શિહોરી પો.સ્ટે. વિસ્તારના લક્ષ્મીપુરા તથા અરણીવાડા ગામેથી જુગારના બે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શીહોરી પોલીસ
શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા,પાલનપુર નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એચ.ચૌધરી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.કે.એસ.ચૌધરી સાહેબ* નાઓના માર્ગદર્શન હેઠળ
તેમજ પ્રોહી/જુગારની પ્રવૃતીઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના હોઇ જે અનુસંધાને એસ.વી.આહિર પો.સબ.ઇન્સ શિહોરી નાઓ તથા UHC હરદાસભાઇ ભારમોલભાઇ બ.નં.૧૪૬૧ તથા પો.કોન્સ.શૈલેષકુમાર ગણપતભાઇ બ.નં.૮૧૪ તથા પો.કોન્સ.આબાદખાન ઇનાયતખાન બ.નં.૧૪૩૮ તથા પો.કોન્સ.જગુભા રણછોડજી બ.નં.૬૭૮ તથા પો.કોન્સ. રમેશભાઇ રૂપાભાઇ બ.નં.૬૩૮ તથા ગોબરભાઇ ડામરાભાઇ બ.નં.૩૭૩ તથા પો.કો.સંજયકુમાર બાબુલાલ બ.નં.૧૮૨૨ નાઓ પો.સબ.ઇન્સ. શિહોરી પો.સ્ટે. નાઓની બાતમી હકીકત આધારે
લક્ષ્મીપુરા ગામે પંચો સાથે સદરે જગ્યાએ જુગારની રેઇડ કરતા કાળકા માતાજીના મંદિર સામે આવેલ પીપળાના ઝાડ નીચે ખુલ્લામાં કેટલાક ઇસમો ભેગા થઇ ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમતા હોઇ જેઓ અમો પોલીસને જોઇ પતા ફેકી નાશવા જતા અમો પોલીસે કોર્ડન કરી (૧) ભાવસંગજી ગણેશજી ઠાકોર મુળ રહે.મોટા જામપુર તા.કાંકરેજ (૨) રમેશજી ભુદરજી ઠાકોર (૩) અણદાજી લેબુજી ઠાકોર (૪)સોરાબજી અમરતજી ઠાકોર (૫) કનુભાઇ કરશનદાસ નાયક (૬) બળવંતજી અમરતજી ઠાકોર તમામ રહે.લક્ષ્મીપુરા તા.કાંકરેજ વાળાઓને પકડી પાડેલ તથા (૭) જોરાજી પાંચાજી ઠાકોર (૮) જયરામ જોરાજી ઠાકોર બંન્ને રહે.લક્ષ્મીપુરા તા.કાંકરેજ* વાળાઓ નાશી ગયેલ આમ પકડાયેલ ઇસમોની અંગઝડતીમાંથી તેમજ દાવના પટ ઉપરથી ગંજી પાના નંગ-૫૨ તથા *રોકડ રકમ રૂ.૧૦૫૪૦/- ના મુદ્દામાલ સાથે ગે.કા. રીતે જાહેરમાં ગંજી પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડતાં પકડાઇ ગયેલ* તેમજ અરણીવાડા ગામે પરમારવાસમાં રહેતા *બચુભાઇ રણછોડભાઇ જાતે. પરમાર પોતાના રહેણાંક કબજા ભોગવટાના ઘરની ઓસરીમાં માણસો ભેગા કરી ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમી રમાડતા હોઇ મહે.નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી દિયોદર વિભાગ દિયોદર નાઓને લેખિત રીપોર્ટ કરી જુગાર ધારા ક.૪,૫,નું જુગાર નું વોરંટ નંબર-૧/૨૦૨૦ તા.૨૫/૦૬/૨૦૨૦ એમ દિન-૦૧ નું મેળવી લઇ પંચો સાથે રેઇડ કરતા સદરે જગ્યા ઉપર છ ઇસમો જુગાર રમતા હોઇ જે તમામ ઇસમો (૧) બચુભાઇ રણછોડભાઇ જાતે.પરમાર (૨) વિપુલભાઇ દાંનાભાઇ જાતે.પરમાર (૩) કાળાભાઇ ભીખાભાઇ જાતે.પરમાર (૪) દશરથભાઇ કરશનભાઇ જાતે.પરમાર (૫) ગણપતજી હમીરજી જાતે.સોલંકી (૬) દિનેશભાઇ કચરાભાઇ જાતે.પરમાર તમામ રહે.અરણીવાડા તા.કાંકરેજ* વાળાઓને પકડી પાડેલ હોઇ જે તમામ ઇસમોની અંગઝડતીમાંથી તેમજ દાવના પટ ઉપરથી ગંજી પાના નંગ-૫૨ તથા **રોકડ રકમ રૂ.૧૦૭૮૦/- તથા મોબાઇલ નંગ-૦૫ કી.રૂ.૫,૦૦૦/- નો એમ કુલ મુદામાલ કીં.રૂ.૧૫૭૮૦/- ના ગે.કા મુદ્દામાલ મળી આવેલ હોઇ તો તમામ ઇસમો વિરૂધ્ધ શિહોરી પો.સ્ટે જુગારધારા ક.૧૨ મુજબ તથા જુગાર ધારા ક.૪,૫ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે..........
Comments
Post a Comment