સમી ખાતે પશુ દવાખાનાની કામગીરીની સમીક્ષા કરતાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
સમી ખાતે પશુ દવાખાનાની કામગીરીની સમીક્ષા કરતાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
.....................
માહિતી બ્યુરો, પાટણ
ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જળ વ્યવસ્થાપનના જાતનિરીક્ષણ માટે આવેલા પાણી પુરવઠા અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સમી ખાતે પશુ દવાખાનાની મુલાકાત લીધી. કેબિનેટ મંત્રીશ્રીએ હાલમાં ચાલી રહેલી ખરવા મોવાસાના રસીકરણની કામગીરીની સમિક્ષા કરી હતી.
સાથે જ પશુપાલન વિભાગ દ્વારા ૧૦ ગામ દીઠ ફાળવવામાં આવેલી મોબાઈલ પશુ દવાખાનાની કામગીરીની સમીક્ષા કરી હતી. નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. વી.બી. પરમાર દ્વારા સમી પશુ દવાખાના ખાતે કાર્યરત આધુનિક સાધનો અંગે મંત્રીશ્રીને અવગત કરાવવામાં આવ્યા હતા. જિલ્લામાં ચાલતી પશુપાલન અંગેની યોજનાકીય માહિતી મેળવી કેબિનેટ મંત્રીશ્રીએ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે સંસદ સભ્યશ્રી ભરતસિંહજી ડાભી, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર તથા જિલ્લા સંગઠન પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
...................
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40
Comments
Post a Comment