ઉબેદ ભાઇ સંચાલિત અનમોલ બાલઘર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અસ્લમ મનસુરીને પોતે ગરીબ હોવા છતાં ગરીબોની મદદ કરવાનો અનમોલ વિચાર આવતા પાઇ પાઇ કરી ભેગા કરેલા રૂપિયા બે લાખ ગરીબોની મદદમાં વાપરી નાંખ્યા
કોરોનાની મહામારી વચ્ચે લોક ડાઉનમાં મદદ ગાર ઘણી પ્રકારના જોવા મળ્યા આજે આપણે એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જે માણસ સામાન્ય શાળાના કર્મચારી છે
ધનથી ગરીબ અને મનથી અમિર એવા જોગીવાડની ટાંકી સંચિત નિવાસ પાસે આવેલ અનમોલ બાલઘર પ્રાથમિક શાળામાં નોકરી કરતા અને શાળાનો પાયો નાંખનાર મર્હુમ કરીમભાઇ શેખ ના તેનિ હયાતીમાં તેના માનીતા ગણાતાં અસ્લમભાઇ મનસુરી એ પાઈ પાઈ ભેગા કરેલા રૂપિયા બે લાખ ગરીબોની મદદ કરવામાં વાપરવાનો "અનમોલ" વિચાર આવતા તેઓએ હાલના શાળા સંચાલક ઉબેદભાઇનિપાસે તેના મનમાં આવેલ "અનમોલ" વિચાર રજૂ કરતાં ઉબેદભાઈ યે અસલમ ભાઈને જણાવેલ કે આ તમારી મરણ મૂડી છે અને પાઇ પાઇ ભેગી કરી અને તમે રૂપિયાનું સ્વરૂપ આપ્યું છે તમને ઓચિંતાની જરૂર પડશે તો કોની પાસે માંગશો ?તો અસલમભાઇ મનસુરીએ જણાવેલ કે હું તમારા પાપા મર્હુમ કરીમભાઇ સાથે રહીને મોટો થયો છું જેણે અનેક લોકોને ઇન્સાનિયતના પાઠ ભણાવેલા છે અનેકની મદદ કરેલી છે અને મરહૂમ કરીમભાઈ દ્વારા શાળાનું નામ પણ અનમોલ રાખવામાં આવેલ છે અને જો મને સારા કાર્યો માટે "અનમોલ" વિચાર ન આવે તો મર્હુમ કરીમભાઇની સાથે રહી જે સંસ્કારો અને ઇન્સાનિયતના પાઠ ભણ્યા છે તેની ઉપર કલંક લાગે માટે તમે મને ના નહીં પાડો અને અાસારા કાર્યોમાં આ પૈસા ગરીબો સુધી કઈ રીતે પહોંચાડવા તે સમજાવી મને મદદરૂપ થાવ
પાષાણ હૈયાના માનવીને પણ પીગળાવી દે તેવી અસલમભાઇ દ્વારા વાત કરવામાં આવતા ઉબેદભાઇ વિચાર કરવા લાગેલ કે મારા કરતાં પણ મારા પપ્પા સાથે રહી ખૂબ સારા સંસ્કારો અસ્લમભાઇ અે મેળવ્યા છે ત્યારે જ આજે પોતાના મનમાં ગરીબોની મદદ કરવાનો "અનમોલ" વિચાર આવ્યો છે ત્યાર બાદ ઉબેદભાઇ અે જણાવેલ કે
મોટાભાગના ગરીબ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટો પહોંચી ગઈ છે હવે તમે એક અેક હજાર રૂપિયા રોકડા ગરીબોને આપો જેથી કરી તેને કાંઈ બીજી ચીજ વસ્તુઓ લેવી હોય તો રોકડા રૂપિયા કામ લાગે આ વિચાર સારો લાગતાં ઇન્સાનીયતહિ સબસે પહેલાં ધર્મ હૈ ઇન્સાન કા ઉસકે બાદ અહીં પના ખોલો ગીતા ઔર કુરાન કા તેને અનુસરી અસલમભાઇ મનસુરીએ પોતાના વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ નાતજાતના ભેદભાવ વગર રોકડા રૂપિયા એક એક હજાર આપી(૨૦૦ઘરનીમદદ કરેલ ) સારું કાર્ય કરેલ અને ત્યારબાદ ઇન્ડિયા હાઉસમાં જઈ ઉબેદભાઇ ને જણાવેલ કે આ પૈસા મારી પાસે હતા ત્યારે મને સુકૂન તેટલું નહોતુ મળતુ જેટલુ સુકુન આજે આ પૈસા ગરીબોને વેચીને મળ્યું છે અસલમભાઇ મનસુરીએ ટ્રાફિક શાખાના RSP વિભાગમાં સાત વર્ષ ફ્રી સેવા આપેલ
અસ્લમભાઇ મનસુરી સત્તર વર્ષથી અનમોલ બાલઘર પ્રાથમિક શાળામાં નોકરી કરે છે અને તેમના ભાઈ અલ્તાફ મનસુરી દુબઇમાં નોકરી કરે છે અસલમભાઇ મનસુરી જ્યારે શાળામાં નોકરીએ લાગ્યા ત્યારે તેમનો પગાર ૫૦૦ રૂપિયા હતો હાલ તેમનો પગાર ૧૦,૦૦૦ છે સત્તર વર્ષ મર્હુમ કરીમ ભાઇની સાથે રહી ઇન્સાનિયત અને દેશ હિતના પાઠ શીખી આવી ગરિબ અવસ્થામાં પણ ગાંઠના પૈસા ગરીબોની મદદમાં વાપરવાનો "અનમોલ" વિચાર આવે તે જ બતાવે છે કે આ શાળાના સંચાલકો શિક્ષકો અને કર્મચારીઓ ની સાથે રહી ત્યાં ભણવા આવતા બાળકો અને વાલીઓ કેવી ધન્યતા અનુભવતા હશે?થોડા સમય પહેલા અબ્દુલ કરીમ ભાઇનું દેહાંત થતાં શાળાનું સંચાલન તેમના દીકરા ઉબેદભાઇ કરી રહ્યા છે અને તાજેતરમાં જ
લોકડાઉન ને લઇ બાળકોના વાલીઓ આ પરિસ્થિતિમાં ફિ ક્યાંથી ભરશે તેવો વિચાર કરી દેશ હિતમાં શાળાના તમામ બાળકોની ફી માફ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ
બડે બડાઈ ના કરે બળે ના બોલે બોલ રહીમન હીરા કબ કહે લાખ ટકા માેરા મોલ
એટલે કે હીરો ક્યારેય નથી કહેતો કે મારી કિંમત લાખોમાં છે
તેની કિંમત તો ઝવેરીને જ ખબર હોય
,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40
Masha Allah bov Sara vichar bhai tamnedil thi Salam chhe Allah tamne khub barkat aape aamaj kamkarta raho garibo mate
ReplyDeleteMasha Allah bov Sara vichar bhai tamnedil thi Salam chhe Allah tamne khub barkat aape aamaj kamkarta raho garibo mate tamam masuri jamat ne tamari uper garv chhe
ReplyDeleteSuperb 👌👍
ReplyDelete