કોરોના (કોવીડ ૧૯) ની મહામારીમા ના સમય મા પણ ડીઝીટલ પ્લેટ્ફોર્મ ના માધ્યમ થી લોકો ને જરુરી માહિતી અને માર્ગદર્શન
આપણા દેશ ના તમામ રાજ્યો કોરોના (કોવીડ ૧૯) થી ભયભીત છે જેમા ગુજરાત પણ બાકાત નથી ત્યારે ગુજરાત ના લોકો ની સેવાભાવ ની વૃત્તિ ભાઈચારો અને પડોસી ધર્મ નું અનુકરણ કરવા વારા લોકો થકી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ની આંતરડી ઠારવાની વાતો તમે રોજ મીડિયાના અલગ અલગ માધ્યમ થી જોતા અને વાંચતા હસો જેમા સ્થાનીક સંસ્થઓ ઓ ખુબજ સક્રીય ભુમિકા ભજવી અને લોકો ને જાગ્રૂત કરવાનુ કાર્ય કરી રહી છે.
આવીજ એક સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન જે પાટણ જીલ્લા ના સમી શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર તાલુકાના ૧૨૫ થી વધુ ગામો મા કાર્યરત છે કોરોના ની આ સમસ્યા ના સમાધાન માટે સરકાર દ્વારા અગમચેતી ના ભાગ રૂપે લોક ડાઉન ૪ ની પરિસ્થિતિ ઉભી થયા બાદ ફિલ્ડ મા જાઇ ને કાર્ય કરવુ ખુબજ મુસ્કેલ બની ગયુ છે સરકાર ના ઘણા વિભાગો અને આવી સમાજ વિક્કાસ ના કાર્યો કરતી સેવાભાવી સંસ્થાઓ ના કાર્યો અને પ્રોગ્રામો સ્થગીત થઇ ગયા છે આવા સમય મા સરકાર અને સંસ્થાઓ ને કાર્ય કરવા માટે ડીઝીટલ પ્લેટ્ફોર્મ ખુબજ સારુ અને યોગ્ય માધ્યમ છે ત્યારે રિલાયન્સ કંપની નુ જીયો નેટ્વર્ક અને રિલાયન્સ ફાઉન્ડેશન નુ ઇંફોર્મેસન સર્વીસ વીભાગ આ બાબતે ખુબજ પ્રસંસ્નીય કાર્ય કરી રહ્યુ છે
પાટણ ના જીલ્લા મથકે બેઠેલા ઉચ્ચ અધિકરિઓને તાલુકા કક્ષાએ પોતાના અધિકારીઓ સાથે મીટીંગ કે કોઇ જરુરી સુચનાઓ પહોચાડવાની હોય કે અન્ય વિભાગો સાથે સંકલન કરવાની બાબતો હોય તાલુકા ના અધિકારીઓ ને પોતાના સ્ટાફ સાથે મીટીંગ કરવી હોય કે સરપંચો સાથે કોઇ યોજના બાબતે સંવાદ કરવો હોય કે જરુરી સુચનાઓ પહોચાડવાની હોય કે પચ્છી આખા જીલ્લામા કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓ નુ સંકલન કરી જીલ્લા ના વિકાસ માટે કાર્યો કરવા હોય અથવા સમસ્યાઓ અને તેના સમધાન માટે ચર્ચાઓ કરવી હોય ત્યારે હંમેશા રિલાયન્સ ફાઉન્ડેશન અને તેમનુ ઇંફોર્મેસન સર્વીસ વીભાગ મદદ કરી રહ્યુ છે
હાલ મા લોક ડાઉન ૪ ની પરિસ્થિતિ ઉભી થયા બાદ ગામ માં રહી ને રોજમદાર ખેત મજૂરી કરતા કે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબો જે રોજ નું કમાઈ ને રોજ નું ખાવા વારા લોકો ની સમસ્યાઓ ખુબજ વધી ગઇ હતી અને વેપાર ધંધાઓ બંધ હોવાના કારણે નાના ધંધાદારી અને સામાન્ય વર્ગ ના લોકો ને નાણાકીય સંકડામણો થવા લાગી હતી જે સમસ્યાના સમાધાન માટે સરકાર ના મનરેગા વીભાગ દ્વારા ઘણા ગામોમા પાણી સંગ્રહ ના કામો સરુ કરવામા આવેલા પણ આ કામો મા સરકારર્શ્રીના આદેસોનુ પાલન થાય અને કોરોના સક્રમણ થી બચવા માટે તકેદારી રુપે સાવચેતી ના ભાગ રુપે કરવા લાયક કામો ની વિગતવાર માહીતી માટે ડીઝીટલ પ્લેટ્ફોર્મ ના માધ્યમ પસંદગીની ગ્રામ પંચાયતો ના સરપંચો અને મેટ ગ્રામિણ આગેવાનો અને મનરેગા વિભાગ ના અધિકારીઓ સાથે ચાર તલુકા મા ઓડીયો કોંન્ફરંસ નુ આયોજન કરેલ
