વલસાડ જિલ્લાના પત્રકાર એકતા સંગઠન ગુજરાત દ્વારા કપરાડાના મામલતદાર શ્રી કલ્પેશ સુવેરા ને સરકાર સુધી પત્રકારો ન્યાય મળે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું
પત્રકાર એકતા સંગઠન ગુજરાત દ્વારા મામલતદાર ને આપવામાં આવ્યું આવેદનપત્ર
વલસાડ જિલ્લાના પત્રકાર એકતા સંગઠન ગુજરાત દ્વારા કપરાડાના મામલતદાર શ્રી કલ્પેશ સુવેરા ને સરકાર સુધી પત્રકારો ન્યાય મળે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું
પોલીસ કર્મીઓ,આરોગ્ય કર્મીઓ વહીવટી કર્મીઓ આં જંગ સામે લડવા રાત દિવસ જોયા વિના ફરજ બજાવે છે.સરકારી જાહેરનામા થી માંડી તકેદારી ની બાબતો સહિત ની માહિતી મહા સંકટમાં પણ પત્રકારો જન જન સુધી પહોંચાડે છે.
સાડા છ કરોડ જનતા સુધી દરેક મેસેજ,કાર્યક્રમ,લોક ડાઉન,નીતિ વિષયક બાબતો દશ હાજર જેટલા પત્રકારો પહોંચાડે છે. મહત્વ એ છે કે સરકાર ના મુખમાંથી ક્યારેય પત્રકારો માટે એક શબ્દ પણ ઉચ્ચારવામાં નથી આવ્યો, નથી તેને સંકટ સમયે કામ કરતા પડતી મુશ્કેલીઓ અંગે નું કોઈ માર્ગ દર્શન કે નથી કોઈ વીમાના પેકેજ મા સમાવેશ છતાં તંત્ર સાથે ખભે ખભા મિલાવી કામ કરી રહ્યા છે..
ગુજરાત પોલીસ વડાને લાગણી પત્રકારો સાથે જોડાયેલી હોવા ની પ્રતીતિ તેઓએ પ્રથમ પ્રેસમા કરાવી છે.છતાં ક્યાંય બધું ૧૦૦% નથી હોતું.
વડોદરા કરજણ મા પત્રકારો ઉપર થયેલ કેસ મા પત્રકાર પાસે નિર્દોષ હોવાના પુરાવા હોવા છતાં,ભરૂચ મા પત્રકારો ઉપર ના કેસ મા એક પણ પત્રકાર દોષિત પ્રથમ દ્રષ્ટિએ નથી,પણ મહિલા નું ટોળું લોક ડાઉન હોવા છતાં,બંદોબસ્ત હોવા છતાં પોલીસ સ્ટેશન મા પહોંચી ગયું,પોતાની ભૂલ ઢાંકવા પત્રકારો ઉપર કેસ કરવામાં આવ્યા છે.
રાજકોટ ના એક પ્રસિદ્ધ અખબાર માલિકને પોલીસ ખોટી રીતે પરેશાન કરી રહ્યા છે.ઘટનાઓ ની વિગત સાથે પોલીસ વડા ને પત્ર લખ્યો છે,કોઈ વિવાદ સર્જાય તે પહેલાં નિર્ણય થાય તે જરૂરી છે..
નવસારી ના એક પી.એસ.આઇ.ની પત્રકાર સાથે રોફ જમાવી,દમ દાટી મારતી ઘટનામાં પી.એસ.આઇ સામે સ્થાનિક સંગઠનો એ આવેદન પણ આપ્યા છે.અમદાવાદના પત્રકાર ઉપર રાજદ્રોહ ની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.
સમગ્રગુજરાના તમામ પત્રકારો ની માંગ છે કે,પોતાની નિષ્ફળતા છુપાવવા કોઈ અધિકારી કે સરકાર પત્રકારો ને ફસાવી ન શકે,પ્રજા સાથે નો વ્યવહાર પત્રકાર સાથે ક્યારેય ન હોય. રજૂ કરેલા પત્રકારો સાથે ના કેસ ની ઘટનાઓ ની પોલીસ વડા નિષ્પક્ષ તપાસ કરાવે અથવા આરોપી બનેલા પત્રકારો ને સાંભળી સત્ય જાણી તેની સમીક્ષા કરે,અને દોષિત ન હોય તેના ઉપર ની ફરિયાદ માંડવાળ કરવામાં આવે..
પોલીસ વડાનું પત્રકારો માટેનું વલણ એક નવો વિશ્વાસ ઉભો કરનારું છે,નિવૃત્તિ પહેલા આ ચાર ઘટનાઓ ની સમીક્ષા થાય તે ખૂબ જરૂરી છે.
આવેદનપત્રમાં વિશેષ રજૂઆત નો અભ્યાસ કરી, તેની સમીક્ષા થાય,પત્રકાર નિર્દોષ હોય તો ન્યાય મળે,ખોટી કલમો કે કાયદાનો ભોગ નિર્દોષ ન બને એટલી માનવતા દાખવવા નમ્ર રજૂઆતો આવેદનપત્ર કરવામાં આવી છે.
*સંપૂર્ણ વિગત માટે બ્લુ લાઈન ક્લીક કરો*
*,,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,*
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40
Comments
Post a Comment