કચ્છ આદિપુર વિસ્તારના મોઘીબહેન અને ભાનુશાલીભાઇએ આજરોજ.અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીની ઓફીસે રૂબરૂ આવીને રજૂઆત કરેલ હતી

કચ્છ 

 આદિપુર વિસ્તારના મોઘીબહેન અને ભાનુશાલીભાઇએ આજરોજ.અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીની ઓફીસે રૂબરૂ આવીને રજૂઆત કરેલ હતી કે આદિપુર વિસ્તારમાં આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા વિધવા બહેનો તથા ગરીબ પરિવારો મળીને કુલ આઠ(8) પરિવારો માટે રાશનકિટોની જરુરીયાત છે..જેથી અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતી દ્વારા ઉપરોક્ત રજૂઆતો કરનારને આદિપુરના આઠ(8) ગરીબ પરીવારોને આપવા માટે માટે 8 રાશનકિટો સુપરત કરાઈ હતી.

વધુમા ભુજ શહેરના ન્યુ સ્ટેશન રોડ ઉપર આવેલ બીના-52ના  રહેવાસીઓ પૈકી પાંચ (5) આર્થિક રીતે નબળા પરિવારોને સમિતીના હોદ્દેદારોએ રાશનકિટો પહોચાડી હતી ..
અને  રાવલવાડી ખાતે એક પ્રજ્ઞાચક્ષુને અને ગણેશનગરના આર્થિક રીતે નબળા એક ગોસ્વામી પરિવારને પણ સમિતીના હોદ્દેદારોએ રાશનકિટો પહોચાડી હતી...
ઉપરોક્ત બધી જ કામગીરી સમિતીના પ્રમુખ હાજી ઈબ્રાહીમભાઇ હાલેપોત્રાના સીધા માર્ગદર્શન હેઠળ સમિતીના હોદ્દેદારો દ્વારા કરવામા આવી હતી...અત્રે ઉલ્લેખનીય છે કે આદીપુરના 8, બીના 52ના 5, રાવલવાડીના 1 તથા ગણેશનગરના 1 એમ કુલ  15 પંદર જરૂરતમંદો તમામ હિન્દુ સમાજનઃ હતા..અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતી દ્વારા નાતજાતના ભેદભાવ વગરની કામગીરીને સર્વે એ આવકારી હતી
રિપોર્ટર:સીદીક મિયાજી કચ્છ
તંત્રી સલીમ બાવાણી

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..