મહુવાના સમાજસેવી અલ્તાફભાઈ પે દ્વારા હોમગાર્ડ ઓફિસર જવાનો તેમજ સમાજ સેવી લોકોનું સન્માન કરી એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ

પૂરા વિશ્વની સાથે ભારત દેશમાં કોરોનાની મહામારીઅે પગપેસારો કરતાં દેશના વડાપ્રધાન દ્વારા લોકડાઉન  જાહેર કરવામાં આવેલ આ જાહેર કરેલા લોક ડાઉનમાં અનેક જાતની સેવાકીય પ્રવૃત્તિ જોવા મળેલ જેમાં ભાવનગર નજીકના મહુવા શહેરમાં પોલીસ હોમગાર્ડ જી આરડી જવાનો જે દિવસ રાત પોતાની સ્વાસ્થની પરવા કર્યા વગર કારોના સામેની લડાઇમાં પ્રજાની વચ્ચે ઢાલ બનીને ઉભા રહેછે અને કારોના વોરિયર તરીકેની જેને ઉપમા આપવામાં આવી છે તે લોકોનું શું ? આ વિચાર મહુવાના સેવાભાવી લોકોના મગજમાં આવતા આ તમામ લોકોએ ડ્યૂટીમાં તહેનાત જવાનોને દિવસે અને રાત્રે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ અને આખા મહુવામાં જે કોઇ જગ્યાએ જવાની તેનાતિ હોય તે જગ્યાએ જઈ આ યુવાનો દ્વારા પોલીસ જવાન હોમગાર્ડ જવાન તેમજ જીઆરડી જવાનોને ચા નાસ્તો અને ઠંડા પાણી પહોંચાડવામાં આવેલ આ ઉમદા કામગીરીને લઇ મહુવાના
લોકોએ પણ આ સેવાભાવી લોકોને મદદમાં સાથે હોવાનો સુર પુરાવામા આવેલ પરંતુ આ સેવાભાવી યુવાનોએ કોઈની રાતીપાઇ પણ નહીં લેવાનું નક્કી કર્યું હોય તેમ પોતાના પાસે રહેલા પૈસાનો જ ઉપયોગ કરી અને જવાનોને ચા નાસ્તાનો બંદોબસ્ત કરી દેશ હિતનું કાર્ય કરવામાં આવેલ આ કામગીરી સતત સેવાભાવી લોકો અે બે મહિના કરેલ ત્યારબાદ આ સેવાભાવી કાર્યકર અલ્તાફ પે ને એક વિચાર આવેલ કે સમાજ સેવાની કામગીરી તેમજ હોમગાર્ડ જવાનોને
જો સન્માનિત કરવામાં આવે તો આવી કોઈ આપતા વખતે તેઓ ડબલ જુસ્સાથી કામ કરે ત્યારબાદ અલ્તાફ પે દ્વારા હોમગાર્ડ ઓફિસે હોમગાર્ડ જવાન તેમજ હોમગાર્ડ કમાન્ડર ઓફિસરને સન્માનવાનોએક કાર્યક્રમ રાખેલ જેમાં અલ્તાફ પે દ્વારા મહુવા  હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસરને સાલ અને પુષ્પગુચ્છ  આપી સન્માન કરેલ નાનજીભાઈ ગોહિલ પ્રવિણભાઇ  ખાંભલીયા સાહેબના હાથે સમાજસેવી હિરેનભાઈ પી પારેખ મેહુલભાઇ પી ગોંડલીયા ને શાલ તેમજ પુષ્પગુચ્છથી સન્માનવામાં આવેલ ત્યાર બાદ સમાજસેવી અલ્તાફ પે દ્વારા પણ હિરેનભાઇ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર હોમગાર્ડ જવાનો સલીમ પી સોરા રફીકભાઇ સમા મોહસીનભાઈ જેજા મેહુલભાઇ ગોંડલીયા  ને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવેલ અલ્તાફ પે દ્વારા જે સેવા કરવામાં આવેલ અને સેવાભાવી વ્યક્તિઓ તેમજ જવાનોને સન્માનિત કરી તે લોકોનો ઉત્સાહમાં વધારો કર્યો છે ખરેખર તે બાબતે અલ્તાફ પે ને પણ બિરદાવવા જોઇએ તેવું મહુવાની જનતા ચર્ચી રહી છે

રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો.9988153575
તંત્રી:સલીમભાઈ બાવાણી
9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..