ફરી પત્રકાર પર હુમલો ગુજરાતના પત્રકારો પર વધી રહેલા હુમલાઓ રૂપાણી રાજયમાં ક્યારે રોકાશે ?પત્રકારો એક થાવ નહીંતર આવનારા દિવસોમાં તમારી શું દશા હશે તે ભગવાન જાણેપત્રકાર એકતા સંગઠન ગુજરાત

હવે પત્રકારો પર હુમલાઓ એ સામાન્ય વાત થઈ ગઈ છે કે શું*? 

     માંડવી તા. ૩૧..એક જમાના માં પત્રકારો ને ચોથી જાગીર ગણવામાં આવતી હતી
 કે હજુ પણ ગણવામાં આવે છે!!!

 એ પર પત્રકાર જગત અસમંજસ મા છે  કારણ કે છેલ્લા કેટલાક સમય થી દેશ મા પત્રકારો પર હુમલા અને પત્રકારો સાથે મારપીટ , કેમેરા છીનવી લઈ ફેંકી દેવા, ગાળો આપવી કે ગુંડાઓ મારફતે મારપીટ કરાવવી તેવા બનાવો  મહારાષ્ટ્ર અને ગુજરાત મા પણ થોડા સમય થી વધી ગયેલા હોવાનું જોવા મળે છે 
    જ્યારથી કોરોના લોકડાઉન શરૂ થયું છે ત્યારે આવી મહામારી વચ્ચે કોરોના થી બાથ ભીડી ને જાન ની પરવા કર્યા વિના પત્રકારો એવી એવી જગ્યાએ રીપોર્ટીગ કરવા પહોંચી જાય છે.  જ્યાં કોરોના યમ બની ને સામે ઉભો હોય છે છતાંય પણ પોતાની જાન ની પરવા કર્યા વિના સચોટ માહિતી થી લોકો ને માહિતગાર કરતા રહે છે અને કેન્દ્ર અને રાજ્ય  સરકારશ્રી તરફથી આવતા તમામે તમામ અપડેટ લોકો સમક્ષ મુકતા રહે છે.છતાંય પણ શા માટે પત્રકારો માથે રાગદ્વેષ રાખી તેમની છબી બગાડવાની કોશીષ કરવામાં આવતી હોય છે..

    બે દિવસ અગાઉ આવો જ એક અનિચ્છનીય બનાવ કચ્છ જિલ્લા ના માંડવી  શહેરમાં બનેલ છે  સિનિયર પત્રકારનો અવાજ દબાવવા માટે માંડવી બાર એસોસિએશનના પ્રમુખ અને માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ રાગ તથા તેના બે સાગરિતો દ્વારા સિનીયર પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી ને માર મરાયા નો બનાવ બનતા સમગ્ર ગુજરાત ના પત્રકાર આલમ જગત મા એક ચર્ચા સાથે ડર નો માહોલ છવાઈ  જવા પામેલ છે
 શું સત્યતા નો અરીસો પ્રજાજન પાસે મુકવો એ પત્રકાર ની  ફરજ મા નથી આવતું ? કે  પછી  ચુપ  રહેવું આવી અસમંજસ મા ગુજરાત નો પત્રકાર જીવા ટેવાયેલો જ નથી.   

બનાવ ની વિગત એવી છે કચ્છ માંડવી શહેર ના આઝાદ ચોક પાસે ન્યુઝ કલેકશન ઓફિસ ધરાવતા દિવ્ય ભાસ્કરના પત્રકાર  સુરેશભાઈ ગોસ્વામી પોતાની ઓફિસે હાજર હતા તે દરમ્યાન માંડવી બાર એસોસીએશન ના પ્રમુખ તેમજ કોંગ્રેસી આગેવાન  ખેરાજ રાગ (ગઢવી) અને તેના બે સાગરિતોએ ગાળાગાળી કરી પત્રકાર  સુરેશભાઈ ને  જાહેર મા મારકુટ  કરતા થોડીવાર માટે દહેશત નો માહોલ છવાઈ ગયો હતો. શિક્ષિત લોકો ની વ્યાખ્યા મા આવતા એડવોકેટ જેવા કે સમાજ ને  ઝઘડા, મારકુટ  અને ગુનાહિત પ્રવૃતિ થી દુર રહેવા સલાહ સુચનો આપતા હોય છે ત્યારે વકીલ જેવા વ્યકિત ભાડુઆતી ગુંડાઓ સાથે ચડી આવી ને પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી ને જાહેર મા માર માર્યો હતો, જે સબબ માંડવી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. તો માંડવીના પત્રકારો  દ્વાર આ ઘટનાની તટસ્થ તપાસ કરવા મામલતદાર માંડવી ને આવેદનપત્રો
સાથે ની ફરિયાદ સાથે રાખેલ. આવેદનપત્ર આપનારાઓ મા સ્થાનિક પત્રકારો એ મામલતદાર અને પીઆઈને આવેદન પત્ર પાઠવી કસુરવારો સામે યોગ્ય પગલાંઓ  લેવા રજૂઆત કરાઈ હતી. રજૂઆત બાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને આરોપીઓની અટક કરી તેમની સામે કાયદેસર ની ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી.
આ બનાવ અંગે ગુજરાત ના દશ નામ સમાજ ના આગેવાનો એ સખત શબ્દો માં આ બનાવ ને વખોડી કાઢેલ છે.
 
