૯૨ વર્ષ, ૯૦ વર્ષ તેમજ ૧૮ માસના દર્દી બાદ માત્ર ૭ માસના બાળકને પણ કોરોનામુક્ત કરતી ભાવનગરની તબીબી ટીમ

*૯૨ વર્ષ, ૯૦ વર્ષ તેમજ ૧૮ માસના દર્દી બાદ માત્ર ૭ માસના બાળકને પણ કોરોનામુક્ત કરતી ભાવનગરની તબીબી ટીમ*

ભાવનગરમાં આજે કોરોનાગ્રસ્ત ૨ દર્દીઓનો સઘન સારવારના અંતે હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ હતી. ત્યારે ફરી એક વાર ભાવનગરના તબીબોએ સાબિત કરી આપ્યુ હતુ કે સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી સક્ષમ તેમજ કારગર છે. ૯૨ વર્ષ, ૯૦ વર્ષ તેમજ ૧૮ માસના દર્દીને કોરોના મુક્ત કર્યા બાદ માત્ર ૭ માસના બાળકને પણ આજે કોરોનામુક્ત કરવામા ભાવનગરની તબીબી ટીમને સફળતા મળી છે. અગાઉ ૯૨ વર્ષીય કોરોનાગ્રસ્ત દર્દીને સઘન સારવારના અંતે કોરોનામુક્ત કરવામા સફળ રહેલી મેડિકલ ટીમે આજે ૧૮ માસના બાળકને પણ કોરોનાના રોગમાથી મુક્ત કરી એક નવો કિર્તીમાન સર્જ્યો છે. 

મુળ ફરીયાદકાના વતની એવા માનવ સાગરભાઈ ધામેચા નામના ૭ માસના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગત તા.૧૬ મે ના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ. જ્યાં મેડીકલ ટીમની સઘન સારવાર તેમજ શ્રેષ્ઠ સેવાના પરિણામ સ્વરૂપે માનવે ૭ માસની કુમળી વયે પણ સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કરી ચૂકેલ કોરોના પર વિજય મેળવવામાં સફળતા હાંસલ કરી હતી.ત્યારે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠ કાર્યદક્ષતા દ્વારા ભાવનગરની આરોગ્ય ટીમે ઇતિહાસ સર્જી સાબિત કરી દીધું છે કે સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી કારગર છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આજરોજ માનવ ધામેચા સિવાય તળાજાના ૪૦ વર્ષીય મુક્તાબેન બાંભણીયા પણ કોરોનામુક્ત થતા જિલ્લાના કુલ ૧૧૮ પોઝીટીવ કેસ પૈકી કુલ ૯૬ દર્દીઓ કોરોના પર વિજય મેળવવામા સફળ રહ્યા છે. જ્યારે હાલ ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

,,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
*રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..