શું નવી પેઢી માટે બચતનો ખ્યાલ વિસરાઈ ગયો.??

શું નવી પેઢી માટે બચતનો ખ્યાલ વિસરાઈ ગયો.????
મારા વાચક મિત્રોને મારા સ્નેહ હદય પ્રણામ. દુનિયા અવિરત શરૂ રહેશે. પરંતુ જમાનો બદલતો રહે છે.આપણે અવાર-નવાર જુનો જમાનો અને આધુનિક જમાનો એમ બે તફાવતના આધારે વાત-ચીત કરતા હોઈએ છીએ. આ વાત ને ધ્યાનમાં રાખીએ તો શીર્ષક જ ઘણું કહી જાય છે. “ શું નવી પેઢી માટે બચતનો ખ્યાલ વિસરાઈ ગય.????..”
વર્તમાન સ્થિતિમાં જોતા ભારત સહીત વિશ્વનાં મોટા ભાગના દેશો COVID-19 (કોરોના) ની ગંભીર બીમારીથી સપડાયા છીએ. ભારત સરકારે પ્રજા માટે જીવન જરૂરિયાતની ઘણી સામાજિક અને આર્થિક સવલતો આપણને પહોચાડી.પરંતુ પ્રશ્નએ થાય છે કે લોક-ડાઉન નાં ૫૩(53) દિવસ અંતર્ગત મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના મોટા ભાગ ના લોકો પોતાની બચતનો હિસ્સો ઘર-ખર્ચમાં વાપરાય ગયો .એનો અર્થ એ થયો કે લોકો પાસે જીવન ચલાવવા માટે બચત ઘણી નજીવી છે. કુદરત ન કરે જો આવી પરિસ્થિતિ આવનાર સમયમાં વધી જાય તો જીવન ચલાવવું મુશ્કેલ ભર્યું બનશે.     
પહેલાના જમાનામાં લોકો આવકનો પ્રથમ ઉપયોગ પ્રાથમિક જરૂરીયાત માટે કરતા.બાકીની આવકની આવક બચત સ્વરૂપે રાખતા. હાલ આધુનિક જમાનામાં લોકો આવકનો મોટા ભાગે ઉપયોગ મોજ્શોખ પાછળ ખર્ચે છે.અને નહીવત બચત કરે છે. તો આવો નવા સૂત્ર થી જીવન જીવીએ. “આવકનો ઉપયોગ પ્રથમ બચત સ્વરૂપે કરીએ અને બાકી હિસ્સો જીવન જરૂરિયાત પાછળ ખર્ચ કરીએ”.. 
નામ: પ્રાધ્યાપક સૈયદ મંજુરઅલી 
લાયકાત : એમ.એ.,એમ.ફિલ (અર્થશાસ્ત્ર વિષય સાથે) (ગોલ્ડ મેડાલીસ્ટ) 
હાલ કાર્યરત : નંદ કુંવરબા મહિલા કોલેજ,દેવરાજનગર,ભાવનગર.

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..