વેબ પોર્ટલના પત્રકાર ધવલ પટેલને અમદાવાદ સેશન કોર્ટે આપ્યા જામીન

રાજદ્રોહના આરોપી ધવલ પટેલને સેશન કોર્ટે આપ્યા  જામીન 
ગુજરાતમાં નેતુત્વ પરિવર્તન થઈ રહ્યો હોવાના સમાચાર પ્રસિદ્ધ કરનાર વેબ પોર્ટલના પત્રકાર ધવલ પટેલને  સેશન કોર્ટે અમદાવાદ એ જામીન પર છોડવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળેલ છે

વેબ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક કે પોતાની દલીલમાં અદાલતને જણાવ્યું હતું કે આ કેસમાં ધવલ પટેલ સામે રાજદ્રોહ લાગતો નથી જ્યારે સરકાર પક્ષે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે ધવલ પટેલ દ્વારા જે લેખ લખવામાં આવેલો તેને અરાજકતા ફેલાવવા માંગતા હોય તે રીતે લખવામાં આવેલ બંને પક્ષે જોરદાર દલીલો સાંભળ્યા બાદ કેટલીક શરતોને આધીન જજ પ્રેરણા ચૌહાણે ધવલ પટેલને જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ 
ધવલ પટેલની ધરપકડને લઇ ગુજરાત હાઇકોર્ટનિસાથે  સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે અમદાવાદ સેશન કોર્ટમાં પડકારી હતી અલગ અલગ પિટિશનમાં આનંદ યાજ્ઞિકે ધવલ પટેલને જામીન પર મુક્ત કરવા તેમજ તપાસ પર સ્ટે કરવાની તેમજ ફરિયાદ રદ કરવાની માંગણી હાઇકોર્ટ માં કરવામાં આવેલ 
સેશન કોર્ટમાં ધવલ પટેલ તરફે રજૂઆત કરેલ કે સમાચાર લખવાને કારણે રાજદ્રોહ થાય તે ખરેખર વ્યાજબી ન ગણાય રાજદ્રોહ માં અગત્યનો મુદ્દો રહેતું હોય છે આ કિસ્સામાં અરાજકતા ફેલાવવાનો કોઈ હેતુ નથી ધવલ પટેલ અંગે દલીલો કરતા એડવોકેટ યાજ્ઞિકે વિવિધ કોર્ટના ચુકાદાઓ ટાંકવામાં આવેલ જેમાં રાજદ્રોહ લાગુ પડતો નથી તેવા ચુકાદાઓ  રજૂ કરી જોરદાર દલીલ કરેલ મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે અદાલતને જણાવ્યું હતું કે આરોપી ધવલ પટેલ આ પ્રકારની હરકતો કરવા માટે ટેવાયેલો  વ્યક્તિ છે દેશમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે આ પ્રકારના સમાચાર પ્રસિદ્ધ કરી અરાજકતા ફેલાવવાનો ઇરાદો ધવલ પટેલનો હતો અને પટેલના એડવોકેટ દ્વારા જે ચુકાદાઅો ટાંકવામાં આવ્યા છે તે આ કેસમાં પ્રસ્તુત નથી ધવલ પટેલને જામીન આપવામાં આવે તેની સામે સખત વિરોધ છે તેવું સરકારી વકીલે કોર્ટને  જણાવેલ સેશન જજ પ્રેરણા ચૌહાણે બંને પક્ષોને સાંભળી ધવલ પટેલને રૂપિયા પચાસ હજારના બોન્ડ આપવા તેમજ દેશ નહીં છોડવાની શરતે જામીન મુકત કરવાનો હુકમ કરેલ


Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..