જેતપુર માં સગીર વિદ્યાર્થીની ઉપર થયેલ ગેંગરેપની તટસ્થ તપાસ થાય તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ
જેતપુરમા સગીર વિધાર્થીની ઉપર થયેલ ગેંગરેપ કે જેમા આરોપીઓ ઘણી બધી અસામાજીક પ્રવ્રુતિઓ સાથે જોડાયેલ છે
અને આવી જ રીતે આ ગેંગ દ્રારા બીજી અનેક યુવતીઓને બ્લેકમેઈલ કરી પૈસા પડાવવા તથા તેમની અંગતપળોને મોબાઈલમા રેકોર્ડ કરી અન્ય મિત્રો ને શારિરીક સબંધો બાંધવા માટે વિડિયો વાઈરલ કરવાની ધમકી આપતા હોય છે જ્યારે આવા
બનાવ બને ત્યારે ગર્ભીત ધાક-ધમકી આપી ડરાવતા હોય છે જેને લીધે ઘણીવાર આવા બનાવો નો ભોગ બનેલ યુવતી ડરી જતી હોય છે. અને ફરીયાદ કરવા નું ટાડતી હોય છે. આવા બનાવો બંધ થાય તેવી માંગ સાથે
અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદ એ મામલતદાર સાહેબ અને એ.એસ.પી સાહેબ ને આવેદન પત્ર આપ્યું અને જો આ આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી દિવસોમા અખિલ ભારતીય વિધાર્થી પરીષદ ઉગ્ર આંદોલન કરશે.
Comments
Post a Comment