ભાવનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરચલિયા પરા દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું

 સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ "આ આયુર્વેદ નાં સિદ્ધાંત અનુસાર કોરોના ની વૈશ્વિક મહામારીના  આ સમયગાળામાં લોકોની રોગ પ્રતિકારકશક્તિ વધારી કોરોના સામે રક્ષણ આપી શકાય છે.ગુજરાત રાજ્ય સરકારની સૂચના મુજબ ભાવનગર મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરચલિયા પરા ખાતે કોર્પોરેટરશ્રીઓ ઈકબાલ ભાઈ આરબ , ગીતાબેન મેર ,ગવુબેન ચૌહાણ અને કાંતાબેન મકવાણા ના વરદ હસ્તે લીલી ઝંડી દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.


આ રથ દ્વારા વિસ્તારમાં આરોગ્યવર્ધક ઉકાળાનું વિનામૂલ્યે
વિતરણ કરવામાં આવશે .તેમજ રથમાં થર્મલ ગન અને પલ્સ ઓક્સીમીટર દ્વારા સ્ક્રીનીંગ કરવાની કામગીરી પણ કરવામાં આવશે .કોરોના અંગેની જનજાગૃતિ અંતગર્ત  માસ્ક નિયમિત પહેરો , દો ગજ કી દુરી , વારંવાર સાબુથી હાથ ધોવો જેવી પ્રચાર પ્રસારની કામગીરી પણ કરવામાં આવશે .જો શંકાસ્પદ જણાઈ તો તેને વહેલી તકે વધુ સારવાર આપવામાં આવશે .
         સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરચલિયપરાના સમગ્ર સ્ટાફ દ્વારા માનનીય કમિશ્નરશ્રી અને  મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ શ્રી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમમાં હરેશભાઈ અને ભાવસી ભાઈ ની વિશેષ ઉપસ્તિથી રહી હતી ..

રિપોર્ટર : શોએબ લોહીયા
તંત્રી : સલીમભાઇ બાવાણી 

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..