જેતપુર શહેરમાં કાયદો વ્યવસ્થા તથા મહીલા પ્રત્યેના બનાવ સંદર્ભે પ્રસિધ્ધ કરવામાં આવી રહેલી તથ્યહિન વિગતો બાબતની સત્ય હકિકત

જેતપુર શહેરમાં ગઇ તા.૧૮/૦૫/૨૦૨૦ થી તા.૩૧/૦૫/૨૦૨૦સુધીમાં બળાત્કારના કુલ ચાર બનાવ ની રજુઆત મળેલ છે. આ ચારેય બનાવ એકબીજા સાથે જોડાયેલ નથી. આ ચાર બનાવ પૈકી ત્રણ બનાવમાં ગુન્હા દાખલ કરવામાં આવેલ છે. 
(૧)    જેમાં તા ૧૮/૦૫/૨૦૨૦  ના રાત્રીના આશરે દોઢ બે વાગ્યાના અરસામા જેતપુર નવાગઢ ગઢની રાંગ પાસે આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી ઉવ.૬ વાળીને કોઇ અજાણ્યો ઇસમ બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ જઇ તેમની સાથે બળાત્કાર કરતા બનાવ બનેલ હોય આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ તુરજ આ બનાવમાં અજાણ્યા આરોપી વિરૂધ્ધમાં ગુન્હો દાખલ કરી અમોએ જાતેથી આ ગુન્હાનુ સુપરવિઝન કરી મહે.એસ.પી.શ્રી.આર.આર.નાઓના માર્ગદર્શન હેઠળ  તાબાના પોલીસ સ્ટાફ તેમજ એલ.સી.બી. /એસ.ઓ.જી.શાખા રાજકોટ ગ્રામ્ય,ના પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો બનાવી ટીમવર્કથી કામગીરી કરી આ અજાણ્યા ઇસમને સી.સી.ટી.વી.ફુટેજના આધારે આ અજાણ્યા આરોપીને તાત્કાલીક શોધી કાઢી આ આરોપી સોનુ એસ./ઓ.જગદીશભાઇ ચૌહાણ ઉ.વ.૨૨ રહે.હાલ નવાગઢ ગઢ ની રાંગ શ્રી નાથ પ્રોસેસની બાજુ માં આવેલ ઓરડીમાં જેતપુર વાળાને આ ગુનામાં તા.૨૦/૦૫/૨૦ ના રોજ અટક કરવામાં આવેલ હાલ મજકુર આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં છે.  

(૨)    તેમજ તા.૨૬/૦૫/૨૦૨૦ ના રોજ જે ગુન્હો દાખલ થયેલ તેમાં આ  કામે ફરીયાદી/ભોગબનનાર સગીરવયની આશરે ઉવ.૧૭ વાળીને આશરે બે વર્ષ પહેલા  આ કામે આરોપી નં.(૧) ધવલભાઇ જયંતીભાઇ પારખીયા ઉ.વ.૨૨ રહે.જેતપુર  વાળએ લલચાવી ફોસલાવી મીત્રતા બાંધી ભોગબનનારના ભોળપણનો લાભ લઇ આપહરણ કરી આરોપી ધવલ તથા અન્ય પાંચ આરોપીઓએ મળી ભોગબનનારની મરજી વિરૂધ્‍ધ તેની સાથે સંભોગ કરી એકબીજા ને મદદગારી કરી આરોપી ધવલેએ ફરીયાદી ને અવાર નવાર ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી ફરીયાદી પાસે થી બળજબરી થી રોકડ રૂપીયા તથા સોનાના દાગીના લઇ લીધેલની અરજી આપતા તે અરજીની તપાસ દરમ્યાન ગુન્હો બનતો હોય જેથી ભોગબનનારની ફરીયાદ લઇ અમારા સીધા સુપરવિઝન હેઠળ તપાસ કરાવી આ કામે આજદીન સુધીમાં કુલ- ૫ (પાંચ) આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને હાલે આ પાંચેય આરોપીઓ જયુડીશ્યલ કસ્ટડીમાં છે.આ કામે એક આરોપી પકડવા પર બાકી હોય જે આરોપીને પકડી તાબાના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા તજવીજ ચાલુ છે. 

(૩)   તેમજ તા.૩૧/૦૫/૨૦૨૦ ના રોજ જેતપુર સીટી પો.સ્ટે.ની હદમા જેતપુર જુનાગઢ રોડ જલારામ મંદીર પાસે ઝુંપડામા આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી ઉવ.૧૭ વાળીને છેલ્લા ત્રણેક માસથી આ કામનો આરોપી બદુભાઇ હકકુભાઇ વાઘેલા. રહે.જેતપુર વાળો અવાર નવાર ભોગબનનારને છરી બતાવી બળાત્કાર કરી ધમકી આપેલનો બનાવ બનેલ હોય જે બાબતે ફરીયાદીની જાહેરાત આધારે તાત્કાલીક ફરીયાદ લઇ  આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ આરોપીને તા.૦૫/૦૬/૨૦ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા મજકુર આરોપી હાલ જ્યુડીશ્યલ કસ્ટડીમાં છે.                      

                  આમ, ઉપરોકત ત્રણેય બનાવમાં ભોગબનનાર/ફરીયાદી તરફથી બનાવની જાહેરાત કરતા પોલીસ તરફથી તાત્કાલીક ફરીયાદ લઇ અને આરોપીઓ વિરૂધ્ધમાં ગુન્હાઓ દાખલ કરી આરોપીઓને તાત્કાલીક પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતા પોલીસના પ્રયાસોથી આ પકડાયેલ તમામ આરોપીઓ હાલ જ્યુડીશ્યલ કસ્ટડીમાં છે. 

