જગડીયા તાલુકો ના રતનપુર ના સિદ્દી જમાત ના લોકો જગડીયા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું.

ભરૂચ
*
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે નજીવી બાબત અંગે ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા સિદ્દીસમાજ ના યુવાનો ને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને તેનો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સિદ્દીજમાત ના  યુવાનો ને નજીવી બાબતે ઉચ્ચ જ્ઞાતિના લોકોએ ઢોર માર માર્યો. 
માર માર્યા બાદ વિડિઓ વાયરલ કર્યો.. 
સિદ્દી સમાજ રતનપુર દ્વારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવાયુ...

નરાધમોં ને સખત સજા કરવા માંગ અન્યથા આંદોલન ની  ચીમકી.. 
આ બનાવ ને વખોડવા સિદ્દી જમાત રતનપૂર દ્વારા આવેદનપત્ર પાઠવવા માં આવ્યું હતુ... 
પ્રાંત અધિકારી ઝઘડીયા ને સિદ્દી સમાજ રતનપુર દ્વારા આવેદનપત્ર પાઠવાયુ હતુ..

 આવેદનપત્ર માં જણાવાયુ હતુ કે તાજેતર માં ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ ખાતે સિદ્દી જાતિ ના યુવાનો ને દોરડા વડે બાંધી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો તેમજ વિડિઓ વાયરલ કરવામાં આવ્યો હતો.
 આ સમગ્ર ઘટનાને સિદ્દી જમાત રતનપુર વખોડી કાઢે છે સિદ્દી સમાજ શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે..
તેમજ અનુસૂચિત જનજાતિ માં સિદ્દી સમાજ નો સમાવેશ થાય છે તેથી એટ્રોસિટી એક્ટ મુજબ નરાધમો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે અન્યથા ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે..
રિપોર્ટ બાય :- કાદર ખત્રી ઉમલ્લા

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..