આજરોજ જિલ્લામાં 4 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા જ્યારે 2 દર્દીઓ કોરોનામુક્ત થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

*આજરોજ જિલ્લામાં 4 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા જ્યારે 2 દર્દીઓ કોરોનામુક્ત થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ*

*જિલ્લામા નોંધાયેલા 128 કેસોની સામે હાલ 15 દર્દીઓ સારવાર હેઠળ*

ભાવનગર, તા.૦૩ : ભાવનગર જિલ્લામા આજરોજ ૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૨૮ થવા પામી છે. આજરોજ ભાવનગરના આનંદનગર ખાતે રહેતા ૩૮ વર્ષીય રાજેશભાઈ સોલંકી, મફતનગર- રસાલા કેમ્પ ખાતે રહેતા ૨૩ વર્ષીય બરખા કેવલાણી તેમજ આંબલા ગામેથી વિજ્યાબેન ગોસ્વામી તથા ઘનશ્યામભાઈ ગોસ્વામીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજેશભાઈ સોલંકી સુરતથી ભાવનગર આવેલ હતા. જ્યારે બરખા કેવલાણી અમદાવાદથી આવ્યા હતા.તેમજ દંપતી એવા વિજ્યાબેન ગોસ્વામી તથા ઘનશ્યામભાઈ ગોસ્વામી અમદાવાદથી ભાવનગર આવેલ હતા. જેમને તાવ અને કફ જેવા લક્ષણો જણાતા તેમનો રીપોર્ટ કરવામા આવતા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

જ્યારે આજરોજ બે કોરોના પોઝીટીવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે જેમા ગત તા.૨૩ મે ના રોજ ભાવનગરના ખેડુતવાસ ખાતે રહેતા ૨૨ વર્ષીય કિશન દિનેશભાઈ ચૌહાણ અને તા.૨૪ મે ના રોજ ભાવનગરના હરીરામનગર-૨, સુભાષનગર ખાતે રહેતા ૨૭ વર્ષીય રિધ્ધીબેન શિવરાજસિંહ પરમારનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ. 

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ બન્ને દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ બન્ને દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. 

આમ જિલ્લામા નોંધાયેલા ૧૨૮ કેસ પૈકી હાલ ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૦૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

*,,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,*
*રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ*
*મો99 78 15 35 74*
*તંત્રી:સલીમ બાવાણી*
*મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..