(૪)  તેમજ એક મહીલા તરફથી ગઇ તા.૩૧/૦૫/૨૦૨૦ ના રોજ એક લેખિત અરજી આપી જેમાં જેતપુર ટાકુડીપરામાં રહેતા સંજય જોટંગીયાએ આશરે છેલ્લા ત્રણ મહીનામાં ભોગબનનાર અરજદારની મરજી વિરૂધ્ધ છ થી આઠ વખત બળાત્કાર કરેલના બનાવની હકિકત જણાવેલ હોય જેની ગંભીરતા ધ્યાને લઇ અમોએ અરજદારશ્રી.ને જાતેથી રૂબરૂ મળી અને બનાવ બાબતે પુછપરછ કરતા તેઓની અરજીમાં જણાવેલ વિગત તથા અમારા રૂબરૂના નિવેદનમાં જણાવેલ વિગત જુદી જુદી જણાતી હોય, અને અરજદારશ્રી.તરફથી કોઇ વ્યકિતી વિરૂધ્ધમાં બળાત્કાર જેવા ગંભીર ગુન્હાનુ આળ મુકવામાં આવેલ હોય જેથી કોઇ વ્યકિતી ખોટી રીતે આવા ગંભીર પ્રકારના ગુન્હામાં સંડોવાય ન જાય અને નિષ્પક્ષ તપાસ થાય અને જો ગુન્હો બનતો હોય તો ગુનેગાર વિરૂધ્ધમાં ગુન્હો દાખલ થાય તે શુભ આશય થી અમોએ આ અરજીમાં જણાવેલ વિગત સબંધી જીણવટભરી રીતે તપાસ કરી પુરાવાઓ મેળવતા અરજદારશ્રી.ની અરજીમાં મુકેલ આરોપને સમર્થન મળતુ જણાતુ નહોય,અરજીની તપાસ દરમ્યાન તમામ પ્રકારના સાંયોગીક પુરાવાઓ તમામ સબંધીતોના નિવેદનો લેવામાં આવેલ છે.જેમાં અરજદાર દ્રારા પોલીસ સ્ટેશનમાં પોતે તેમના સાથે એવો બનાવ બનેલ નથી તેવી તેમની કબુલાત પણ આપેલ છે. 

ઉપરોકત ચારેય બનાવનો ઉલ્લેખ કરી અમુક પોલીસ વિરોધ્ધી માનસીકતા ધરાવતા વ્યકિતઓએ જેતપુરની અંદર કાયદો વ્યવસ્થા ની બાબતના પ્રશ્નો ઉભા કર્યા છે. અને પોલીસ નિષ્ક્રિય છે.એવા આરોપ મુકેલ છે.પરંતુ ઉપરોકત નંબર (૧) તથા (૨) અને (૩) ના બનાવમાં પોલીસ દ્રારા તાત્કાલીક સક્રિય થઇ બનેલ બનાવને શોધી અને આરોપીઓને જેલ હવાલે કરેલ છે. અને નંબર (૪) ના બનાવમાં યોગ્ય તપાસ હાથ ધરી સત્ય શોધી કાઢેલ છે. 

જેમાં અજદારશ્રી.ની તા.૩૧/૦૫/૨૦૨૦ ની અરજીના બનાવ અનુસંધાને સોશીયલ મીડીયા મારફતે વિડીયો મળેલ જે વિડીયો બાબતે અમોએ વિડીયો મોકલનાર માણસોને રૂબરૂમાં મળી અરજદારશ્રી.ની અરજી સબંધે થયે તપાસથી વાકેફ કરી અને ખરેખર બનાવ શું બનેલ છે. અને આપશ્રી.પાસે કેવા પ્રકારની રજુઆત મળેલ છે. તે બાબતે ની ચર્ચા કરી આ  બનાવની સત્યતા જણાવેલ તેમ છંતા અમુક લોકો આ બનાવ અન્વયે આવતીકાલ તા.૧૦/૦૬/૨૦૨૦ ના રોજ જેતપુર સરદાર ચોક થી મામલતદારશ્રી.જેતપુરનાઓની કચેરી સુધી એક રેલીનુ આયોજન કરેલ છે.પરંતુ એકજી.મેજી.સા જેતપુરનાઓ તરફથી આ રેલીને મંજુરી આપવામાં આવેલ નથી તેમ છંતા જો આ રેલીનુ આયોજન કરનાર આયોજકો તરફથી રેલી  કાઢવામાં આવશે અને જો કોઇપણ માણસો આ રેલીમાં ભાગ લેશે તો આ ગેર કાયદેસર ગણાશે અને આ બાબતે ફોજદારી કાર્યરીતી સંહિતા-૧૯૭૩ ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનીયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૪), ૪૩ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ-૩૪ અન્વયેના કલેકટરશ્રી અને જિલ્લા મેજી. સા. રાજકોટના જાહેરનામા ક્રમાંક-જે/એમએજી/કોરોના/જા.નામુ./ફા.નં.૨/૨૦૨૦(૧૯), તા.૩૧/૦૫/૨૦૨૦ ના હુકમના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની જાણ કરવામાં આવે છે. 


(સાગર બાગમાર)

મદદનીશ પોલીસ અધિક્ષક

જેતપુર વિભાગ, જેતપુર.

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..