજિક અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષ તામાં કરવામા આવી હતી  આ પ્રસંગે મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્‍યું હતું આદિવાસી સમાજ ના સર્વાંગીવિકાશ માટે રાજ્ય સરકાર કટિ બદ્ધ છે.

ઉપરોક્ત ઉમરગામ કન્યાશાળા ખાતે ના વિશ્વ  આદીવાસી દિવસ ની ઉજવણી પ્રસંગ ના પ્રારંભે વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ મણીભાઈ પટેલે પોતાના ઉદબોધન માં દેશ ના વિકાસ માટે આદિવાસીઓ ના બલિદાનનોને યાદ કરી તેઓ ને વિશેષ અધિકારો મળે તે માટે પેસા એકટ ની જાણકારી આપી હતી ઉમરગામ તાલુકાની બાવન પેકી ની એકાવન સીટો આદિવાસીઓ માટે અનામત હોવાનું પણ મણીભાઈ પટેલે જણાવ્યું હતું.
ત્યારે અધ્યક્ષ સ્થાને થી પોતાના ઉદબોધન માં મંત્રી ઈશ્વર પરમારે  આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં વસતા આદિવાસીઓ માટે તેમનો વારસો, સંસ્‍કૃતિ, ભાષા વગેરે અધિકારો માટે સંકલ્‍પબધ્‍ધ થવાનો દિવસ છે. આદિવાસીના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરતાં જણાવ્‍યું હતું કે, આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્‍ય સરકાર કટિબધ્‍ધ છે. આદિવાસીઓનું હિત સચવાય તેવા કાયદાઓનો અમલ કરવામાં આવ્‍યો છે. પેસા એક્‍ટના અમલ થકી આદિવાસીઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્‍યું છે. કોરોનાની મહામારીની કપરી સ્‍થિતિમાં છેવાડાનો માનવી ભૂખ્‍યો ન રહે તે માટે સતત પાંચ મહિના સુધી નિઃશુલ્‍ક અનાજનું વિતરણ કરવામાં આવ્‍યું છે. રાજ્‍ય સરકારે આદિવાસીઓના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેના થકી છેવાડાના માનવી આર્થિક રીતે સધ્‍ધર બન્‍યો છે. આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્‍યના વિકાસમાં આદિવાસી સમાજ અભૂતપૂર્વ યોગદાન આપે તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી. શાળામાં અભ્‍યાસ કરતા આદિજાતિના ૧.૭૧ લાખ વિદ્યાર્થીઓને ૨૫.૭૭ લાખની સહાય ચૂકવવા ઉપરાંત એક લાખ આદિવાસી આવાસ માટે ૩૫૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાયું છે. આદિવાસી સમાજ વધુ સંગઠિત કેવી રીતે બને તે માટેના પ્રયાસો કરવા અનુરોધ કરતાં તેમણે સમાજના વિદ્યાર્થીઓ ઉચ્‍ચ શિક્ષણ મેળવી ડોકટર, એન્‍જિનિયર બની પ્રગતિના સોપાનો સર કરે અને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્ર સાથે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એવી અભિલાષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે તેજસ્‍વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, સ્‍પર્ધાઓ, શ્રેષ્‍ઠ પશુપાલકો, ખેડૂતોનું સન્‍માન કરવાની સાથે લાભાર્થીઓને લાભોનું તેમજ વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીનના હક્ક પત્રકોનું વિતરણ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. 
આશ્રમશાળા કાલઇની બાળાઓએ પ્રાર્થના અને સ્‍વાગત ગીતો રજૂ કર્યાં હતાં. 
સાથે મંત્રી પરમાર અને મહાનુભાવોના હસ્‍તે કન્‍યા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. ઉપરોક્ત પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર તાલુકા ભાજપા ના પ્રમુખ મુકેશ પટેલ જિલ્લા મહામંત્રી પ્રવીણ પટેલ સરપચ સંઘ ના પ્રમુખ નરોત્તમ પટેલ પ્રકાશ પટેલ,  તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર,, અગ્રણી શંકરભાઇ વારલી,    સહિત મોટી સંખ્‍યામાં આદિવાસી ભાઇ-બહેનો હાજર રહ્યા હતા.

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..