બાબરા ની ચમારડી ગામે ભારે પવન ના કારણે મહાકાય વૃક્ષ ધરીસાઈ થતા બે ને ગંભીર ઈજા.
બંને ને સારવાર માટે તાત્કાલિક બાબરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા છે.
બાબરા ના ચમારડી ગામે આજરોજ ભારે પવન ના કારણે એક મહાકાય વૃક્ષ ઝરાસાઈ થયું હતું. તે જ સમયે ત્યા થી બાઈક લઈ એક યુવાન સાથે આધેડ નીકળ્યા હતા. અને આ વૃક્ષ બાઈક ચાલક ની માથે પડતા બાઈક ચાલક અને પાછળ બેઠેલા આધેડ મહિલા પર પડતા બને ને ગંભીર ઈજા થવા પામેલ હતી. આ બંને ઈજાગ્રસ્ત ને ૧૦૮ મારફત બાબરા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બાઈક ચાલક બાબરા ના વાવડી ગામના હોવાનું જાણવા મળેલ છે.



Comments
Post a Comment