રાજકોટ આરોગ્ય ફૂડ વિભાગ ની ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
૧/૬/૨૦૨૦ના રોજ રાજકોટ માં લોકડાઉન ૫ માં વેપારી તેમજ દુકાન ધારોકો ને સવારે ૮:૦૦ થી સાંજે ૭:૦૦ સુધી છૂટ આપવામાં આવી છે .ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગ થી અમાન્ય રીતે કેરી પકવવા અંગે ચાલી રહેલ ચેકીંગ ઝુમ્બેશ અંતર્ગત આજરોજ હનુમાન મઢી ચોક પાસે આવેલ રોયલ ફૂડ નામે દુકાન ધરાવતા રમીઝભાઈ મુસ્તાકભાઈ બુખારી ને ત્યાં ચેકિંગ દરમિયાન કેલ્શિયમ કારબાઇડ ૨.૫ કિલો અને ૧૬૦૦ કિલો કેરી જથ્થો મળી આવ્યો હતો.રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ ની ટિમ દ્વારા તમામ જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો.
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040
Comments
Post a Comment