કોરોના વોરીયર્સ ને સલામ
તારીખ 28/05/2019 ના રોજ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (કોવિડ 19) સામે આપ કર્તવ્ય રૂઢ થઈ પોતાના ઘર થી દૂર રહી ને પોતાના સ્વાસ્થ્ય ની પરવા કર્યા વિના સમાજ ના સ્વાસ્થય ની ચિંતા માટે માનવજાત ના આરોગ્ય કલ્યાણ માટે નું આપનું કાર્ય અને કર્તવ્ય પરમ વંદનીય છે.આપની નૈતિક કર્તવ્ય સેવા નિષ્ઠાથી સમાજ સુરક્ષિત રહ્યો છે. આપ જે ઉમદા રાષ્ટ્ર સેવા કરી રહ્યા છો તેનો અમને ગર્વ છે. આપની આ ઉમદા રાષ્ટ્રીય ભક્તિ સેવા માટે સંકલ્પ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ ચેરમેન દ્વારા શ્રી નયનભાઈ પટેલે વિશિષ્ટ સન્માન પત્ર અર્પણ કરી. અભિનંદન પાઠવ્યા હતા અને આ કાર્યક્રમ માં ઈમરજન્સી 108 ખેડા જિલ્લા ના પ્રોગ્રામ મેનેજર શ્રી સંદીપ ગઢવી તથા ઈ.એમ.ઈ. દુષ્યંત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સંકલ્પ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન શ્રી નયનભાઇ પટેલનું ખેડા જિલ્લા ઇમરજન્સી 108 ના પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
Comments
Post a Comment