**અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતી દ્વારા ક્વોરોન્ટાઈન કરાયેલા* *પરિવારો પૈકી જરુરતમંદ પરિવારોને રાશનકીટોનુ વિતરણ* *કરાયુ_*
*અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કરછ જિલ્લામા ક્વોરોન્ટાઈન થતા પરિવારો* પૈકી જરુરતમંદ પરિવારોને નાતજાતના ભેદભાવ વગર રાશનકીટોનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે..
જે અનુસંધાને અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના *સંગઠનમંત્રી અને લંગા સમાજના અગ્રણી હાજી મામધ ઉર્ફે રજાકભાઇ લંગાએ અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી ઈબ્રાહીમભાઇ હાલેપોત્રાને* રજૂઆત કરેલ કે મુબઇથી લંગા સમાજના ભાઇઓ ધંધા રોજગાર બંધ હોઈ સહ પરિવાર માદરે વતન કરછ આવેલ છે અને બધા પરિવારોને તંત્ર દ્વારા *ક્વોરોન્ટાઈન* કરાયેલ છે *આ પરિવારો પૈકી અમુક પરિવારોની આર્થિક પરિસ્થિતિ નબળી હોઈ ક્વોરોન્ટાઈન પીરીયડમા સમિતિ રાશનકીટો આપે તો એ પરિવારોને મદદ થાય*...જેથી એમણે જણાવેલ પરિવારોની ખાતરી કરી વિવિધ ગામો *તેરા, વિંઝાણ,જખૌ,રવાપર,માતાનામઢ, વાયોર, રતડીયા (મુન્દ્રા), અને ભુજમા મુબઈથી આવેલ ક્વોરોન્ટાઈન કરાયેલ જરુરતમંદ લંગા પરિવારો* માટે અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ *હાજી ઇબ્રાહિમભાઇ હાલેપોત્રાએ હાજી મામધભાઇ લંગા ઉર્ફે રજાકભાઇને 13 રાશનકિટો વિતરણ* કરવા સુપરત કરી હતી..આ કામગીરી દરમિયાન *ભુજ યુવા પાખના હનીફ જત,ઇમરાન રાઠોડ, અને અફઝલ હાલેપોત્રા* સાથે રહ્યા હતા ,વિતરણ વ્યવસ્થા *હાજી મામધ ઉર્ફે રજાકભાઇ લંગાએ* સંભાળી હતી
તંત્રી:સલીમ બાવાણી.મો 9376404040
Comments
Post a Comment