ગ્રામ્ય કક્ષાએ બનેલા મહિલા મંડળો અને બચત ગ્રુપ સાથે મિટિંગનું આયોજન કરી હાલની પરિસ્થિતિમાં ગ્રામીણ વિકાસમાં બહેનો નું યોગદાન અને પંચાયત સથે સંકલન બાબતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ મહિલા મંડલ ને ખેડુત કંપની મા જોડાણ કરી રોજગારી મેળવવા બબતે રાધનપુર તાલુકના પસંદગીના મંડળો ને માર્ગદર્શન આપવામાં આવેલ
સરદાર સરોવર નર્મદા નીગમ (SSNNL)અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચાલતો સર્વગ્રાહી કૃષિ વીકાસ અને તેલીયાક્ષાર નિર્મુલન કાર્યક્રમ મા કૃષિ વીજ્ઞાન કેન્દ્ર સમોડા ના સંયુક્ત ઉપક્રમે જમીન નવસાધ્ય કરણ અને જમીન ની ફળદ્રુપતા વધારવા માટે સમી અને શંખેશ્વર તાલુકા ના ખેડુતો સાથે જૈવિક ખાતરો ના માધ્યમથી જમીનની ફળદ્રુપતા વધારવા બાબતે ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરવા માટે ઓડિયો કોન્ફરન્સનું આયોજન કરેલ
તેમજ પાટણ જિલ્લામાં સક્રિય ફાર્મર પ્રોડ્યુસર કંપની એ આવી પરિસ્થિતિમાં કરવાલાયક કાર્યો તેમજ ખેડૂત કંપનીઓને આ પરિસ્થિતિમાં ખેડૂતોને મદદરૂપ બનવા માટે યોગ્ય પગલા લેવા તેમજ આગામી વર્ષના આયોજન બાબતે ઓડિયો કોન્ફરન્સનું આયોજન કરેલ
ઓર્ગેનિક ખેતી અને જમીન સુધારણા માટે પ્રયત્નશીલ ખેડૂતો ને માહિતી તેમજ માર્ગદર્શન આપવા માટે તેમજ તેલીયા ક્ષાર ને દૂર કરી જમીન ની ફળદ્રુપતા વધારવા અને જમીન ચકાસણી કરી તેમાં જરૂરી તત્વો ને ઉમેરવા માટે હાલ માં સમી અને શંખેશ્વર ના પસંદગી ના ગામો માંથી 100 જેટલા ખેડૂતો ને (KVK) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સામોડા દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવા ઓડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આમ લોક ડાઉન ની સ્થિતિ માં વર્ક ફોર હોમ હોવા છતાં પાટણ જીલ્લા માં રીલાયન્સ ફાઉન્ડેશન ડીઝીટલ પ્લેટફોર્મ નો ઉપીયોગ કરી ૭૦૦ થી વધુ લોકો ને ઉપિયોગી થઇ પાટણ જીલ્લા ના વિકાસ માટે અવિરત કાર્ય કરી રહ્યું છે..
તેમજ પાટણ જીલ્લા ના વિકાસ માં સહયોગી તેમજ ગ્રામીણ વિકાસ ની બાબતે કાર્યરત કોઈ પણ સરકારી વિભાગ એજન્સી સેવાભાવી સંસ્થાઓ તેમજ ફાઉન્ડેશન ને એક કરાર આધારિત અને નિયમો અને શરતો સાથે આ ડિજિટલ પ્લેટફોર્મ નો સહયોગ મળી રહે છે.
Comments
Post a Comment