ભાવનગર મેમણ મોટી જમાતે ચૂંટણી અંગે સોશ્યલ મીડિયામાં પત્ર વહેતો કરી સભાસદોના રોષને શાંત કરવાનો પ્રયાસ કર્યો

ભાવનગર શહેરની મેમણ મોટી જમાત દ્વારા જાહેર ખુલાસાના નામથી એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે જેમાં ભાવનગર મેમણ મોટી જમાતની ચૂંટણી કોરોના ની મહામારી ના કારણે હાલ યોજી શકાય તેમ ન હોય માટે સરકાર અને કલેક્ટર શ્રી ના આદેશ મુજબ મિટિંગો અને મેળાવડા પર પ્રતિબંધ મૂકેલ હોય સમયને અનુસરી જ્યારે પણ કેન્દ્ર સરકાર તથા કલેક્ટર સાહેબ દ્વારા પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવશે ત્યારે ભાવનગર મેમણ મોટી જમાતની ચુંટણી ની તારીખ જાહેર કરવામાં આવશે.

આ લેટરથી સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે તેવો રસ્તો કાઢવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ અંગે કાયદાના જાણકારોનુ કહેવું છે કે જમાતના લોકોએ પહેલા મિટિંગ માટે તંત્ર પાસે મંજૂરી માગવી જોઈએ અને તંત્રની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ દ્વારા ચૂંટણી કરવાની મંજૂરી આપવામાં આવે તો જમાતને શું વાંધો હોઈ શકે કેમકે તંત્ર પાસે એ રીતે પણ અરજી કરી શકાય કે છેલ્લા ઘણા સમયથી  મેમણ મોટી જમાતમાં કાર્યકારી પ્રમુખ છે માટે સમાજના લોકો ચૂંટણી અંગે માંગણી કરી રહ્યા હોય ચુંટણી કરવી ખૂબ જરૂરી છે તેવી માંગણી જો કરવામાં આવે તો તંત્ર આવી માગણી અને મંજૂરી પણ આપે આવતીકાલથી મોલ સિનેમા કરો ધાર્મિક સ્થળો તમામને ગાઈડ લાઈન મુજબ ખોલવા ની અનુમતિ મળી ગઈ છે હાલમાં રાજ્ય સભાની ચૂંટણીને લઇ ધમધમાટ ચાલી રહ્યો હોય તો સમાજની ચૂંટણી યોજવાની કદાચ તંત્ર મંજૂરી આપી પણ દે ભાવનગર મોટી જમાત દ્વારા જાહેર ખુલાસાના શિક્ષક હેઠળ સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કરી સમાજના લોકોમાં જે રોષ ફેલાયો છે  તે ને આ પત્રથિ શાંત કરવાનો પ્રયત્ન કરવામા આવેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ભાવનગર મેમણ મોટી જમાતના વહીવટદાર સામે જેઓએ આક્ષેપ કર્યા છે તેઓના જણાવ્યા અનુસાર હાલમાં જે મેમણ મોટી જમાતના સભાસદો મા રોસ છે તેને ટાઢા પાડવાના પ્રયાસ રૂપે આ લેટર ફેરવવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે..!

રિપોર્ટર :ઇમ્તિયાઝ હવેજ
9978153574

તંત્રી : સલીમભાઇ બાવાણી
9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..