આત્મા યોજના ના એ.ટી.એમ રશ્મિ સાલ્વી દ્વારા પ્રાકૃતિક અને દેશી ગાય આધારિત ખેતી માટે જીજ્ઞેશ મેવાણી ને માહિતી પત્રિકા આપી આ ખેતી અંગે વધુ ચર્ચા કરાઈ હતી......

બનાસકાંઠા... વડગામ..

આજરોજ આત્મા યોજના દ્વારા પ્રાકૃતિક ખેતી-દેશી ગાય આધારિત વધુ માં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે વડગામ તાલુકાના આત્મા યોજના ના સ્ટાફ દ્વારા દરેક ગામોમાં હેન્ડબીલ(માહિતી પત્રિકા)નું વિતરણ કરવામાં આવેલ તથા આત્મા યોજના ના વડગામ ના એ.ટી.એમ આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર  રશ્મિબેન સાલ્વી દ્વારા વડગામ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ની મુલાકાત કરી પ્રાકૃતિક અને દેશી ગાય આધારિત ખેતીને વધુ વેગ આપવાના પ્રયત્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી તથા આ બાબતે ખેડૂતો ને આબાબતે અવગત કરવા માટે પણ ચર્ચા કરાઈ હતી. આત્મા યોજના દ્વારા રસાયણો ના ઝેર થી જમીન ને મુક્ત કરી દેશી ગાય આધારિત ખેતી દ્વારા જમીનમાંથી અમૃત ઉત્પન્ન કરવાના આ પ્રયત્નો સરાહનીય છે.


રિપોર્ટર રમેશ પરમાર 
બનાસકાંઠા

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..