ગુરૂ આશ્રમ બગદાણા અને ગણેશ આશ્રમ અગીયાળી સહીત ના આશ્રમોંમાં કોરોના ના કારણે ગુરૂ પુર્ણિમા ઉજવણી બંધ રહેશે

ભાવનગર સમગ્ર સૌરાષ્ટ માં ગુરૂ પુર્ણિમા ખુબજ મહત્વ છે ત્યારે આ વર્ષે કોરોના મહામારી ના કારણે સૌરાષ્ટ નું સૌથી મોટુ ગુરૂ આશ્રમ બગદાણા સહિત ના આશ્રમોંમાં આ વર્ષે ગુરૂ પુર્ણિમા ની ઉજવણી બંધ રાખવામાં આવી છે 
ગુરૂ આશ્રમ બગદાણા ખાતે ગુરૂ પુર્ણિમા ના દિવસે મોટા મહોત્સવ સાથે ઉજવણી કરવામાં આવે છે આ દિવસે દોઢ લાખ ભક્તો દર્શન કરવા પધારે છે જે આ વર્ષે કોરોના કારણે બંધ રહેશે 

વિશ્વ વ્યાપી કોરોના મહામારી ને ધ્યાને લઈને ગુરૂ આશ્રમ બગદાણા ખાતે દર્શનનાથીઓ વ્યવસ્થા થઈ શકે તેમ ન હોઈ અને અવ્યવસ્થા ઉભી થાઈ તેમ હાલ એક માસ માટે દર્શન વિભાગ ભોજન શાળા ધર્મશાળા વિભાગ બંધ છે તેમજ તા 5.7.નારોજ ગુરૂ પુર્ણિમા ની મહા ઉત્સવ કોરોના મહામારી ને ધ્યાને લઈને બંધ રાખેલ છે 
ગુરૂ પુર્ણિમા ના દિવસે ગુરૂ આશ્રમ બગદાણા નવા સાંગાણા ખાતે આવેલ અંબિકા આશ્રમ સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખુટવડા સિહોર તાલુકાના મઢડા ગામે ભગવતી આશ્રમ નવદુર્ગા મંદિર ખદરપર ખાતે આવેલ સ્વામી હરિદાસજી બાપુની જગ્યા માં ગુરૂ પુર્ણિમા મહોત્સવ નહીં કરાઈ વિશ્વા નંદમયીદેવીજી દ્વારા જણાવાયુ છે 

કે જાળીયા ગામે આવેલા શિવકુંજ આશ્રમ માં વર્ષે ગુરૂ પુર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે નહિ સત્સંગ કે સંતવાણી વગેરે સાથે અહીંયા આ મહોત્સવ ઉજવામાં નહીં આવે તેમજ જાળીયા ભાવનગર અમદાવાદ રાજકોટ સુરત વગેરે વિસ્તાર ના ભાવિકોએ આ પર્વે નહીં ગુરૂ પુર્ણિમા મહોત્સવ ઉજવણી થવાની નથી તેમજ ભાવનગર ખાતે પણ ગુરૂ પુર્ણિમા મહોત્સવની ઉજવણી આ વર્ષે બંધ રહેશે 

મૂળશંકર જાળેલા
ભાવનગર

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..