કોઈ પણ પત્રકાર સમાજ સમક્ષ કોઈ બનાવ કે સામાજીક કાર્ય ને પ્રજાજન સામે સત્યતા થી મુકે તેમા  કોઈ પણ પક્ષ કે પક્ષ ના કાર્યકરોએ ને મનદુઃખ કે રાગદ્વેષ ન હોવો જોઈએ આવો કોઈ રાગદ્વેષ રાખી ને પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી પર આરોપીઓ મનદુઃખ રાખીને આ હુમલો કરાયો હોવાનું મનાયી રહયું છે. તેજ રીતે  થોડા સમય આગાઉ રિપબ્લિક ટીવીના અર્ણવ ગોસ્વામી પર હુમલો થતા તેના આક્ષેપો કોંગ્રેસ પર કરાયા અને હવે દિવ્યભાસ્કર ના પત્રકાર સુરેશ ગોસ્વામી પર માંડવી તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ દ્વારા ખુલ્લેઆમ કરાયેલ હુમલો થતા આ કોંગ્રેસી આગેવાન કઈ રીતે અને ક્યાં કારણો સર   માનસિકતા ગુમાવી ને આ પત્રકાર પર શા માટે હુમલો કર્યો તે અંગે લોકો માં એવી માન્યતા અને ચર્ચા નો વિષય કાયમી રીતે રહ્યો છે કે સુરેશ ભાઈ સાચા,સચોટ અને પારદર્શિય પત્રકારીત્વ કરે છે .જેના કારણે આ બનાવ બનેલ હોવાનું લોકો માં ચર્ચાઇ રહિયું છે.

અત્રે  ઉલ્લેખનીય છે કે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આ પ્રકારના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવા લોકો સત્તાપક્ષ અને પત્રકારોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે પત્રકારો પર થતા આવા હુમલા બાદ આરોપીઓ વિરુદ્ધ કડક મા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સમગ્ર ગુજરાત ના પત્રકારો માંથી ઉઠી રહી છે આ બનાવ બાદ ગુજરાત અને સૌરાષ્ટ્ર મા જેમ જેમ આ બનાવ ની જાણ થતી જાય છે  તેમ તેમ સ્થાનિક પત્રકારો પોત પોતાના જિલ્લાઓ મા આવા બનાવો ન બને તે તકેદારી સ્વરુપે આ બનાવ ને સખ્ત પણે વખોડી કાઢી ગુજરાત ના અન્ય શહેરો મા પત્રકારો સાથે આવા  હુમલાઓ ન થાય તે માટે તકેદારી સ્વરૂપે આવેદનપત્રો આપવામાં આવી રહયા છે

    પત્રકાર પર થયેલ હુમલા ને સખ્ત શબ્દો મા વખોડી કાઢી અને હુમલો કરનારાઓ સામે તટસ્થ તપાસ થાય તે માટે માંડવી અને ભુજ મધ્યે પત્રકાર સંગઠનોએ આઈ.જી  શ્રી. સુભાષચંદ્ર ત્રિવેદી તથા કલેકટરશ્રી ને સંબોધી ને આર.ડી.સી શ્રી. કુલદીપસિંહજી ઝાલા ને જયારે માંડવી મા મામલતદારશ્રી તથા પી.આઈ ને આવેદનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા..આ પ્રસંગે દિવ્યભાસ્કર ના તંત્રી શ્રી. વિપુલભાઈ વૈધ , 24 ઝી ન્યુઝ ના રાજેન્દ્ર ઠકકર , અમિષ મહેતા , સુરેશ ગોસ્વામી ઉપસ્થિત રહયા હતા.
    
      જરૂર જણાશે તો ગુજરાત બારએસોસીએશન, કાયદા વિભાગ અને કાયદા મંત્રીશ્રી નું આ અંગે ધ્યાન દોરી કાર્યવાહી કરવા પત્રકાર વર્તુળ વિચારી રહયું છે...

રિપોર્ટર ઈમ્તિયાઝ હવેજ.
તંત્રી:સલીમ બાવાણી
મો.9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..